________________
( ૧૮ ) કરવાનું જણાવે છે તેથી જ અમાવાસ્યા કે પૂર્ણિમાની વૃદ્ધિએ બે તેરશ કરવામાં આવે છે. જે અમાવાસ્યા કે પૂણિમાની વૃદ્ધિમાં પંચાંગની ઔદયિક ચતુર્દશીએ પાક્ષિકની આરાધના કરીએ અને બીજી અમાવાસ્યા કે પૂણિમાએ તે અમાવાસ્યા કે પૂણિમા પર્વતિથિની આરાધના કરવામાં આવે તે ચતુદંશી અને અમાવાસ્યા કે પૂણિમાં પ્રધાન પર્વતિથિ આરાધનાનું અનન્તરપણું રહેતું નથી. પર્વતિથિની વૃદ્ધિ માનવાથી ઉસૂત્રપણનો દોષ તેમજ બે પર્વ કહીને એક પર્વની આરાધના કરવાથી યથાવાદીપણું પણ રહેતું નથી; એટલા માટે જ અમાવાસ્યા કે પૂર્ણિમાની વૃધ્ધિમાં પંચાંગની ઔદયિક ચતુર્દશીને બીજી તેરશરૂપ ગણું પ્રથમ અમાવાસ્યા કે પૂણિમાના દિવસે લેકેત્તર ઔદયિક ચતુર્દશી સ્થાપીને પાક્ષિક કૃત્ય કરવામાં આવે છે.
૧૦ પ્રશ્ન–સાંવત્સરિક પર્વની આરાધના કયારે કરવી? ઉત્તર–કલ્પસૂત્રની સમાચારોમાં સ્પષ્ટ કહ્યું છે કે –
तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे वासाणं सवीसइराए मासे विइक्कंते वासावासं पढोसवेइ तहाणं अम्हे वि वासाणं सवीसइराए मासे विइक्कते वासावासं पोसवेमो, अंतरावियसे कप्पइ, नो से कप्पइ तं रयणिं उवाइणा वित्तए।
અર્થ–તે કાલે તે સમયે વર્ષાઋતુનો એક માસનેવિસ રાત્રિ વ્યતીત થયે છતે શ્રમણ ભગવાન મહાવીર પ્રભુએ વર્ષવાસ કર્યો એટલે સાંવત્સરિક પર્વ કર્યું તેથી અમે પણ વર્ષોહતને એક માસ ને વશ રાત્રિ વિતી ગયે છતે વર્ષાવાસ કરીએ છીએ, અને કારણ હોય તે તે પહેલાં પણ વર્ષાવાસ