________________
(૧૪ ) ક્ષયમાં તેરશને ક્ષય કરે. એ પ્રમાણે તેરશ કરવાનું ભૂલી ગયા હોય તે પડવાને દિવસે પણ પૂણિમાને તપ કરે. આ “અપિ” શબ્દને અર્થ છે. જેમાં પાંચમના ક્ષયે તે તપ ચોથે કરી શકાય છે, કેમ કે ચોથ અપર્વતિથિ છે પરંતુ પૂણિમાના ક્ષયે તે તપ ચિદશે કરી શકાતું નથી, કેમ કે ભગવતીસૂત્રમાં ચાદશ અને પૂર્ણિમાને પ્રધાન પર્વતિથિ માનેલ તેથી એ બને પર્વની આરાધના જુદી જ કરવી જોઈએ, ક્ષયમાં ભેગી થઈ શકે નહિ. જે પૂર્ણિમાના ક્ષયે તે તપ તેરશ કે પ્રતિપદાએ જ કરવાનો હોય તે ઉત્તરમાં આચાર્યશ્રીને એટલું જ કહેવાની જરૂર હતી કે–પૂણિમાને ક્ષય હોય તે તે તપ તેરશે કરો અને તેરશે ભૂલી ગયા હોય તે એકમના દિવસે પણ કરે, પરંતુ ત્રશાવતુઃ એમ સપ્તમી વિભક્તિનું દ્વિવચન વાપરવાની જરૂર નહોતી, છતાં દ્વિવચન મૂકયું છે એ ખાસ અર્થસૂચક છે. પૂર્ણિમાની આરાધના ચતુર્દશીની પછી જ હોય પણ પહેલાં હોઈ શકે નહિ, તેથી જ તેરશને ક્ષય કરો પડે છે એ હીરપ્રશ્નના પાઠને ફલિતાર્થ છે,
૯ પ્રશ્ન—લૌકિક પંચાંગમાં અમાવાસ્યા કે પૂર્ણિમાની વૃદ્ધિ હોય ત્યારે તે પર્વનન્તર પર્વતિથિની આરાધના કેવી રીતે કરવી? પૂર્ણિમા કે અમાવાસ્યાની વૃદ્ધિએ તેરશની વૃદ્ધિ
ઉત્તર–લૌકિક પંચાંગમાં અમાવાસ્યા કે પૂર્ણિમાની વૃદ્ધિ આવે ત્યારે પરંપરારૂઢ ઉમાસ્વાતિ મહારાજના “ વ તથા ” આ પ્રષને અનુસારે બીજી પૂણિમા આરાધવા માટે અને સાન્તર દોષ ટાળવા માટે પરંપરા આગમને અનુસાર અમાવાસ્યા કે પૂર્ણિમાની વૃદ્ધિએ અપર્વરૂપ તેરશની વૃદ્ધિ કરવામાં આવે છે.