________________
( ૧૮ )
અર્થ-જે ઉત્સુક બેલે છે તે દુષ્કર કિયા કરતા હોય તે પણ તેમને સૂત્રકાર સ્વછંદી કહે છે. તેમનું દર્શન કરવું પણ કલ્પે નહિ જે કારણથી કલ્પભાગ્યમાં કહ્યું છે, (૧) જેઓ જિનેશ્વરના વચનથી વિરુધ્ધ વચન બેલે છે અથવા તે પ્રમાણે માને છે તેમનું દર્શન પણ સમ્યગદષ્ટિ જીવને સંસારવર્ધક છે. આ ઉપરથી વાચકે સમજી શકશે કે ઉત્સવપ્રરૂપણ કરનાર પિતે સંસાર સમુદ્રમાં ડૂબે છે અને આશ્રિતોને પણ ડૂબાડે છે.
૨૨ પ્રશ્ન–એક જીવ જ્ઞાન અને કિયામાં શિથિલ છે, પરંતુ પ્રરૂપણા શુધ્ધ કરે છે અને બીજે જ્ઞાન અને ક્રિયામાં અપ્રમત્તા છે, ત્યાગી છે પણ જાણી જોઈને ઉસૂત્રપ્રરૂપણ કરે છે તો આ બેમાં શ્રેષ્ઠ કેણ ગણાય ?
ઉર–હિતોપદેશમાલા ગ્રંથના અભિપ્રાય પ્રમાણે તે શુધ્ધ પ્રરૂપ જ શ્રેષ્ઠ ગણાય, કેમકે શિથિલાચારથી પોતે ડૂબે છે પણ બીજાને ડૂબાડતું નથી ત્યારે ત્યાગી ઉસૂગ પ્રરૂપક તો સ્વપરને ડૂબાડે છે.
તે માટે જુઓ પૂર્વાચાર્યપ્રણીત હિતોપદેશમાલાના પાઠ "नाणकिरियासु सिढिला अप्पाणं चिय भवंमि पाडंति ।। वितहा परूवणा पुण अणंतसत्ते भमाडंति ॥ ४७४ ॥
અર્થ-જ્ઞાન અને કિયામાં શિથિલ એ પિતાના આત્માને જ સંસારસમુદ્રમાં પાડે છે, પરંતુ બીજાઓને ડુબાડતાં નથી ત્યારે ઉત્સુત્રપ્રરૂપણ કરનારા ત્યાગીઓ તે પોતે ભવસમુદ્રમાં પરિભ્રમણ કરે છે અને ઉપદેશથી બીજા અનંત જીવોને ભવભ્રમણ કરાવે છે.
૨૩ પ્રશ્ન–લૌકિક પંચાંગમાં બે પૂર્ણિમા હોય ત્યારે ચતુર્દશીએ જ પાક્ષિક પ્રતિકમણ કરવું, આ માન્યતા ખરતરગચ્છની છે કે તપાગચ્છની?