________________
( ૨૦ )
પર્વતિથિની સાચી આરાધના આત્મકલ્યાણને અનુપમ માર્ગ હેવાથી વિદ્વાન સાધુઓને તે મહત્વનો વિષય લાગે છે. તે માટે જુએ શ્રાધ્ધવિધિમાં આપેલ આગમનો પાઠ, પત્રાંક ૧૫૩___ भयवं बीअपमुहासु पंचसु तिहीसु विहिरं धम्माणुष्ठाणं किं फलं होइ ? प्रश्न. उत्तर-गोयमा ! बहुफलं होइ । जम्हा एआसु तिहीसु पाएणं जीवो परभवाउअं समजिणइ, तम्हा तवो विहाणाइ धम्माणुट्ठाणं कायव्वं, जम्हा सुहाउअं समजिणइति ।" आयुषि बद्धे तु दृढधर्माराधनेऽपि बद्धायुर्न टलति॥
અર્થ –હે ભગવન ! બીજ પ્રમુખ પાંચ તિથિને વિષે કરેલ ધમનુષ્ઠાનનું શું ફલ થાય? ઉત્તર–હે ગતમ! ઘણું ફલ થાય, કારણ કે આ તિથિઓને વિષે પ્રાયઃ ઘણું કરીને જીવ પરભવનું આયુષ્ય બાંધે છે, તેથી તપોવિધાનાદિ ધર્માનુષ્ઠાન અવશ્ય કરવું જેથી શુભ આયુષ્ય બંધાય. અશુભ આયુષ્ય બંધાયા પછી મજબૂત રીતે ધર્મની આરાધના કરે તો પણ બાંધેલ આયુષ્ય ત્રુટતું નથી. ઉપર આપેલ ભગવતીસૂત્રના પાઠ ઉપરથી વાંચકવર્ગને સમજાશે કે પર્વતિથિની ચર્ચા કેટલું મહત્વનો વિષય છે.
૧૭ પ્રશ્ન––જેને માટે આગમમાં વિધિ કે પ્રતિષેધ ન હોય અને જે પરંપરા કઈ સદીઓથી ચાલતી હોય તે પરંપરાને ગીતા પિતાની મતિકલ્પનાથી દૂષિત કરે?
ઉત્તર––જે પરંપરા કઈ સદીઓથી ચાલતી હોય અને જેને માટે આગમમાં વિધિ કે નિષેધ ન જણાતું હોય તેવી પરંપરાને પણ ગીતાર્થો પોતાની મતિકલ્પનાથી દૂષિત ઠરાવીને તડે નહિ. તેને માટે જુઓ શ્રી શાન્તિસૂરીશ્વરજીકૃત ધર્મરત્નપ્રકરણનો પાઠ, પત્રાંક ૨૬૪.