________________
કાઢી લઈને ઉની રેતીમાં દાટી મૂકશે. તે બીજે દિવસે સૂર્યને તાપે કરી પચી રહેશે, તે વારે તેને સાંજના સૂર્યાસ્ત થયા પછી, કાઢીને પોતાની ઉદરપૂર્ણ કરશે, તથા પહોરરાત્રિ ગયા પછી વલી પાસેના ઔષધી, વૃક્ષ, ગામ, નગર, તલાવ, વાવડી, કુંડ, પર્વત, વૈતાદ્ય, ઋષભકૂટાદિક પદાર્થ સર્વ સ્વસ્થાનકે રહ્યા થકા પણ દેખાશે નહીં. તથા તે મનુષ્ય સર્વ નાગા, રોગિષ્ટ, અશક્ત, ચાલતાં હાલતાં પડી જાય એવાં, કાલા, ક્રોધી, નારકી સરખા કુરુપા, અને એક હાથના શરીરવાલા એવા છઠા આરાને અંતે જાણવા. - પુરુષનું વીશ વર્ષઆયુ, સ્ત્રીનું સોલવર્ષ આયુ તેમાં પણ પુત્રના પુત્ર દેખશે. છ વર્ષની સ્ત્રી ગર્ભ ધારણ કરશે, ઘણા પુત્ર જણશે, માતા તથા સ્ત્રીનો કાંઈ ફેર નહીં રહે. માતાથી પણ ભોગ કરશે, એવા તિર્યંચ જેવા મનુષ્યો થશે. તેમાં વલી કષાય ઘણો થશે. એવી રીતનો છઠો આરો એકવીશ હજાર વર્ષનો ચાલશે. તેવીજ એકવીશ હજાર વર્ષનો ઉત્સર્પિણીનો પહેલો આરો પણ જાણવો. એ બહુ આરાના મનુષ્ય તિર્યંચ સરખા જાણવા, અને નરક તથા તિર્યંચગતિમાં જાવાવાલા જાણવા, એમ ભરત ઐરવતાદિક દશે ક્ષેત્રોમાં સરખા ભાવ જાણવા.
પહેલો આરો પૂર્ણ થયા પછી બીજો આરો બેસશે, તે વારે સાત સાત દિવસ પર્યત એકેકો મેઘ વરસશે, એમ અનુક્રમે એક બીજા કેડે પાંચ મેઘ વરસશે. તેમાં પહેલો પુષ્કરાવમેઘ વરસશે, તેણે કરી જમીનમાંથી સર્વ તાપ નિવર્તીને શીતલા થશે, બીજા ખીરોદક મેઘના વરસવાથી ભૂમિમાં ઘાસ વનસ્પતિ ઉગશે, ત્રીજા ગ્રતોદક મેઘના વરસવાથી જમીન ચીકાશવાલી થશે, ચોથા શુદ્ધોદક મેઘના વરસવાથી ઔષધો ધાન્ય પ્રમુખ સર્વ વસ્તુ નિપજશે, પાંચમા રસોદક મેધના વરસવાથી સર્વ પ્રકારના રસ પૃથ્વીને વિષે થશે, એમ પાંત્રીસ દિવસમાં સર્વ પૃથ્વી પોતાની મેળે ફલી ફૂલી થશે, અને તે બિલવાસી લોકો પણ દિવસે દિવસે શરીરે વૃદ્ધિ પામતા થકા તથા પૃથ્વીને વિષે રમણિકપણું દેખીને બિલોમાંથી બહાર નીકળી આવશે. બિલ છોડીને વૃક્ષોમાં આવી રહેશે. પછી ક્રમે ક્રમે તેઓમાં આયુ, શરીર પ્રમુખ વધતાં જશે, તથા રુપ પણ દિવસે દિવસે રુડાં થતાં જશે. બુદ્ધિ, બલ પણ વધશે, માંસાહારીપણું ત્યાગીને ફલાહારી થશે, ધાન્ય ખાશે, શરીર નીરોગી થશે. તથા જલાશય પણ રુડાં થશે. તેથી પીવાને સારુ જલ પણ ઉત્તમ મલશે.
શ્રી દિવાલીકલ્પ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org