________________
( ૨૦ ) ઉત્તર–લૌકિક ટિપ્પણમાં બે પૂર્ણિમા હોય ત્યારે ચતુદશીએ જ પાક્ષિક પ્રતિકમણ કરવું, આ માન્યતા ખરતરગચ્છની છે; તપાગચ્છની નથી. ખરતરગુચ્છવાળા ટિપ્પણામાં પર્વતિથિની વૃદ્ધિ હોય ત્યારે પહેલી તિથિ ગ્રહણ કરે છે, બીજી તિથિ માનતા નથી; તેથી ચતુર્દશીએ જ પાક્ષિક પ્રતિક્રમણ કરે છે એટલે તેમની ચતુર્દશી અને પૂર્ણિમાની અનંતર આરાધના કાયમ રહે છે. તપાગચ્છવાળા શ્રી ઉમાસ્વાતિના પ્રઘાષાનુસાર વૃદ્ધિમાં બીજી તિથિ ગ્રહણ કરે છે તેથી ચતુર્દશી અને પૂર્ણિમાની અનંતર આરાધના કાયમ રાખવા માટે જ પંચાંગની પ્રથમ પૂર્ણિમાએ ઔદયિક ચતુર્દશી સ્થાપીને પાક્ષિક કૃત્ય કરે છે. તપાગચ્છની આ માન્યતાનું ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજીએ પિતાના ઉસૂત્રોદ્ઘટ્ટનકુલકમાં સારી રીતે સુમર્થન કર્યું છે, ખરતરગચ્છીય આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિજીના પ્રશિષ્ય વાચનાચાર્ય શ્રી ગુણવિનયગણિએ પણ વિ. સં. ૧૬૫માં બનાવેલ ઉસૂત્રખંડન ગ્રંથમાં પણ આ બાબતનો નિર્દેશ કર્યો છે. જુઓ તે પાઠ–અન્ય વૃદ્ધો (પૂર્વતિથૌ ) gif શિરે ૩ વિં? આગળ છઠ્ઠી લીટીમાં તેઓશ્રી સ્પષ્ટ લખે છે કેचतुर्दश्यां पौषधोपवासादिधर्मकृत्यानि पाक्षिकप्रतिक्रमणं च निषेध्य प्रथमअमावस्यां प्रथमपूर्णिमायां च પક્ષિતિમવિજur,–ઉસૂત્ર ખંડનગ્રંથ, પાનું ૨૦ મું.
૨૪ પ્રશ્ન—લૌકિક ટિપ્પણમાં અમાવાસ્યા કે પૂર્ણિમાને ક્ષય હોય તો પાક્ષિક પ્રતિકમણ ચતુર્દશીએ જ કરવું, આ માન્યતા કયા ગચ્છની છે ?
ઉત્તર–લૌકિક ટિપ્પણામાં અમાવાસ્યા કે પૂર્ણિમાનો ક્ષય હોય તો ચતુર્દશીએ જ પાક્ષિક કૃત્ય કરવું. આ માન્યતા ખરતરગચ્છની છે; તપાગચ્છની નથી. તપાગચ્છવાળા તે પિતાની સમાચાર મુજબ અમાવાસ્યા કે પૂર્ણિમાનો ક્ષય હોય.