Book Title: Parv Tithi Kshay Vruddhi Prashnottar Vichar
Author(s): Kalahansvijay
Publisher: Bhogilal Sakarchand Sheth

View full book text
Previous | Next

Page 17
________________ ( ૧૭ ) ઉત્તર–પ્રતિભાધારી શ્રાવક કે શ્રાવિકા ચોથી પ્રતિમાથી ચાર પર્વના પૌષધ કરે તે મુખ્યવૃત્તિએ પખી અને પૂણિમાને ચઉવિહાર છઠ્ઠ જ કરવો જોઈએ. જે કદિ સર્વથા શકિત ન હોય તે પખીના ઉપવાસ ઉપર પૂણિમા(કે અમાવાસ્યા)એ આયંબિલ અથવા નીવો કરે એવા અક્ષર સમાચારી ગ્રંથમાં છે, પણ એકાસણું કરવાનું શાસ્ત્રમાં દીઠું નથી. અર્થ સાથે ઉપર આપેલ સમાચારગ્રંથનો પાઠ અને સેનપ્રશ્નના પાઠ ઉપરથી એમ સિધ્ધ થાય છે કે–ચતુર્દશી અને અમાવાસ્યા કે પૂર્ણિમાની આરાધના ચતુર્દશીની અનન્તર જ થવી જોઈએ. તિષના નિયમ મુજબ ચતુર્દશી પછી અનંતર અમાવાસ્યા કે પૂણિમા આવે છે, તેથી ચતુર્દશી પછી અમાવાસ્યા કે પૂણિમાની આરાધનાનું અનન્તરપાળું સિદ્ધ થાય છે. આચાર્ય શ્રી વિજયસેનસૂરીશ્વરજી મહારાજ ચતુર્દશી અને પૂણિમાની આરાધનાનું અનંતરપણું કાયમ રાખવા માટે પ્રશ્નના ઉત્તરમાં સમાચારી ગ્રંથનો પાઠ આપીને છઠ્ઠ તપ કરવાની શક્તિના અભાવે પાક્ષિકને ઉપવાસ કરી પિષધ કરીને પૂણિમાને દિવસે આયંબિલ કે નવી કરીને પૈષધ કરવાનું જણાવે છે. એ બન્ને પર્વની અનન્તર આરાધના માટે શક્તિના અભાવે શાસ્ત્રકારે એ તપનો ફેરફાર કર્યો, પણ આરાધનાના દિવસને ફેરફાર કર્યો નથી એ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે તેથી સમાચારીના પાઠને અનુસારે લોકિક પંચાંગમાં બે અમાવાસ્યા કે બે પૂર્ણિમા આવે ત્યારે ચતુર્દશી અને અમાવાસ્યા કે પૂણિમાની અનંતર આરાધના કાયમ રાખવા માટે પૂર્વાચાર્યોએ પંચાંગની ઔદયિક ચતુર્દશીને બીજી તેરશરૂપ ગણું પંચાંગની પ્રથમ પૂણિમાના દિવસે લેકેત્તર દયિક ચતુર્દશી સ્થાપીને પાક્ષિક કૃત્ય કરવાનું અને તેના બીજે દિવસે અમાવાસ્યા કે પૂણિમાની આરાધના

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32