________________
ગર્ભાવધારણ, ચૂર્ણ, યોગ, મંત્ર, યંત્ર, તંત્ર ઈત્યાદિક અનેક પ્રકારની વિદ્યાનું શીખીને લોકમાં પ્રસિદ્ધિ પામી.
પાલમાં સુખડનું તિલક કરે, દેવીની પૂજા કરે, ગેરુથી રંગેલાં વસ્ત્ર પહેરે, એવી થકી બહુલ ફૂડ કપટ કરતી તે નગરમાં પૂજા પામતી થકી ફરે છે. તેને શેઠે પોતાને ઘેર બોલાવી સ્ત્રી સહિત પગે લાગી આદર સત્કાર આપીને કહ્યું કે હે માતાજી! અમારા ઉપર કૃપા કરીને અમારી એકજ પુત્રી છે તેના દુઃખનું નિવારણ કરો. તમારો ઉપકાર ભૂલશું નહીં. આ પુત્રી જાણે તમે અમને દીધી, એમ કહી પોતાની પુત્રી પાસે તે ટૂંઢાને લઈ આવ્યા. ટૂંઢાએ તેની નાડી જોઈ તેમાં કાંઈ પણ રોગ દીઠામાં આવ્યો નહીં. તે વારે પોતે સ્ત્રીના ચરિત્રની માહિતગાર છે, મહા નિપુણ છે, તેથી હોલિકાને એકાંતે જરા દૂર તેડીને પૂછ્યું કે હે વત્સ ! તારા શરીરમાં કાંઈ રોગ દેખાતો નથી; માટે મારી પાસે સાચેસાચું બોલજે કે, તને શી ચિંતા છે? તું મારી પુત્રી પ્રાય છો તેથી તારા મનની જે વાત હોય તે કહી આપ. હું તારું કામ અવશ્ય પાર પાડીશ.
એવું સાંભલી હોલિકા બોલી કે તમે ઘણો આગ્રહ કરો છો તેથી તમોને માતા જેવાં જાણીને હું મારા મનની વાત કહું છું, કે કામપાલ સાથે મારો સંયોગ કરાવો તો હું જીવતી રહીશ, નહીતો થોડા દિવસ માંહે મરણ પામીશ; માટે મારું એ કામ પાર પાડીને મને જીવિતદાન આપો. તે વારે ટૂંઢા બોલી, તું કાંઈ ચિંતા કરીશ નહીં. તારું એ કામ હું થોડા દિવસમાં કરી આપીશ. એમ કહી તેને શાતા ઉપજાવી અને કપટથી એક દોરો કરી તેણે બાંધ્યો તથા સૂર્યદેવની યાત્રા મનાવી માતપિતાને કહ્યું, તમારી પુત્રીને આજથી શાતા થવા માંડશે. તે સાંભલી હોલિકાનાં માતાપિતા પ્રસન્ન થયાં. નિત્ય પ્રત્યે તાપસણીને સારું સારું ખાવા આપે, વસ્ત્ર પ્રમુખ આપે. ટૂંઢા પણ નિત્ય પ્રત્યે આવીને હોલિકાને કપટથી જાડો નાખે. હોલિકા પણ દિન દિન પ્રત્યે કહે કે, મને શાતા છે; પણ ટૂંઢા આવ્યા વિના હોલિકાને ચાલે નહીં. એવી માંહોમાંહે ગાઢ પ્રીતિ દેખીને હોલિકાનાં માતાપિતાએ પોતાના ઘરની પાસે ટૂંઢાને રહેવા માટે એક છાપરું બંધાવી દીધું. તેમાં ટૂંઢા સુખે રહેવા લાગી. શેઠના ઘરથી ખરચી મલે, તેથી ભિક્ષા માગવી મૂકી દીધી.
હવે ટૂંઢા કામપાલને જઈ મલી, તેને હોલિકાની વાત કહી, તે વારે કામપાલ રાજી થઈને કહેવા લાગ્યો કે હે માતાજી ! એ કામ આપ પાર પાડી આપો તો હું ૫૮
શ્રી હોલિકા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org