Book Title: Parv Tithi Kshay Vruddhi Prashnottar Vichar
Author(s): Kalahansvijay
Publisher: Bhogilal Sakarchand Sheth

View full book text
Previous | Next

Page 31
________________ ( ૩ ) શ્રી આનંદઘનજી મહારાજ ફરમાવે છે કે–આ વિશ્વમાં સૂત્રોમાં ફરમાવ્યા પ્રમાણે ઉપદેશ કરવા સિવાય બીજે કઈ ઉત્તમ ધર્મ નથી. સૂત્ર એ દીવાદાંડી સદશ છે. જેમ દીવાદાંડી સમુદ્રમાં અટવાયેલા જહાજને કિનારા પર લાવવામાં સહાયક બને છે તેવી રીતે આગમશાસ્ત્રો જીવન–નૌકાને ભવ–સમુદ્રમાંથી તીરે ખેંચી લાવવા સમર્થ બને છે; એટલે કે જે ભવ્ય પ્રાણીઓ તીર્થકર ભગવંતોએ ઉપદેશેલ અને ગણધર મહારાએ ગૂંથેલા સૂત્રે પ્રમાણે ક્રિયા કરે છે અને ખરેખરું ચારિત્ર પાળે છે તે જ ખરેખરા સંયમવંત છે–તેને જ મેક્ષમાર્ગના સાચા પથિક જાણવા. નાગપુરી તપાગચ્છીય શ્રી રત્નશેખરસૂરિજી “સંબોધસત્તરી ”ની પાંત્રીશમી ગાથામાં જણાવે છે કે आगमं आयरंतेणं, अत्तणो हियकंखियो । तित्थनाहो गुरु धम्मा, सव्वे ते बहुमनिया ॥ આત્મ-કલ્યાણથી પુરુષે આગમના રહસ્યનું આચરણ કરવાપૂર્વક તીર્થકર શ્રી અરિહંત ભગવંત, સદ્દગુરુ અને કેવળી–ભાષિત ધર્મ એ સર્વનું અત્યંત આદરપૂર્વક બહુમાન કરવું, તેને અંગીકાર કર. અત્યંત વિષમ એવા આ દુષમકાળમાં-કલિકાળમાં શ્રી જિનાગમે જ પરમાલંબનભૂત છે. જિનાગમ ન હતા તે અનાથ એવા આપણી શી દશા થાત? માટે પરમ પુણ્યદયે પ્રાપ્ત થયેલ પંચાંગીને માન્ય રાખી શાસ્ત્રવિહિત આચરણ કરવું એ જ ભવભીરુ પ્રાણી માટે ઉચિત છે. આ જ હકીકત કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે સ્વરચિત શ્રી વીતરાગ તેત્રના આગણુશમાં પ્રકાશમાં સ્પષ્ટરૂપે કરવું અતિ પછી દિશા છે. જિનાએ કલિકાળા

Loading...

Page Navigation
1 ... 29 30 31 32