Book Title: Parv Tithi Kshay Vruddhi Prashnottar Vichar
Author(s): Kalahansvijay
Publisher: Bhogilal Sakarchand Sheth
Catalog link: https://jainqq.org/explore/032010/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર અને ગ્રંથના પુરાવા સહિત V શિક્ષવારિક વિવાર છે / .. પતિ L લેખક આચાર્ય શ્રી વિજય મહેન્દ્રસૂરિવરના - શિષ્યરત્ન કા મુનિરાજશ્રી કલહંસવિજયજી પ્રકાશક શે. ભોગીલાલ સાકરચંદ અમદાવાદ વીર સં. ૨૪૭૧ સત્ય સં. ૨૪૬ સિં. ૨૦૦૧ Page #2 -------------------------------------------------------------------------- ________________ મુદ્રક-શેઠ ગુલાબચંદ જેવચંદ કંડલાકર આનંદ પ્રેસ-ભાવનગર. - - Page #3 -------------------------------------------------------------------------- ________________ प्राक्कथन વિક્રમસંવત ૧૯ર ની સાલમાં ચંડાશુગંડુ જોધપુરી પંચાંગમાં ભાદ્રપદ શુક્લ પંચમી બે હતી ત્યારે સાંવત્સરિક પર્વ ક્યારે કરવું ? એ સંબંધી પેપરમાં ઘણે ઊહાપોહ થયે. નવા પંથવાળાએ તે આગ્રહને વશ થઈ પહેલી ચેાથની સંવછરી કરી અને શાસનપક્ષે આગમ અને પરંપરાને અનુસારે બીજી ચોથનું સંવછરી પર્વ કર્યું કેમ કે આચાર્યશ્રી કાલિકસૂરીશ્વરજી મહારાજે શાલિવાહન રાજાના કહેવાથી કલ્પસૂત્રની સામાચારીના આધારે પંચમીથી એક દિવસ પહેલા સંવછરી કરી એટલે ટીપણામાં બે પાંચમ હોય ત્યારે બીજી ચેાથે જ સંવછરી પર્વ થાય. પંચમીથી એક દિવસ પહેલાં સંઘરી પર્વ કરવું જોઈએ એમ રાજશેખરસૂરિજીના ચતુર્વિશતિ પ્રબંધ ઉપરથી પણ સિદ્ધ થાય છે. ૧૯૯૨ની સાલથી નવા પંથવાળા શાસન પક્ષથી જુદા પડ્યા અને પર્વતિથિની ક્ષયવૃદ્ધિ માનતા થયા. પર્વતિથિની ક્ષયવૃદ્ધિ માનવી કે મનાવવી એ આગમ અને પરંપરાથી વિરુદ્ધ છે. નવા પંથવાળા પિતાની માન્યતાને જનતામાં જોરશોરથી પ્રચાર કરે છે તેથી લોકો સત્ય વસ્તુને ઓળખે અને ઉન્માર્ગે ન દેરાય તે માટે આ લઘુ પુસ્તિકા પ્રશ્નોત્તરરૂપે લખવામાં આવેલ છે. Page #4 -------------------------------------------------------------------------- ________________ નવા પંથની માન્યતા દર્શનમોહનીય કર્મના ઉદયથી નવા પંથવાળાને સૂત્ર અને પરંપરાની વાત ચતી નથી, તેથી તેઓ કહે છે કે–આપણું જન પંચાંગે ઘણુ સદીથી વિચછેદ ગયા છે માટે લૌકિક પંચાંગ પ્રમાણે જ માનવું તેથી તેઓ પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ કરે છે અને પુનમને ક્ષય હોય તે ચૌદશ–પુનમ ભેગી માને છે અને પૂર્ણિમાની વૃદ્ધિમાં સાન્તર ચૌદશ-પુનમ માને છે. શાસનપક્ષની માન્યતા શાસનપક્ષ જેને પંચાંગના અભાવે સૂર્યપ્રજ્ઞસિ સૂત્ર, ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્ર, તિષકરંડક સૂત્ર અને પૂર્વાચાર્યોની પરંપરાને અનુસારે લૌકિક ચંડાશુગંડુ પંચાંગમાં પર્વતિથિની ક્ષય કે વૃદ્ધિ આવે તે તેના બદલે અપર્વતિથિની ક્ષય કે વૃદ્ધિ કરે. છે. પુનમ અને અમાવાસ્યાની ક્ષય કે વૃદ્ધિએ તેરસની ક્ષય વૃદ્ધિ કરે છે, પણ પર્વતિથિની ક્ષય કે વૃદ્ધિ માનતા નથી. વિક્રમ સંવત ૧૨ ના ભાદરવા વદિ અમાવાસ્યા સુધી તે નવા પંથવાળા પણ આ પ્રમાણે જ માનતા હતા, પણ પછીથી જુદા પડ્યા. વિચિત્ર વર્મri ગતિ: | મુનિ શ્રી કલહંસવિજય Page #5 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર અને ગ્રંથના પ્રમાણ યુક્ત પતિથિક્ષયવૃદ્ધિશ્નોત્તરવચાર ૧ પ્રશ્ન—જનાગમમાં તિથિની ઉત્પત્તિ કેાનાથી માનેલ છે અને તેનુ પ્રમાણ કેટલું ? ઉત્તર—સૂર્યપ્રગતિ ઉપાંગસૂત્રટીકા અને જ્યાતિષકર ડક પયન્નાસૂત્રની અંદર તિથિની ઉત્પત્તિ ચંદ્રથી કહેલ છે અને તેનું પ્રમાણ પ૯ ઘડી અને એક મુહૂર્તના સૂર ભાગ જેટલુ જ ઉત્કૃષ્ટ તિથિનું પ્રમાણુ કહેલ છે, તેથી એક તિથિ એ સૂર્યોદયને સ્પર્શી શકતી નથી એટલે જ જનેા તિથિની વૃદ્ધિ માનતા નથી. જીએ સૂર્યપ્રજ્ઞસિટીકા, પત્ર ૧૪૯. अहोरात्रस्य द्वाषष्टिभागप्रविभक्तस्य ये एकषष्टिभागास्तावत्प्रमाणातिथिरिति, अथाहोरात्रस्त्रिंशन्मुहूर्त्त प्रमाणः सुप्रतीतः । तिथिस्तु किं मुहूर्त्त प्रमाणेति ? उच्यते, परिपूर्णा एकोनत्रिंशन्मुहूर्त्ता एकस्य च मुहूर्त्तस्य द्वात्रिंशत् द्वाषष्टिभागाः || એક અહારાત્રિના માસઠ ભાગ કરીએ, તેમાંથી એકસઠ ભાગ જેટલી તિથિ હોય છે અને અહેારાત્ર તેત્રીશ મુહૂર્તો પ્રમાણ છે પરંતુ તિથિનું પ્રમાણ કેટલું? તિથિનુ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણુ સંપૂર્ણ ર૯ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠીયા યાત્રીશ ભાગ ઉપર જાણવા. જુઓ તિષકડક સૂત્રને પાઠ, પત્ર દ૨. ___ यावन्मुहर्तप्रमाणा तिथिस्तावत्प्रमाणा तां प्रतिपादयन्तिअउणत्तीसं पुण्णा उ मुहुत्ता सोमतो तिही होइ ॥ भागा य उ बत्तीसं बावट्टिकरण छेएणं ॥गाथा १०५॥ टीका-सोमतः चन्द्रमस उपजायते तिथिः, सा च तत उपजायमाना एकोनत्रिंशत् परिपूर्णमुहूर्त्ता एकस्य च मुहूर्तस्य द्वापष्टिकृतेन छेदेन प्रविभक्तस्य सत्का द्वात्रिंशत् भागाः तथाहि-अहोरात्रस्य द्वापष्टिभागीकृतस्य सत्का ये एकषष्टिभागास्तावत्प्रमाणातिथिપ્રિત્યુત્તામ્ II ભાવાથ–ચંદ્રની ગતિથી તિથિ ઉત્પન્ન થાય છે. તે ઉત્પન્ન થતી તિથિ સંપૂર્ણ ર૯ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠીયા બત્રીશ ભાગ જેટલી જ હોય છે, એટલું જ સૂત્રમાં તિથિનું પ્રમાણ કહેલું છે તેથી તિથિની વૃદ્ધિ થઈ શકે નહિ. ૨ પ્રશ્ન—લોકિક વેદાંગ તિષમાં તિથિનું પ્રમાણ કેટલું? ઉત્તર–વેદાંગ જ્યોતિષમાં તિથિનું માપ ચંદ્રની ગતિ ઉપર આધાર રાખતું હોવાથી કેઈક વાર ચેપન ઘડીનું અને કઈ વાર છાસઠ ઘડનું હોય છે. તે તિથિ બે સૂર્યોદયને સ્પર્શી શકે છે તેથી લેકિક પંચાંગમાં તિથિની વૃદ્ધિ આવે છે.. ૩ પ્રશ્ન-જન સિદ્ધાન્ત પ્રમાણે તિથિને ક્ષય આવે છે? ઉત્તર–સૂર્યપ્રજ્ઞપ્તિ, તિષકરંડક સૂત્રાનુસાર તિથિનું Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણ અહોરાત્ર કરતાં થોડું હોવાથી બે મહિને એક તિથિને લય આવે છે. જુઓ સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર ટીકા, પત્ર ર૧૭. यत एकैकस्मिन् दिवसे एकैको द्वापष्टिभागोऽवमरात्र0 સળી રાતે તો દ્વાષા દિવસોમ(ક્ષય)रात्रो भवति, किमुक्तं भवति ?-दिवसे दिवसे अवमरात्रसत्कैकद्वाषष्टिभागवृद्धथा द्वाषष्टितमो भागः सञ्जायमानो द्वाषष्टितमदिवसे मूलत एव त्रिषष्टितमा तिथिः प्रवर्तते इति, एवं च सति य एकषष्टितमोऽहोरात्रस्तस्मिन्नेकषष्टितमा द्वाषष्टितमा च तिथिनिधनमुपगतेति द्वाषष्टितमा तिथिोके તતિ થવા દૂત છે ભાવાર્થ-એકેક દિવસે એક એક બાસઠમે ભાગ ક્ષય રાત્રિ સંબંધી પ્રાપ્ત થાય છે, તેથી બાસઠ દિવસે એક ક્ષયરાત્રિ થાય છે. કહેવાની મતલબ એ છે કે–દિવસે દિવસે ક્ષયરાત્રિ સંબંધી એક એક બાસઠીયા ભાગની વૃદ્ધિવડે બાસઠમે ભાગ ઉત્પન્ન થતાં બાસઠમા દિવસે મૂળથી જ ત્રેસઠમી તિથિ પ્રવર્તે છે, એ પ્રમાણે છતે એકસઠમે જે દિવસ તેમાં એકસઠમી અને બાસઠમી તિથિઓ પૂરી થાય તેથી બાસઠમી તિથિ લેકમાં ક્ષય પામેલી કહેવાય છે. ચત્ત: વર્ત તા - एकमि अहोरत्ते दोषि तिही नत्थ निहणमेजासु सोत्थ તિલ દિયા અર્થ કહ્યું છે કે–એક જ દિવસમાં બને તિથિઓ પૂરી થાય તો તે બીજી તિથિ ક્ષય પામે છે. ૪ પ્રશ્ન–જૈન સિદ્ધાન્તાનુસાર તિષના ગણિત Page #8 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) પ્રમાણે પતિથિને પણુ ક્ષય આવે છે અને લૈાકિક પંચાંગમાં તે પતિથિની ક્ષયવૃદ્ધિ અને આવે છે તે મનાય કે નહિ ? ઉત્તર-જૈન સિધ્ધાન્ત પ્રમાણે પતિથિના પણ ય આવે છે અને લાકિક પંચાંગમાં તા ક્ષયવૃદ્ધિ અને આવે છે, પરંતુ ભગવતીસૂત્રમાં અષ્ટમી, ચતુર્દશી, અમાવાસ્યા અને પૂર્ણિમાને પ્રધાન પર્વતિથિએ કહેલી છે. જીએ ભગવતી સૂત્રના પાઠ, શ. ૨, ૭. ૫, પત્ર ૧૩૪. · बहूहिं सीलव्त्रयगुणवेरमणपश्चक्खाणपासहोवना से हिं, चाउदसमुद्दिट्ठपुण्णमासिणीसु पडिपुत्रं पोसहं सम्मं अणुપાસેમાળે, ટીજા– ‘દિ’ ચાહ્િ સીઝવ્રતાનિ શુ व्रतानि गुणा - गुणव्रतानि विरमणानि - औचित्येन रागादि निवृत्तयः प्रत्याख्यानानि पौरुप्यादीनि पौषधं - पर्वदिनानुष्ठानं तत्रोपवासः - अवस्थानं पौषधोपवासः, पौषधं च यदा यथाविधं च ते कुर्वन्तो विहरन्ति तद्दर्शयन्नाह - ' चाउदसे' त्यादि इहोद्दिष्टा - अमावस्या 'पडिपुन्नं पोसहं'ति आहारादिभेदात् चतुर्विधमपि सर्वतः ॥ ભાવાર્થ—તુ ગિયા નગરીને વિષે ઋદ્ધિમાન્ ઘણા શ્રાવકે વસે છે. તેઓ અણુવ્રત, ગુણુવ્રત, ઉચિતતાવડે રાગાદિકને ત્યાગ, પૈારુષી આઢિ પચ્ચખાણ અને પર્વના દ્વિવસે કરવા ચેાગ્ય અનુષ્ઠાનવડે અષ્ટમી, ચતુર્દશી, અમાવાસ્યા અને પૂર્ણિમાના દિવસે સર્વથી આહાર-શરીરસત્કાર-બ્રહ્મચર્ય - અવ્યાપારરૂપ ચારે પ્રકારના પૈાષધનું સમ્યક્ પ્રકારે પાલન કરતાં વિચરે છે. આ ચારિત્રતિથિએ કહેવાય છે. ઉપરાક્ત ,, Page #9 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) તિથિના દિવસે શ્રાવકાને વૈષધવ્રત કરવાનુ કહ્યું છે, અને સાધુએ તે ચારિત્રવત છે તેથી તપ કરવાનુ કહ્યું છે. એ તિથિના દિવસે તપ ન કરે તે વ્યવહારભાષ્યમાં પ્રાયશ્ચિત કહેલુ છે. એ વ્યવહારભાષ્ય ટીકાના પાડે · अष्टम्यां पाक्षिके चतुर्थं न करोति तदा मासलघु ( पुरिमनुं ) मासगुरु ( एकाशनकं ) चातुर्मासके सांवत्सरिके षष्ठ अष्टमं न करोति तदा चतुर्मासलघु (आचाम्लं) चतुर्मासगुरु ( ઉપવાસ ) પ્રાયશ્ચિત્ત અ-આઠમ અને ચેાદશે ઉપવાસ ન કરે તે પુરિમુદ્ર અને એકાસણાનુ પ્રાયશ્ચિત્ત આવે અને ચઉમાસી તથા સવચ્છરીને છઠ્ઠું અક્રમ ન કરે તે ચાર લઘુમાસ અને ચાર ગુરુમાસનું પ્રાયશ્ચિત્ત આવે. તપાગચ્છની બૃહત્સમાચારીમાં પતિથિની ક્ષય કે વૃદ્ધિ માનવાનો સ્પષ્ટ નિષેધ કરેલ છે. જુએ તે પાટ— अट्टमी चाउदसी उछिट्ठा पुण्णिमाइसु || पव्त्रतिहिसु खयबुड्डि न हवाइ इह वयणा उ ॥ १ ॥ અ --આઠમ, ચૌદશ, અમાવાસ્યા અને પૂર્ણિમા પર્વતિથિને વિષે ક્ષય કે વૃદ્ધિ થાય નહિ. આ પતિથિને ક્ષય આવે તે પૂર્વની અપતિથિને ક્ષય કરવા. જુઓ તે પાઠ—— जइ पव्वतिहिखओ तह कायव्त्रो पुव्त्रतिहिए । एवमागमवयणं कहियं तेल्लुकना हेहिं ॥ १ ॥ बीया पंचमी अट्ठमी Page #10 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) एकारसी. चाउद्दसीय ॥ तासं खओ पुव्वतिहिओ अमावसाए રિ તેર ૨છે. અર્થ–-જે પંચાંગમાં પર્વતિથિને ક્ષય હોય તે તેના પૂર્વની અપર્વતિથિને ક્ષય કરે એમ લોક્યનાથકથિત આગમ વચન છે. બીજ, પાંચમ, આઠમ, એકાદશી, ચૌદશ એ તિથિઓને ક્ષય હોય તે તેના પૂર્વની તિથિનો ક્ષય થાય અને અમાવાસ્યાનો ક્ષય હોય તે તેરસને ક્ષય કરે. બીજુ વાચકવર્ય ઉમાસ્વાતિ મહારાજને પ્રૉષ પૂર્વ તિથિઃ વીર્ય વૃદ્ધો શા તથા પણ ક્ષય વૃદ્ધિ માનવાને નિષેધ કરે છે. ઉપરોક્ત પાઠે ઉપરથી એમ સિદ્ધ થાય છે કે–પર્વતિથિની ક્ષય કે વૃદ્ધિ માની શકાય નહિ. ૫ પ્રશ્ન-લૌકિક પંચાંગમાં પર્વ કે પર્વનન્તર પર્વ (ચૌદશ પછી અમાવાસ્યા કે પૂર્ણિમા આવે તે) તિથિની ક્ષય કે વૃદ્ધિ આવે તે કઈ તિથિને પર્વતિથિ કહેવી અને માનવી? ઉત્તર–શ્રાદ્ધવિધિગ્રંથમાં પર્વ કૃત્યના અધિકારમાં આચાર્યશ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજ વાચકવર્ય ઉમાસ્વાતિ મહારાજના પ્રૉષનો પાઠ કે પૂર્વ તિથિ: રા વૃદ્ધ જળ તોરાત આપીને જણાવે છે કે-લૌકિક પંચાંગમાં પર્વતિથિને ક્ષય આવે તે તેની પૂર્વતિથિમાં ક્ષય પામેલ પર્વતિથિ સ્થાપીને તેની આરાધના કરવી. જેમકે પંચાંગમાં અષ્ટમીને ક્ષય આવે તે ઔદયિક સાતમે આઠમ સ્થાપીને અષ્ટમીની આરાધના કરવી અર્થાત્ સાતમને ક્ષય કરી તે આરાધ્ય તિથિને આઠમ કહેવી અને માનવી. પંચાંગમાં પર્વતિથિની વૃદ્ધિ આવે તે સત્તા એટલે Page #11 -------------------------------------------------------------------------- ________________ કવિ સોહલા આ ( ૧૧ ). બીજી તિથિને યતિથિ કહેવી અને આરાધવી. જુઓ કલ્પસૂત્ર સમાચારી ટીકાને પાઠ અથા તુવૃદ્ધો મા चतुर्दशीमवगणय्य द्वितीयायां चतुर्दश्यां पाक्षिक कृत्य ચિત્તે કલ્પસૂત્ર સુબાધિકા ટીકા, પત્રાંક ૨૦૬. અર્થ–પંચાંગમાં બે ચતુર્દશી આવે તે પહેલી ચૌદશની અવગણના કરીને બીજી ચતુર્દશીએ પાક્ષિક કૃત્ય કરાય છે. આ પાઠમાં ટીકાકારે પ્રથમ ચતુર્દશીને માટે અવશ્ય સંબધક ભૂતકૃદંત મૂકેલ છે તે ખાસ અર્થસૂચક છે. “અવગણ' શબ્દને અર્થ શબ્દકોષમાં “અપમાન–અવજ્ઞા–તિરસ્કાર–પરાભવ” અર્થ કરેલ છે એટલે પ્રથમ ચતુર્દશીને ચૌદશ ન કહેવી, પણ અપતિથિ. તરીકે બીજી તેરસ કહેવી અને માનવી એમ સિદ્ધ થાય છે. જે ટીપણાની પહેલી ચૌદશને લેકોત્તર દષ્ટિએ ચૌદશ કહેવાતી હોય તો ટીકાકાર મહારાજા ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી ગણિવર્ય પ્રથમ ચતુર્દશીને માટે ચિંચ કે એન્જિા શબ્દ છોડીને અવUTચ્ચ શબ્દ ન વાપરત. એ પ્રમાણે બીજી પર્વ તિથિઓની વૃદ્ધિને માટે પણ સમજવું. આ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે-ભીંતીયા જૈન પંચાંગેમાં આઠમના ક્ષયે સાતમને ક્ષય અને ચૌદશની વૃદ્ધિએ બે તેરસ લખવામાં આવે છે તે સૂત્ર અને પરંપરાસિદ્ધ છે, એમ સમજવું ૬ પ્રશ્ન–શ્રાદ્ધવિધિ ગ્રંથમાં આપેલ વાચક ઉમાસ્વાતિ મહારાજના પ્રૉષના બને ચરણ શું તેમના રચેલ છે ? ઉત્તર–આ પ્રષિમાં રજા પદ બે વાર આવે છે તેથી પ્રપના બંને ચરણને એક જ કર્તાના માનીએ તે પુનરુક્તિ દોષ આવે છે. ઉમાસ્વાતિ મહારાજે તત્ત્વાર્થ સૂત્રની રચના કરી છે તેમાં. Page #12 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) કાઈ સૂત્રની અંદર પુનરુક્તિ દોષ દેખાતા નથી અને આવા -સામાન્ય એ ચરણમાં પુનરુકિત દોષ મૂકે એ વાત અસભવિત લાગે છે, તેથી અમારું એમ માનવુ છે કે—ક્ષયે પૂર્વી - તિથિ: હાર્યો આ પ્રથમ ચરણ તે ઉમાસ્વાતિ મહારાજનુ જ રચેલ છે; બીજા ચરણને માટે સંશય છે. તે ચરણુ સદ્ધાન્તિક ટિપ્પણના અભાવે પાછલથી લૌકિક પંચાંગમાં આવતી વૃદ્ધિ તિથિની વ્યવસ્થા માટે પૂર્વાચાર્યે રચેલું લાગે છે. આ પ્રધાષ પૂર્વપર પરાથી આવેલ હાઇને પૂર્વાચાર્યએ માનેલ છે અને અમે પણ માનીએ છીએ. ૭ પ્રશ્ન–સદ્ધાન્તિક ટિપ્પણને અભાવ કયારથી થએલ માને છે ? ઉત્તર--ઉમાસ્વાતિ મહારાજના સમયમાં તે જૈન ટિપ્પણુ હાવું જ જોઈએ, કેમકે તેઓ પૂર્વધર હતા. તેમને માટે ગ્રન્થાન્તરમાં વારા: પૂવિ વિશેષણ આપેલ છે. તેમના શિષ્ય શ્યામાચાર્ય મહારાજે પ્રજ્ઞાપનાસૂત્રની રચના કરેલ છે અને દશ પૂર્વધરનું રચેલ હોય તે જ સૂત્રરૂપે મનાય છે, તે દશ પૂર્વધરના સમયમાં સૈદ્ધાન્તિક ટિપ્પણ ન હોય એ વાત માની શકાય એવી નથી. ૧૪મી સઢીમાં થએલ જિનપ્રભસૂરિજીના પહેલાથી જ સૈદ્ધાન્તિક ટિપ્પણને અભાવ થયે હાય એમ તેમના લખેલા “ વિધિપ્રપા ” ગ્રંથથી સ્પષ્ટ જાણી શકાય છે. એટલે ઉમાસ્વાતિ પછી કેટલાક કાળે સૈદ્ધાન્તિક ટિપ્પણના અભાવ થયેા હાય એમ અમારું માનવુ છે. ૮ પ્રશ્ન—લૌકિક પંચાંગમાં ચતુર્દશી પર્ઝનન્તર અમાવાસ્યા કે પૂર્ણિમાને ક્ષય આવે તે તે પર્વની આરાધના કયારે કરવી ? Page #13 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩) પૂર્ણિમા કે અમાવાસ્યાના ક્ષયમાં તેરશના ક્ષય ઉત્તર—લૌકિક પંચાંગમાં અમાવાસ્યા કે પૂર્ણિમા પર્વતિથિના ક્ષય આવે તેા પૂર્વી તિથિ: હાર્જ એ પ્રઘાષને અનુસારૂં પંચાંગની યાદશીએ લેકેત્તર ઔયિક ચતુર્દશી સ્થાપીને પાક્ષિક કૃત્ય કરવું અને લૌકિક ચતુર્દશીએ ક્ષય પામેલ અમાવાસ્યા કે પૂર્ણિમા સ્થાપીને તે પર્વની આરાધના કરવી. હીરપ્રશ્ન ગ્રંથ પણ ઉપરોકત કથનનુ સમર્થન કરે છે. જીએ હીરપ્રશ્ન પત્રાંક ૩૨ पंचमी तिथिखुटिता भवति तदा तत्तपः कस्यां तिथौ क्रियते, पूर्णिमायां च त्रुटितायां कुत्र इति प्रश्न अत्रोत्तरं पंचमी तिथिखुटिता भवति तदा तत्तपः पूर्वस्यां तिथौ क्रियते पूर्णिमायां च त्रुटितायां त्रयोदश । चतुर्दश्याः क्रियते, त्रयोदश्यां विस्मृतौ तु प्रतिपद्यपीति । અર્થ—જ્યારે પંચમીના ક્ષય હાય ત્યારે તે પચમી. તિથિને તપ લાકિક પંચાંગની કઈ તિથિએ કરાય ? અને પૂર્ણિમાને ક્ષય હોય ત્યારે તેને તપ કઈ તિથિએ કરવા ? એના ઉત્તર આપે છે–ટિપ્પણમાં પંચમીના ક્ષય હાય ત્યારે તે પંચમીના તપ પહેલાની તિથિ ચેાથના દિવસે કરવા, અને પૂર્ણિમાના તપ તેરશ-દશે કરવેા. અહિં ખાસ આચાર્યશ્રીએ સમમી વિભક્તિનુ દ્વિવચન વાપર્યું છે એ અર્થસૂચક છે, એટલે ટિપ્પણાની ત્રયેાદશીએ ઔયિક ચતુર્દશી સ્થાપીને પાકિ કૃત્ય કરવું અને ચતુર્દશીએ પૂર્ણિમા સ્થાપીને તે તપની આરાધના કરવી. એથી પૂર્ણિમાના ક્ષયમાં એતિથિ ફેરવવાનું સૂચવે છે એટલે પંચાંગની પૂર્ણિમા અને અમાવાસ્યાના Page #14 -------------------------------------------------------------------------- ________________ (૧૪ ) ક્ષયમાં તેરશને ક્ષય કરે. એ પ્રમાણે તેરશ કરવાનું ભૂલી ગયા હોય તે પડવાને દિવસે પણ પૂણિમાને તપ કરે. આ “અપિ” શબ્દને અર્થ છે. જેમાં પાંચમના ક્ષયે તે તપ ચોથે કરી શકાય છે, કેમ કે ચોથ અપર્વતિથિ છે પરંતુ પૂણિમાના ક્ષયે તે તપ ચિદશે કરી શકાતું નથી, કેમ કે ભગવતીસૂત્રમાં ચાદશ અને પૂર્ણિમાને પ્રધાન પર્વતિથિ માનેલ તેથી એ બને પર્વની આરાધના જુદી જ કરવી જોઈએ, ક્ષયમાં ભેગી થઈ શકે નહિ. જે પૂર્ણિમાના ક્ષયે તે તપ તેરશ કે પ્રતિપદાએ જ કરવાનો હોય તે ઉત્તરમાં આચાર્યશ્રીને એટલું જ કહેવાની જરૂર હતી કે–પૂણિમાને ક્ષય હોય તે તે તપ તેરશે કરો અને તેરશે ભૂલી ગયા હોય તે એકમના દિવસે પણ કરે, પરંતુ ત્રશાવતુઃ એમ સપ્તમી વિભક્તિનું દ્વિવચન વાપરવાની જરૂર નહોતી, છતાં દ્વિવચન મૂકયું છે એ ખાસ અર્થસૂચક છે. પૂર્ણિમાની આરાધના ચતુર્દશીની પછી જ હોય પણ પહેલાં હોઈ શકે નહિ, તેથી જ તેરશને ક્ષય કરો પડે છે એ હીરપ્રશ્નના પાઠને ફલિતાર્થ છે, ૯ પ્રશ્ન—લૌકિક પંચાંગમાં અમાવાસ્યા કે પૂર્ણિમાની વૃદ્ધિ હોય ત્યારે તે પર્વનન્તર પર્વતિથિની આરાધના કેવી રીતે કરવી? પૂર્ણિમા કે અમાવાસ્યાની વૃદ્ધિએ તેરશની વૃદ્ધિ ઉત્તર–લૌકિક પંચાંગમાં અમાવાસ્યા કે પૂર્ણિમાની વૃદ્ધિ આવે ત્યારે પરંપરારૂઢ ઉમાસ્વાતિ મહારાજના “ વ તથા ” આ પ્રષને અનુસારે બીજી પૂણિમા આરાધવા માટે અને સાન્તર દોષ ટાળવા માટે પરંપરા આગમને અનુસાર અમાવાસ્યા કે પૂર્ણિમાની વૃદ્ધિએ અપર્વરૂપ તેરશની વૃદ્ધિ કરવામાં આવે છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫ ) શંકા-પૂણિમાની વૃદ્ધિએ તેરશની વૃદ્ધિ કરવાથી પાક્ષિક કૃત્ય પાંચાંગની પ્રથમ પૂર્ણિમાએ કરવુ પડે અને તેમ કરવાથી ઔદયિક ચતુર્દશીના નિયમ રહેતા નથી તેથી શ્રાદ્ધવિધિકારે આપેલ ગાથાને અનુસારે આજ્ઞાભંગના દ્વેષ લાગે તેનુ’ કેમ ? ." સમાધાન-આરાધનમાં ઔદ્ધયિક તિથિ લેવી તેમાં કઈ પણ જાતના મતભેદ નથી. શ્રાદ્ધવિધિમાં કહ્યું છે કે “પ્રાત: પ્રત્યાખ્યાનનેાાં ચા તિથિ સ્થાત્ સ પ્રેમાળા ” પ્રત્યાખ્યાનના આરંભ વખતથી એટલે સૂર્યોદયથી તિથિની શરૂઆત જણાવે છે. પતિથિના આરંભ જેમ સૂર્યોદયથી થાય તેમ તે તિથિની સમાપ્તિ પણ બીજા સૂર્યોદયથી અન્ય તિથિની શરૂ-આત થાય ત્યારે જ થાય એટલે શ્રાદ્ધવિધિમાં પ્રતિપાદિત સૂર્યોદયને ઉત્સર્ગ માર્ગ તે તિથિમાં લાગુ પડે છે કે જે તિથિની અન્ય સૂદિય વખતે સમાપ્તિ હોય, પરંતુ પ કે પર્યાનન્તર તિથિની પંચાંગમાં ક્ષય કે વૃદ્ધિ હોય ત્યારે સૂર્યદયને ઉત્સગ માર્ગ અપવાદના વિષય અને છે. હીરપ્રશ્નમાં પૂર્ણિમાની વૃદ્ધિએ બીજી ઔદયિક તિથિ લેવાનું કહ્યું છે તે લૌકિક ઉદયવાળી છે, પણ લેાકેાત્તર ઉદયવાળી નથી તે પણ આરાધનાની અપેક્ષાએ લેાકેાત્તર ઉદયવાળી માનીને તેની આરાધના કરીએ છીએ. ચતુર્દશી અને પૂર્ણિમા એ બન્ને પ્રધાન પતિથિ છે તેથી તેની આરાધના અનન્તર જ થાય પશુ સાન્તર થઈ શકે નહિ. તે માટે જીએ સેનપ્રશ્ન અને આચારમય સમાચારીના પાઠ, પત્ર ૩. ' चतुष्प कृतसम्पूर्ण चतुर्विधपौषधः पूर्वोक्तानुष्ठानपरो मास चतुष्टयं यावत् पौषधप्रतिमां करोति द्वितीयोपवास शक्त्य - Page #16 -------------------------------------------------------------------------- ________________ ( 28 ) भावे तु आचाम्लं निर्विकृतिकं वा करोति ॥ अर्थ– अष्टमी, थतुर्दशी, अभावास्या, पूर्णिमा३य यार પ એ ચતુષ્પવીમાં ચારે પ્રકારના સંપૂર્ણ વૈષધ કરનાર છતા પહેલી ત્રણ પ્રતિમાવહનની ક્રિયામાં તત્પર એવા શ્રાવક ચાર મહિના સુધી પાષધ પ્રતિમા કરે, પાક્ષિકને ઉપવાસ કર્યા પછી ખીજે દિવસે અમાવાસ્યા કે પૂર્ણિમાએ ઉપવાસ કરવાની શક્તિ ન હાય તા આયંબિલ કે નીવી કરે. जीले थाह, सेनप्रश्न, पत्रां १०५– प्रतिमाघरश्रावकः श्राविका वा चतुर्थी प्रतिमात आरभ्य चतुष्पव पौषधं करोति तदा पाक्षिक पूर्णिमा षष्ठकरणाभावे पाक्षिकपौषधं विधायोपवासं करोति पूर्णिमायां चैकाशनं कृत्वा पौषधं करोति तत्शुध्यति न वा इति प्रश्नोत्तरं प्रतिमाधरः श्रावकः श्राविका वा चतुर्थीप्रतिमात आरभ्य चतुष्पव पौषधं करोति तदा मुख्यवृत्या पाक्षिकपूर्णिमयोश्चतुर्विधाहारषष्ठ एव कृतो युज्यते, कदाचिश्च यदि सर्वथा शक्तिर्न भवति तदा पूर्णिमायां आचाम्लं निर्विकृतिकं वा क्रियते एवंविधाक्षराणि समाचार ग्रन्थे सन्ति परमेकाशनं शास्त्रे दृष्टं नास्तीति ॥ અ-પ્રતિમાધારી શ્રાવક કે શ્રાવિકા ચેાથી પ્રતિમાથી ચારપવી પૌષધ કરે તે ૫ષ્મી અને પૂર્ણિમાને છઠ્ઠું ન થઈ શકે તે ૫ષ્મીને પૌષધ કરીને ઉપવાસ કરે અને પૂર્ણિમાના દિવસે એકાસણું કરીને પૌષધ કરે તે શુધ્ધ થાય કે કેમ ? Page #17 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭ ) ઉત્તર–પ્રતિભાધારી શ્રાવક કે શ્રાવિકા ચોથી પ્રતિમાથી ચાર પર્વના પૌષધ કરે તે મુખ્યવૃત્તિએ પખી અને પૂણિમાને ચઉવિહાર છઠ્ઠ જ કરવો જોઈએ. જે કદિ સર્વથા શકિત ન હોય તે પખીના ઉપવાસ ઉપર પૂણિમા(કે અમાવાસ્યા)એ આયંબિલ અથવા નીવો કરે એવા અક્ષર સમાચારી ગ્રંથમાં છે, પણ એકાસણું કરવાનું શાસ્ત્રમાં દીઠું નથી. અર્થ સાથે ઉપર આપેલ સમાચારગ્રંથનો પાઠ અને સેનપ્રશ્નના પાઠ ઉપરથી એમ સિધ્ધ થાય છે કે–ચતુર્દશી અને અમાવાસ્યા કે પૂર્ણિમાની આરાધના ચતુર્દશીની અનન્તર જ થવી જોઈએ. તિષના નિયમ મુજબ ચતુર્દશી પછી અનંતર અમાવાસ્યા કે પૂણિમા આવે છે, તેથી ચતુર્દશી પછી અમાવાસ્યા કે પૂણિમાની આરાધનાનું અનન્તરપાળું સિદ્ધ થાય છે. આચાર્ય શ્રી વિજયસેનસૂરીશ્વરજી મહારાજ ચતુર્દશી અને પૂણિમાની આરાધનાનું અનંતરપણું કાયમ રાખવા માટે પ્રશ્નના ઉત્તરમાં સમાચારી ગ્રંથનો પાઠ આપીને છઠ્ઠ તપ કરવાની શક્તિના અભાવે પાક્ષિકને ઉપવાસ કરી પિષધ કરીને પૂણિમાને દિવસે આયંબિલ કે નવી કરીને પૈષધ કરવાનું જણાવે છે. એ બન્ને પર્વની અનન્તર આરાધના માટે શક્તિના અભાવે શાસ્ત્રકારે એ તપનો ફેરફાર કર્યો, પણ આરાધનાના દિવસને ફેરફાર કર્યો નથી એ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે તેથી સમાચારીના પાઠને અનુસારે લોકિક પંચાંગમાં બે અમાવાસ્યા કે બે પૂર્ણિમા આવે ત્યારે ચતુર્દશી અને અમાવાસ્યા કે પૂણિમાની અનંતર આરાધના કાયમ રાખવા માટે પૂર્વાચાર્યોએ પંચાંગની ઔદયિક ચતુર્દશીને બીજી તેરશરૂપ ગણું પંચાંગની પ્રથમ પૂણિમાના દિવસે લેકેત્તર દયિક ચતુર્દશી સ્થાપીને પાક્ષિક કૃત્ય કરવાનું અને તેના બીજે દિવસે અમાવાસ્યા કે પૂણિમાની આરાધના Page #18 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) કરવાનું જણાવે છે તેથી જ અમાવાસ્યા કે પૂર્ણિમાની વૃદ્ધિએ બે તેરશ કરવામાં આવે છે. જે અમાવાસ્યા કે પૂણિમાની વૃદ્ધિમાં પંચાંગની ઔદયિક ચતુર્દશીએ પાક્ષિકની આરાધના કરીએ અને બીજી અમાવાસ્યા કે પૂણિમાએ તે અમાવાસ્યા કે પૂણિમા પર્વતિથિની આરાધના કરવામાં આવે તે ચતુદંશી અને અમાવાસ્યા કે પૂણિમાં પ્રધાન પર્વતિથિ આરાધનાનું અનન્તરપણું રહેતું નથી. પર્વતિથિની વૃદ્ધિ માનવાથી ઉસૂત્રપણનો દોષ તેમજ બે પર્વ કહીને એક પર્વની આરાધના કરવાથી યથાવાદીપણું પણ રહેતું નથી; એટલા માટે જ અમાવાસ્યા કે પૂર્ણિમાની વૃધ્ધિમાં પંચાંગની ઔદયિક ચતુર્દશીને બીજી તેરશરૂપ ગણું પ્રથમ અમાવાસ્યા કે પૂણિમાના દિવસે લેકેત્તર ઔદયિક ચતુર્દશી સ્થાપીને પાક્ષિક કૃત્ય કરવામાં આવે છે. ૧૦ પ્રશ્ન–સાંવત્સરિક પર્વની આરાધના કયારે કરવી? ઉત્તર–કલ્પસૂત્રની સમાચારોમાં સ્પષ્ટ કહ્યું છે કે – तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे वासाणं सवीसइराए मासे विइक्कंते वासावासं पढोसवेइ तहाणं अम्हे वि वासाणं सवीसइराए मासे विइक्कते वासावासं पोसवेमो, अंतरावियसे कप्पइ, नो से कप्पइ तं रयणिं उवाइणा वित्तए। અર્થ–તે કાલે તે સમયે વર્ષાઋતુનો એક માસનેવિસ રાત્રિ વ્યતીત થયે છતે શ્રમણ ભગવાન મહાવીર પ્રભુએ વર્ષવાસ કર્યો એટલે સાંવત્સરિક પર્વ કર્યું તેથી અમે પણ વર્ષોહતને એક માસ ને વશ રાત્રિ વિતી ગયે છતે વર્ષાવાસ કરીએ છીએ, અને કારણ હોય તે તે પહેલાં પણ વર્ષાવાસ Page #19 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ). એટલે પર્યુષણ પર્વ થઈ શકે છે પણ તે પચાશમી રાત્રિનું અતિક્રમણ કરવું કલ્પ નહિ. પ્રથમ સિદ્ધાનિક ટિપ્પણું હતું ત્યારે શ્રાવણ વદ ૧ થી ભાદરવા સુદ પંચમીએ પચાશ દિવસ પૂરા થતા હતા. હાલ સૈદ્ધાતિક ટિપ્પણુ વિચછેદ ગયું છે અને લૌકિક પંચાંગમાં અવારનવાર તિથિની ક્ષય કે વૃદ્ધિ આવ્યા કરે છે તેથી આપણે કાલિકસૂરિજીની પરંપરાથી ભાદરવા સુદિ ૪ ના દિવસે પચાશ દિવસ પૂરા થએલા માનીને તે દિવસે સાંવત્સરિક પર્વ કરીએ છીએ. ૧૧ પ્રશ્ન–ચંડાશુ ચંડુ પંચાંગમાં ભાદરવા સુદિ પાંચમ બે હોય તે સાંવત્સરિક પર્વ કઈ તિથિએ કરવું? ઉત્તર––રાજશેખરસૂરીશ્વરજી મહારાજે વિ. સં. ૧૮૦૫ માં ચતુર્વિશતિ પ્રબંધ ચેલે છે, તેમાં શાલિવાહન રાજાના પ્રબંધમાં સ્પષ્ટ જણાવ્યું છે કે कालिकाचार्यपाधै पर्युषणामकेनाह्वा अगि आनाययत् જ તિવાતો વા | ચતુવિંશતિપ્રબંધ પત્ર ૭૦ અર્થશાલિવાહન રાજાએ કાલિકાચાર્યની પાસે એક દિવસ પહેલા પર્યુષણ પર્વ અણુવ્યું એટલે કરાવ્યું. આ પાઠ ઉપરથી પંચમીથી એક દિવસ પહેલા પર્યુષણ પર્વ કરવાનું સિદ્ધ થાય છે. પંચમીની વૃધ્ધિમાં જે પંચાંગની દયિક ચોથના દિવસે સાંવત્સરિક પર્વ કરવામાં આવે તે વિના કારણે આરાધ્ય પંચમીથી બે દિવસ પહેલાં સંવછરી પર્વ થાય. તેમ કરવાથી સૂત્ર આજ્ઞા અને કાલિક Page #20 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) સૂરિની પરંપરાનો સ્પષ્ટ ભંગ થાય છે, માટે બીજી એથે જ સાંવત્સરિક પર્વ કરવું જોઈએ, પણ પંચાંગની ચળે નહિ. ૧૨ પ્રશ્ન–શ્રાધ્ધવિધિકારના કથન પ્રમાણે સૂર્યોદય વખતે જે તિથિ હોય તે જ પ્રમાણભૂત ગણાય, તે પછી પર્વ . તિથિના ક્ષયમાં દયિક તિથિ કેવી રીતે લેવી? ઉત્તર--પંચાંગમાં પર્વતિથિનો ક્ષય હોય પણ આરાધનામાં પર્વતિથિનો ક્ષય મનાતું નથી તેમજ શ્રાધ્ધવિધિમાં અનોદયિક તિથિ માનવાને પણ નિષેધ કરેલ છે. જુઓ શ્રાદ્ધવિધિ, પત્રાંક ૧૫ર– उदयंमि जा तिही सा पमाणमिअरइ कीरमाणीए । શાળામાવરથામિકવિરા પાવે પાપારાस्मल्लादावपि-आदित्योदयवेलाय, या स्तोकापि तिथिर्भवेत् सा संपूर्णेति मन्तव्या प्रभूता नोदयं विना ॥१॥ - અર્થ–સૂર્યોદય વખતે જે તિથિ હોય તે જ પ્રમાણ કરવી જોઈએ. ઉદય વિનાની બીજી તિથિ પ્રમાણ કરે તે આજ્ઞાભંગ, અનવસ્થા મિથ્યાત્વ અને વિરાધનાનું પાપ લાગે. આ કારણથી જ પૂર્વાચાર્યો ઉમાસ્વાતિ મહારાજના પ્રૉષને અનુસારે ક્ષય પામેલ પર્વતિથિને પૂર્વની તિથિમાં દયિક પર્વતિથિ સ્થાપીને આરાધના કરે છે તેથી આજ્ઞાભંગ કે મિથ્યાત્વને દેષ લાગતો નથી એટલા માટે જ પર્વતિથિના ક્ષયે અપર્વતિથિનો ક્ષય મનાય છે તેમજ પૂર્ણિમાની વૃદ્ધિમાં ચોદશપુનમની જોડે આરાધના કરવા માટે પંચાંગની પ્રથમ પૂણિમાએ ઔદયિક ચતુર્દશી સ્થાપીને તેરશની વૃદ્ધિ માનવામાં આવે છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) ૧૩ પ્રશ્ન-પતિથિને ક્ષય માનનાર આરાધના પર્વની કરે કે અપની ? ઉત્તર——નવા પંથવાળા પેાતાના પંચાંગમાં પતિથિના ક્ષયે અપ અને પ અને તિથિ સાથે લખે છે અને તે પ્રમાણે માને છે. શ્રાવિધિમાં કહ્યું છે કે- चाउम्मासि अवरिसे पखिअपंचमीसु नायव्वा ।। ताओ तिहिओ जासिं, उदेइ सूरो न अण्णाओ || १ || पूआपच्चखाणं पडिक्कमणं तहय निअमगहणं च || जीए उदेइ सूरो, સીફ તેહીર્ ૩ જાયન્ત્ર ।। ૨ ।। અચાતુર્માસિક, સાંવત્સરિક, પાક્ષિક પંચમી, અષ્ટમીને માટે તે તિથિએ લેવી કે જેમાં સૂર્ય ઉદય પામે; ખીજી અનૌયિક તિથિએ ન લેવી. જે તિથિમાં સૂર્ય ઉદય પામે તે તિથિને વિષે પૂજા, પચ્ચકખાણ, પ્રતિક્રમણ અને નિયમ ગ્રહણ કરવા. આ ઉપરથી એમ સિધ્ધ થાય છે કે પતિથિની આરાધનામાં અનોઢયિક તિથિ લેવાતી નથી તેથી નવા પથવાળા પતિથિના ક્ષય માનીને અપતિથિની જ આરાધના કરે છે. ૧૪ પ્રશ્ન—પૂર્ણિમાના ક્ષયે ચાદશ-પૂનમ ભેગી માનનાર પાક્ષિક પ્રતિક્રમણ ક્યારે કરે ? ઉત્તર—નવા પંચવાળા પૂર્ણિમાના ક્ષયે ચૈાદશ-પુનમ ભેગી માને છે તેથો પાક્ષિક પ્રતિક્રમણ તેમણે સવારમાં જ કરવું જોઇએ કેમકે ટિપ્પામાં ચાદશનો ભાગ સવારમાં જ હોય છે. અપેારના તે પૂર્ણિમા શરૂ થઈ જાય છે, તેથી સાંજના પાક્ષિક પ્રતિક્રમણ થઈ શકે નહિ કેમ કે પાક્ષિક પ્રતિક્રમણ દશનું છે; પૂનમનુ નથી છતાં સાંજના કરે તે Page #22 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) તે પાક્ષિક પ્રતિક્રમણ પૂનમનું જ કહેવાય પણ ચૌદશનું નહિ, તેમની આ માન્યતા પણ શાસ્ત્રવિરુધ્ધ છે. ૧૫ પ્રશ્ન–નવાપંથવાળા સિધ્ધાનિક ટિપ્પણના અભાવે લૌકિક પંચાંગ પ્રમાણે પર્વતિથિની વૃદ્ધિ માને છે તે સત્ય છે? ઉત્તર–લૌકિક પંચાંગ પ્રમાણે પર્વતિથિની વૃદ્ધિ માનવાથી આગમની સાથે સ્પષ્ટ વિરોધ આવે છે. સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ અને જ્યોતિષકરંડક સૂત્રના પાઠ પ્રમાણે તિથિની જ વૃદ્ધિ થતી નથી તે પછી પર્વતિથિની વૃદ્ધિ કેમ મનાય? વળી સત્ય છે તે જ કહેવાય કે જે જિનેશ્વરે કહ્યું હોય. જુઓ ભગવતી સૂત્ર પાઠ, પત્રાંક ૫૪, શ. ૧, ઉ. ૩ ___ से नूणं भंते ! तमेव सच्चं णीसंकं जं जिणेहिं पवेइयं । हंता गौतम ! तमेव सञ्चं णीसंकं जं जिणेहिं पवे. ત્તિ | અર્થ-જિનેશ્વરે જે કહ્યું છે તે જ સત્ય અને નિઃશંક છે ? હા, હે ગોતમ ! જિનેશ્વરે જે પ્રરૂપ્યું છે તે જ સત્ય અને નિઃશંક છે. અભયદેવસૂરિ મહારાજ ભગવતીસૂત્રની ટીકામાં પણ એમ જ કહે છે કે-જેમને મત આગમાનુસારી હોય તે જ સત્ય માનવું; બીજાની ઉપેક્ષા કરવી એટલે છેડી દેવું. જુઓ ટીકાને પાઠ વ મતમામનુપતિ તવ સમિતિ મન્તવ્યમિત નહોલયમ્ . ભ. સુ. શ. ૧, ઉ. ૩, પત્રાંક ૬૨ ટીકા. આ ઉપરથી પર્વતિથિની લૌકિક પંચાંગ પ્રમાણે વૃદ્ધિ માનવી તે અસત્ય છે. ૧૬ પ્રશ્ન—તિથિચર્ચાને સામાન્ય વિષયને વિદ્વાન સાધુએ આટલું મોટું રૂપ કેમ આપે છે? . ઉત્તર-–આ ચર્ચા પર્વતિથિના ક્ષય વૃધ્ધિ વિષયક છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) પર્વતિથિની સાચી આરાધના આત્મકલ્યાણને અનુપમ માર્ગ હેવાથી વિદ્વાન સાધુઓને તે મહત્વનો વિષય લાગે છે. તે માટે જુએ શ્રાધ્ધવિધિમાં આપેલ આગમનો પાઠ, પત્રાંક ૧૫૩___ भयवं बीअपमुहासु पंचसु तिहीसु विहिरं धम्माणुष्ठाणं किं फलं होइ ? प्रश्न. उत्तर-गोयमा ! बहुफलं होइ । जम्हा एआसु तिहीसु पाएणं जीवो परभवाउअं समजिणइ, तम्हा तवो विहाणाइ धम्माणुट्ठाणं कायव्वं, जम्हा सुहाउअं समजिणइति ।" आयुषि बद्धे तु दृढधर्माराधनेऽपि बद्धायुर्न टलति॥ અર્થ –હે ભગવન ! બીજ પ્રમુખ પાંચ તિથિને વિષે કરેલ ધમનુષ્ઠાનનું શું ફલ થાય? ઉત્તર–હે ગતમ! ઘણું ફલ થાય, કારણ કે આ તિથિઓને વિષે પ્રાયઃ ઘણું કરીને જીવ પરભવનું આયુષ્ય બાંધે છે, તેથી તપોવિધાનાદિ ધર્માનુષ્ઠાન અવશ્ય કરવું જેથી શુભ આયુષ્ય બંધાય. અશુભ આયુષ્ય બંધાયા પછી મજબૂત રીતે ધર્મની આરાધના કરે તો પણ બાંધેલ આયુષ્ય ત્રુટતું નથી. ઉપર આપેલ ભગવતીસૂત્રના પાઠ ઉપરથી વાંચકવર્ગને સમજાશે કે પર્વતિથિની ચર્ચા કેટલું મહત્વનો વિષય છે. ૧૭ પ્રશ્ન––જેને માટે આગમમાં વિધિ કે પ્રતિષેધ ન હોય અને જે પરંપરા કઈ સદીઓથી ચાલતી હોય તે પરંપરાને ગીતા પિતાની મતિકલ્પનાથી દૂષિત કરે? ઉત્તર––જે પરંપરા કઈ સદીઓથી ચાલતી હોય અને જેને માટે આગમમાં વિધિ કે નિષેધ ન જણાતું હોય તેવી પરંપરાને પણ ગીતાર્થો પોતાની મતિકલ્પનાથી દૂષિત ઠરાવીને તડે નહિ. તેને માટે જુઓ શ્રી શાન્તિસૂરીશ્વરજીકૃત ધર્મરત્નપ્રકરણનો પાઠ, પત્રાંક ૨૬૪. Page #24 -------------------------------------------------------------------------- ________________ ( २४ ) जं च न सुत्ते विहियं, न य पडिसिद्धं जणमि चिररूढं ॥ समइ विगप्पियदोसा, तं पि न संति गीयत्था ॥ ९९ ॥ टीका-इह च शब्दः पुनरर्थ इति यत् पुनरर्थजातमनुष्ठानं वा नैव सूत्रे-सिद्धान्ते विहितं करणीयत्वेनोक्तं चैत्यवंदनावश्यकादिवत् , न च प्रतिषिद्धं प्राणातिपातादिवत् , अथ च जने-लोके चिररूढमज्ञातादिभावं स्वमतिविकल्पितदोषात्स्वाभिप्रायसंकल्पितषणात् तदपि, आस्तामागमोक्तं न दूषयन्ति-न युक्तं एतदिति परस्य नोपदिशन्ति संसारवृद्धिभीरवो गीतार्था-विदितागमतत्त्वाः, यतस्ते एवं श्रीभगवत्युक्तं पर्यालोचयन्ति-तथाहि-"जेणं मदया! अटुं वा हेउं वा पसिणं वा वागरणं वा अमायं वा अदिटुं वा अस्सुयं वा अपरिनायं वा, बहुजणमझे आघवेइ पनवेइ परूवेइ दंसह निदंसेइ उवदंसेइ, से णं अरहंताणं, आसायणाए वइ, अर• हंतपन्नत्तस्स धम्मस्स आसायणाए वट्टइ, केवलीणं आसायगाए वट्टइ केवलीपबत्तस्स धम्मस्स आसायणाए वट्टइ ।। ભગવતી શ૦ ૧૮, ઉ૦ ૫, સૂત્ર ૬૩૫ અર્થ–જે બાબત કે અનુષ્ઠાન સિધ્ધાન્તમાં વિહિત એટલે ચિત્યવંદન અને આવશ્યક વિગેરેની માફક કર્તવ્ય રૂપે પણ નહિ કહેલ હોય, અને પ્રાણાતિપાતાદિકની માફક પ્રતિષેધેલ પણ નહિ હોય તે સાથે વળી જે લેકમાં ચિરરૂઢ હય, એટલે તે ક્યારથી શરૂ થઈ તેની ખબર પડતી ન હોય, તેને પણ સંસારવૃશ્ચિભીરુ ગીતાર્થો દૂષિત કરતા નથી એટલે કે Page #25 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) આ પરંપરા કે પ્રવૃત્તિ અયુક્ત છે” એમ બીજાને ઉપદેશ કરતા નથી, જે માટે તેઓ શ્રી ભગવતી સૂત્રમાં કહેલી નીચેની વાતને વિચારે છે. હકીકત આ પ્રમાણે–હે મંદુક! જે માણસ અજાણ્યા, અણદીઠા, અણુસાંભલ્યા અને અણુપરખ્યા અર્થ, હેતુ, પ્રશ્ન કે ઉત્તર ભરસભામાં કહે, જણાવે, પ્રરૂપે, બતાવે, સાબિત કરે કે રજૂ કરે તે માણસ અહંતુ ભગવાનની તથા કેવળીએાની આશાતના કરે છે, અને તેમના ધર્મની પણ આશાતના કરે છે. વળી તેમના ચિત્તમાં આ વાત પણ પુરે છે કે-સંવ થતા વિલિયા કૂદવસૂરિ आसि ॥ तददूसियमायरिय-अणइसई को निवारेर ॥१०॥ અર્થ––સંવિગ્ન એટલે જલદી મેક્ષ ઈચ્છનારા અને અતિશય ગીતાર્થ કેમકે તેમના વખતે બહુ આગમે હતા, તથા સંવિગ્ન હોવાથી જ વિધિરસિક એટલે વિધિમાં જેમને રસ પડતું હતું એવા અર્થાત્ વિધિ બહુમાની પૂર્વસૂરિઓ એટલે ચિરંતન આચાર્યા હતા, તેમણે અણદૂષેલું એટલે નહિ નિષેધેલું આચરિત એટલે બધા ધાર્મિક લેકમાં ચાલતે વ્યવહાર, તેને અનતિશયી એટલે વિશિષ્ટદ્યુત કે અવધિ વગેરે અતિશય રહિત ક માણસ પૂર્વ પૂર્વતર ઉત્તમ આચાર્યોની આશાતનાથી ડરનારે હેઈ નિવારી શકે? કઈ જ નહિ. વળી તે ગીતાર્થો આ પણ વિચારે છે કે રસુત્તपरूवणा कडुविवागा ॥ जाणंतेहिं वि दिज्जइ निद्देसो મુત્તરવસ્થ ૨૦૨ / અથ–ઉત્સુત્રપ્રરૂપણા કડવાં ફલ આપનારી છે, એવું જાણતાં છતાં પણ જેઓ સૂત્રબાહ્ય અર્થમાં નિશ્ચય આપી દે છે, તે અતિ સાડસ છે, એટલે શું કહ્યું તે કહે છે – Page #26 -------------------------------------------------------------------------- ________________ (૨૬) दुभासिएण इक्केण मरीई दुक्खसागरं पत्तो || भमिओ જોડાજોરિ-માસિરિનાધિજ્ઞાŌ ॥ ? ।। તમ્મુત્તમાષરતોबंध कम्मं सुचिक्कणं जीवो । संसारं च पवड्डइ-मायामांसं જગદ્ ચ ॥૨॥ અ—મરીચિ એક દુર્ભાષિત વચનથી દુઃખના દિરચામાં પડી કાડાકેાડ સાગરાપમ ભમ્યા ॥ ૧ ॥ ઉત્સંગ આચરતાં જીવ ચીકણાં કમ ખાંધે છે અને માયામૃષાવાદ સેવે છે. ॥ ૨ ॥ આ ઉપર આપેલ ધર્મરત્ન પ્રકરણના પાઠથી વાચકા સમજી શકયા હશે કે જે બાબત સૂત્રમાં વિહિત ન હોય તેમ નિષેધ પણ કરેલ ન હોય અને ધાર્મિક લેાકમાં લાંખા વખતથી ચાલતા વ્યવહાર હાય તેને પણ ગીતાર્થો અયુક્ત છે ’ એમ કહે નહિ તે પછી સૂત્ર, ગ્રંથ અને પૂર્વાચાર્ડની પર પરાસિદ્ધ તેમજ ઇ સદીઓથી ચાલી આવતી પતિથિની ક્ષય કે વૃષ્ટિમાં કરાતી અપતિથિની ક્ષયવૃધ્ધિની આચરણાને કેમ તેાડી શકાય ? જે ભવભીરુ ગીતાર્થી હાય તે તા આનું ખંડન કરે જ નહિ. આ · ૧૮ પ્રશ્ન—કાઈ માણસ આખું સૂત્ર માને પણ તે સૂત્રના એક પદ કે અક્ષરને ન માને તે તેને સમ્યગ્રષ્ટિ કહેવા કે મિથ્યાદષ્ટિ ? ઉત્તર--કઈ આખું સૂત્ર માને પણ તે સૂત્રના એકપદ કે અક્ષરને ન માને તે તે જમાલિની માફક મિથ્યાદષ્ટિ કહેવાય. તે માટે જીએ વિશેષાવશ્યક ભાષ્યના પાટે— पयमक्खरंपि इक्कं च जो न रोएर सुत्तनिद्दिट्ठे ॥ सेसं रोअतो विहु मिच्छदिट्ठी जमालिव्व ॥ १ ॥ Page #27 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭ ) અથ –જે માણસને સૂત્રમાં કહેલ એક પદ કે અક્ષર ન રુચે અને બાકીનું આખું સૂત્ર ચે એટલે માને તે પણ જમાલિની માફક તેને મિથ્યાદષ્ટિ જાણ, સમ્યક્ત્વ હોય નહિ. ૧૯ પ્રશ્ન––નવા પંથવાળા પોતાના પંચાંગમાં પર્વતિથિના ક્ષયમાં ઉદય ન મળે તો સમાપ્તિ જરૂર લેવાનું લખે છે તે રોગ્ય છે ? ઉત્તર–આરાધનામાં ઉદય ન મળે તો સમાપ્તિ લેવી આ અન્ય ગચ્છનો મત છે. શ્રાધ્ધવિધિકાર તે આરાધનામાં ઔદયિક તિથિ જ માનવાનું કહે છે, પણ સમાપ્તિને નિર્દેશ કરતા નથી. કમિ ના પિતા ના માઇ રૂત્યાદ્રિ એટલા માટે જ પર્વતિથિના ક્ષયે તેના પૂર્વની તિથિમાં આરાધ્ય ઔદયિક તિથિ સ્થાપીને અપર્વતિથિનો ક્ષય માનવામાં આવે છે. - ૨૦ પ્રશ્ન-નવા પંથવાળા પર્વતિથિની વૃધ્ધિ કહે છે તે શું ઉસૂત્ર છે ? ઉત્તર––જેનાગમ પ્રમાણે તિથિની વૃધ્ધિ જ થતી નથી એમ નવા પંથવાળા જાણે છે, છતાં પર્વતિથિની વૃદ્ધિ થાય એમ કહે તો તે ચેકખી ઉસૂત્રપ્રરૂપણું જ છે. ૨૧ પ્રશ્ન—ઉત્સુત્ર પ્રરૂપણા કરનારના દર્શનથી સમ્યગદષ્ટિ જીવને લાભ કે હાનિ ઉત્તર–ઉસૂત્રપ્રરૂપણ કરનારનું દર્શન પણ સંસારવર્ધક કહ્યું છે, તે માટે જુઓ કલ્પભાષ્યનો પાઠ उस्सुत्तमासगाजे ते दुक्करकारगा वि सच्छंदा ॥ ताणं न दसणं पि हु कप्पइ कप्पे जओ भणियं ॥१॥ जे जिणव. यणुतिण्णं वयणं भासंति अहव मन्नति ॥ सम्मदिट्ठीणं. तईसणं पि संसारखुड्डिकरं ॥ २॥ Page #28 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) અર્થ-જે ઉત્સુક બેલે છે તે દુષ્કર કિયા કરતા હોય તે પણ તેમને સૂત્રકાર સ્વછંદી કહે છે. તેમનું દર્શન કરવું પણ કલ્પે નહિ જે કારણથી કલ્પભાગ્યમાં કહ્યું છે, (૧) જેઓ જિનેશ્વરના વચનથી વિરુધ્ધ વચન બેલે છે અથવા તે પ્રમાણે માને છે તેમનું દર્શન પણ સમ્યગદષ્ટિ જીવને સંસારવર્ધક છે. આ ઉપરથી વાચકે સમજી શકશે કે ઉત્સવપ્રરૂપણ કરનાર પિતે સંસાર સમુદ્રમાં ડૂબે છે અને આશ્રિતોને પણ ડૂબાડે છે. ૨૨ પ્રશ્ન–એક જીવ જ્ઞાન અને કિયામાં શિથિલ છે, પરંતુ પ્રરૂપણા શુધ્ધ કરે છે અને બીજે જ્ઞાન અને ક્રિયામાં અપ્રમત્તા છે, ત્યાગી છે પણ જાણી જોઈને ઉસૂત્રપ્રરૂપણ કરે છે તો આ બેમાં શ્રેષ્ઠ કેણ ગણાય ? ઉર–હિતોપદેશમાલા ગ્રંથના અભિપ્રાય પ્રમાણે તે શુધ્ધ પ્રરૂપ જ શ્રેષ્ઠ ગણાય, કેમકે શિથિલાચારથી પોતે ડૂબે છે પણ બીજાને ડૂબાડતું નથી ત્યારે ત્યાગી ઉસૂગ પ્રરૂપક તો સ્વપરને ડૂબાડે છે. તે માટે જુઓ પૂર્વાચાર્યપ્રણીત હિતોપદેશમાલાના પાઠ "नाणकिरियासु सिढिला अप्पाणं चिय भवंमि पाडंति ।। वितहा परूवणा पुण अणंतसत्ते भमाडंति ॥ ४७४ ॥ અર્થ-જ્ઞાન અને કિયામાં શિથિલ એ પિતાના આત્માને જ સંસારસમુદ્રમાં પાડે છે, પરંતુ બીજાઓને ડુબાડતાં નથી ત્યારે ઉત્સુત્રપ્રરૂપણ કરનારા ત્યાગીઓ તે પોતે ભવસમુદ્રમાં પરિભ્રમણ કરે છે અને ઉપદેશથી બીજા અનંત જીવોને ભવભ્રમણ કરાવે છે. ૨૩ પ્રશ્ન–લૌકિક પંચાંગમાં બે પૂર્ણિમા હોય ત્યારે ચતુર્દશીએ જ પાક્ષિક પ્રતિકમણ કરવું, આ માન્યતા ખરતરગચ્છની છે કે તપાગચ્છની? Page #29 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) ઉત્તર–લૌકિક ટિપ્પણમાં બે પૂર્ણિમા હોય ત્યારે ચતુદશીએ જ પાક્ષિક પ્રતિકમણ કરવું, આ માન્યતા ખરતરગચ્છની છે; તપાગચ્છની નથી. ખરતરગુચ્છવાળા ટિપ્પણામાં પર્વતિથિની વૃદ્ધિ હોય ત્યારે પહેલી તિથિ ગ્રહણ કરે છે, બીજી તિથિ માનતા નથી; તેથી ચતુર્દશીએ જ પાક્ષિક પ્રતિક્રમણ કરે છે એટલે તેમની ચતુર્દશી અને પૂર્ણિમાની અનંતર આરાધના કાયમ રહે છે. તપાગચ્છવાળા શ્રી ઉમાસ્વાતિના પ્રઘાષાનુસાર વૃદ્ધિમાં બીજી તિથિ ગ્રહણ કરે છે તેથી ચતુર્દશી અને પૂર્ણિમાની અનંતર આરાધના કાયમ રાખવા માટે જ પંચાંગની પ્રથમ પૂર્ણિમાએ ઔદયિક ચતુર્દશી સ્થાપીને પાક્ષિક કૃત્ય કરે છે. તપાગચ્છની આ માન્યતાનું ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજીએ પિતાના ઉસૂત્રોદ્ઘટ્ટનકુલકમાં સારી રીતે સુમર્થન કર્યું છે, ખરતરગચ્છીય આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિજીના પ્રશિષ્ય વાચનાચાર્ય શ્રી ગુણવિનયગણિએ પણ વિ. સં. ૧૬૫માં બનાવેલ ઉસૂત્રખંડન ગ્રંથમાં પણ આ બાબતનો નિર્દેશ કર્યો છે. જુઓ તે પાઠ–અન્ય વૃદ્ધો (પૂર્વતિથૌ ) gif શિરે ૩ વિં? આગળ છઠ્ઠી લીટીમાં તેઓશ્રી સ્પષ્ટ લખે છે કેचतुर्दश्यां पौषधोपवासादिधर्मकृत्यानि पाक्षिकप्रतिक्रमणं च निषेध्य प्रथमअमावस्यां प्रथमपूर्णिमायां च પક્ષિતિમવિજur,–ઉસૂત્ર ખંડનગ્રંથ, પાનું ૨૦ મું. ૨૪ પ્રશ્ન—લૌકિક ટિપ્પણમાં અમાવાસ્યા કે પૂર્ણિમાને ક્ષય હોય તો પાક્ષિક પ્રતિકમણ ચતુર્દશીએ જ કરવું, આ માન્યતા કયા ગચ્છની છે ? ઉત્તર–લૌકિક ટિપ્પણામાં અમાવાસ્યા કે પૂર્ણિમાનો ક્ષય હોય તો ચતુર્દશીએ જ પાક્ષિક કૃત્ય કરવું. આ માન્યતા ખરતરગચ્છની છે; તપાગચ્છની નથી. તપાગચ્છવાળા તે પિતાની સમાચાર મુજબ અમાવાસ્યા કે પૂર્ણિમાનો ક્ષય હોય. Page #30 -------------------------------------------------------------------------- ________________ ( ૩૦ ) તા ટિપ્પણાની તેરશે ઔયિક ચતુર્દશીની સ્થાપના કરીને પાક્ષિક કૃત્ય કરે છે. આ બાબત ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજીએ ઉત્રા ઘાટનકુલકમાં સ્પષ્ટ શબ્દોમાં લખી છે. × × X પરમ અવધૂત યાગિરાજશ્રી આનંદઘનજી મહારાજ પણ શ્રી અનંતનાથસ્વામીના સ્તવનમાં ઉત્સૂત્રપ્રરૂપણાની ભયંકરતા સમજાવતાં કહે છે કે પાપ નહીં કાઈ સૂત્ર ભાષણ જિમાં, ધર્મ નહીં કાઈ જંગસૂત્ર સિરમા; સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેહનું શુદ્ધ ચારિત્ર પરિખા. ધાર તલવારની સાહલી દાહલી...... અર્થાત્ કે–જૈન સિદ્ધાંતે નાગમે થી વિરુદ્ધ કથન કરવા જેવું એક પણ મહાપાપ નથી; કારણ કે સરોવરમાં ફ્રેંકેલા કકરથી જેમ જળના કુંડાળા વધતાં સમસ્ત સરોવરમાં પ્રસાર પામી જાય છે. તેમ એક માત્ર ઉત્સૂત્ર-વચન, તે વિસ્તાર પામતાં સમસ્ત શાસનને છિન્નભિન્ન કરી મૂકે છે. શરૂઆતમાં તા નિર્જન અરણ્યમાં એક માત્ર પગદંડી જ (કેડી) પડે છે, પરન્તુ તેના પર વિશેષ અવરજવર થતાં તે એક મહામાર્ગનું સ્વરૂપ ધારણ કરે છે તેવી જ રીતે ઉત્સૂત્ર-પ્રરૂપણાનું સમજી લેવું. તેથી જ શાસ્ત્રકારોએ ઉત્સૂત્ર-પ્રરૂપણાને તાલે આવે તેવુ એક પણ પાપ ગણાવ્યુ નથી. ખીજા પાપે તે અન્ય ધર્મ કરણી કે તીર્થયાત્રાદિ કરતાં વિનાશ પામે પરન્તુ ઉત્સૂત્રપ્રરૂપણા તે અનંત ભવભ્રમણ વધારે છે. જીએ ચરમ જિનપતિ શ્રી મહાવીરસ્વામીના પૂર્વભવનુ મરચીનું દૃષ્ટાંત. ઉત્સૂત્ર-પ્રરૂપણાથી ભેાળા પ્રાણીએ ભેાળવાઈ જાય છે અને ધર્મને બદલે અધર્મનું આચરણ કરી બેસે છે, માટે જ Page #31 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) શ્રી આનંદઘનજી મહારાજ ફરમાવે છે કે–આ વિશ્વમાં સૂત્રોમાં ફરમાવ્યા પ્રમાણે ઉપદેશ કરવા સિવાય બીજે કઈ ઉત્તમ ધર્મ નથી. સૂત્ર એ દીવાદાંડી સદશ છે. જેમ દીવાદાંડી સમુદ્રમાં અટવાયેલા જહાજને કિનારા પર લાવવામાં સહાયક બને છે તેવી રીતે આગમશાસ્ત્રો જીવન–નૌકાને ભવ–સમુદ્રમાંથી તીરે ખેંચી લાવવા સમર્થ બને છે; એટલે કે જે ભવ્ય પ્રાણીઓ તીર્થકર ભગવંતોએ ઉપદેશેલ અને ગણધર મહારાએ ગૂંથેલા સૂત્રે પ્રમાણે ક્રિયા કરે છે અને ખરેખરું ચારિત્ર પાળે છે તે જ ખરેખરા સંયમવંત છે–તેને જ મેક્ષમાર્ગના સાચા પથિક જાણવા. નાગપુરી તપાગચ્છીય શ્રી રત્નશેખરસૂરિજી “સંબોધસત્તરી ”ની પાંત્રીશમી ગાથામાં જણાવે છે કે आगमं आयरंतेणं, अत्तणो हियकंखियो । तित्थनाहो गुरु धम्मा, सव्वे ते बहुमनिया ॥ આત્મ-કલ્યાણથી પુરુષે આગમના રહસ્યનું આચરણ કરવાપૂર્વક તીર્થકર શ્રી અરિહંત ભગવંત, સદ્દગુરુ અને કેવળી–ભાષિત ધર્મ એ સર્વનું અત્યંત આદરપૂર્વક બહુમાન કરવું, તેને અંગીકાર કર. અત્યંત વિષમ એવા આ દુષમકાળમાં-કલિકાળમાં શ્રી જિનાગમે જ પરમાલંબનભૂત છે. જિનાગમ ન હતા તે અનાથ એવા આપણી શી દશા થાત? માટે પરમ પુણ્યદયે પ્રાપ્ત થયેલ પંચાંગીને માન્ય રાખી શાસ્ત્રવિહિત આચરણ કરવું એ જ ભવભીરુ પ્રાણી માટે ઉચિત છે. આ જ હકીકત કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે સ્વરચિત શ્રી વીતરાગ તેત્રના આગણુશમાં પ્રકાશમાં સ્પષ્ટરૂપે કરવું અતિ પછી દિશા છે. જિનાએ કલિકાળા Page #32 -------------------------------------------------------------------------- ________________ ( 3 ). જણાવી છે. આ હકીકત પરથી આ વસ્તુની ગહનતા અને મહત્તા સમજાશે. તેઓશ્રી કહે છે કે वीतराग! सपर्यातस्तवाज्ञापालनं परम् / વાણssaહ્ના રિદ્ધા 2, શિવાય 2 મવાય જ અથ–હે વીતરાગ! આપની સેવા કરવા કરતાં આજ્ઞાનું પાલન કરવું તે ભાવસ્તવરૂપ હોવાથી ઉત્કૃષ્ટ ફળ આપનાર છે; કેમકે આજ્ઞાનું આરાધન મોક્ષને માટે થાય છે અને આપની આજ્ઞાની વિરાધના સંસાર–ભ્રમણને માટે થાય છે. - અંતમાં પૂ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજના ટંકશાળી વચન ઉદ્ધરીને વિરમશકલહકારી કદાગ્રહભર્યા, થાપતાં આપણું બેલ રે; જિનવચન અન્યથા દાખવે. આજ તો વાજતે ઢેલ રે, - સ્વામી સીમંધરા વિનતિ ઉપસંહાર આ પર્વતિથિપ્રશ્નોત્તરવિચારની લઘુ પુસ્તિકામાં આપેલ સૂત્ર અને ગ્રંથના પ્રમાણોથી વાચકે સમજી શક્યા હશે કે આરાધ્ય તિથિઓની ક્ષય કે વૃદ્ધિ મનાતી નથી તેથી ચંડચંડુ પંચાંગમાં પર્વતિથિની ક્ષય કે વૃદ્ધિ હોય ત્યારે અપર્વતિથિની ક્ષય કે વૃદ્ધિ કરાય છે અને અમાવાસ્યા કે પૂર્ણિમાની ક્ષય કે વૃદ્ધિ હોય ત્યારે તેના બદલે તેરશની ક્ષયવૃદ્ધિ થાય છે, તેમજ ટિપ્પણમાં ભાદરવા સુદ પંચમી બે હોય ત્યારે કાલિકસૂરીશ્વરજી મહારાજની આચરણ મુજબ આરાધ્ય પંચમીથી એક દિવસ પહેલા એટલે બીજી એથે સાંવત્સરિક પર્વ થાય છે. સૂર્ય વિક્તા છે.