Book Title: Paryushan Parv Vyakhyanmala
Author(s): Jainatva Vicharak Mandal
Publisher: Jainatva Vicharak Mandal

View full book text
Previous | Next

Page 3
________________ વર્ષમાં અહીંના જેવીજ મુંબઈના યુવક સંઘે મુંબઈમાં પણ વ્યાખ્યાનમાળા ગોઠવી અને પંડિત સુખલાલજીને તેના વ્યાખ્યાતા તરીકે નિમંત્રણ મેકલ્યું. પંડિતજીના મુંબઈ જવાને કારણે અહીં તેમની ગેરહાજરી હતી. છતાં જેનેતર વિદ્વાનેને નેતરવાની પ્રથાને લીધે અહીં પણું વ્યાખ્યાનમાળાને પ્રવાહ તો ચાલુ જ રહ્યો. આ વર્ષે પણ પં. કાશીનિવાસી હોવાને લીધે તેમની હાજરી અશકય હતી, પણ યોગાનુયોગે સ્થાનકવાસી સંપ્રદાયમાં ઊંચું સ્થાન ધરાવતા મુનિશ્રી નાનચંદ્રજીસ્વામી અને ચાતુર્માસ સ્થિર હોવાથી તેઓશ્રીને વિનંતિ કરતાં આ વર્ષની વ્યાખ્યાનમાળાનું નેતૃત્વ તેઓશ્રીએ સ્વીકાર્યું અને વ્યાખ્યાનમાળાનો પ્રવાહ દિનપ્રતિ. દિન વધતા વેગથી ચાલુજ રહ્યો. ચાલુ વર્ષની વ્યાખ્યાનમાળામાં એ વિશિષ્ટતા હતી કે તેને એક સાંપ્રદાયિક ધર્મગુરૂએ નિઃસંકેચપણે અપનાવી આશીર્વાદ આપવાનું અને તેની મારફતે પિતાના વિચારો જનતા સમક્ષ રજુ કરવાનું ઉચિત માન્યું. અને તેથી હરવર્ષ કરતાં આ વર્ષના વ્યાખ્યાનમાં સંપ્રદાયના, સંપ્રદાય બહારના તેમજ જૈનેતર ભાઇએની ઘણી સંખ્યાએ ઉલાસભેર ભાગ લીધે, અને તેથી વ્યાખ્યાનમાળા ઠીક ઠીક લોકાકર્ષણ બની. જૈનના ત્રણે ફિરકા પૈકી કોઇનેયે પક્ષપાત કર્યા વગર પક્ષપાતહીન શુદ્ધ જ્ઞાનની જ ચર્ચા કરવાના ઉદેશને કારણે આ વ્યાખ્યાન શ્રેણી પ્રત્યે સાંપ્રદાયિક ગુસમુદાય લગભગ અસ્પૃશ્ય જેવી સ્થિતિ સેવે છે. તેવી પરિસ્થિતિમાં કવિવર્ય પં. મુનિ શ્રી નાનચંદ્રજી સ્વામીના વ્યાખ્યાનમાળા પ્રત્યેના સહકારનું કંઈ ઓછું મૂલ્ય નથી. એ શુભાશયનું અન્ય સાધુ સમુદાય અને સંપ્રદાય અનુકરણ કરશે તે આજને શરૂ થયેલે સહકાર આવતી કાલે વિશાળ સ્વરૂપ ધારણું કરી સમાજમાં યોગ્ય પરિવર્તનના કારણભૂત થશેજ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 130