________________
प्राक्कथन
વિક્રમસંવત ૧૯ર ની સાલમાં ચંડાશુગંડુ જોધપુરી પંચાંગમાં ભાદ્રપદ શુક્લ પંચમી બે હતી ત્યારે સાંવત્સરિક પર્વ ક્યારે કરવું ? એ સંબંધી પેપરમાં ઘણે ઊહાપોહ થયે. નવા પંથવાળાએ તે આગ્રહને વશ થઈ પહેલી ચેાથની સંવછરી કરી અને શાસનપક્ષે આગમ અને પરંપરાને અનુસારે બીજી ચોથનું સંવછરી પર્વ કર્યું કેમ કે આચાર્યશ્રી કાલિકસૂરીશ્વરજી મહારાજે શાલિવાહન રાજાના કહેવાથી કલ્પસૂત્રની સામાચારીના આધારે પંચમીથી એક દિવસ પહેલા સંવછરી કરી એટલે ટીપણામાં બે પાંચમ હોય ત્યારે બીજી ચેાથે જ સંવછરી પર્વ થાય. પંચમીથી એક દિવસ પહેલાં સંઘરી પર્વ કરવું જોઈએ એમ રાજશેખરસૂરિજીના ચતુર્વિશતિ પ્રબંધ ઉપરથી પણ સિદ્ધ થાય છે. ૧૯૯૨ની સાલથી નવા પંથવાળા શાસન પક્ષથી જુદા પડ્યા અને પર્વતિથિની ક્ષયવૃદ્ધિ માનતા થયા. પર્વતિથિની ક્ષયવૃદ્ધિ માનવી કે મનાવવી એ આગમ અને પરંપરાથી વિરુદ્ધ છે. નવા પંથવાળા પિતાની માન્યતાને જનતામાં જોરશોરથી પ્રચાર કરે છે તેથી લોકો સત્ય વસ્તુને ઓળખે અને ઉન્માર્ગે ન દેરાય તે માટે આ લઘુ પુસ્તિકા પ્રશ્નોત્તરરૂપે લખવામાં આવેલ છે.