________________
( ૨૦ )
સૂરિની પરંપરાનો સ્પષ્ટ ભંગ થાય છે, માટે બીજી એથે જ સાંવત્સરિક પર્વ કરવું જોઈએ, પણ પંચાંગની ચળે નહિ.
૧૨ પ્રશ્ન–શ્રાધ્ધવિધિકારના કથન પ્રમાણે સૂર્યોદય વખતે જે તિથિ હોય તે જ પ્રમાણભૂત ગણાય, તે પછી પર્વ . તિથિના ક્ષયમાં દયિક તિથિ કેવી રીતે લેવી?
ઉત્તર--પંચાંગમાં પર્વતિથિનો ક્ષય હોય પણ આરાધનામાં પર્વતિથિનો ક્ષય મનાતું નથી તેમજ શ્રાધ્ધવિધિમાં અનોદયિક તિથિ માનવાને પણ નિષેધ કરેલ છે. જુઓ શ્રાદ્ધવિધિ, પત્રાંક ૧૫ર–
उदयंमि जा तिही सा पमाणमिअरइ कीरमाणीए । શાળામાવરથામિકવિરા પાવે પાપારાस्मल्लादावपि-आदित्योदयवेलाय, या स्तोकापि तिथिर्भवेत् सा संपूर्णेति मन्तव्या प्रभूता नोदयं विना ॥१॥ - અર્થ–સૂર્યોદય વખતે જે તિથિ હોય તે જ પ્રમાણ કરવી જોઈએ. ઉદય વિનાની બીજી તિથિ પ્રમાણ કરે તે આજ્ઞાભંગ, અનવસ્થા મિથ્યાત્વ અને વિરાધનાનું પાપ લાગે. આ કારણથી જ પૂર્વાચાર્યો ઉમાસ્વાતિ મહારાજના પ્રૉષને અનુસારે ક્ષય પામેલ પર્વતિથિને પૂર્વની તિથિમાં દયિક પર્વતિથિ સ્થાપીને આરાધના કરે છે તેથી આજ્ઞાભંગ કે મિથ્યાત્વને દેષ લાગતો નથી એટલા માટે જ પર્વતિથિના ક્ષયે અપર્વતિથિનો ક્ષય મનાય છે તેમજ પૂર્ણિમાની વૃદ્ધિમાં ચોદશપુનમની જોડે આરાધના કરવા માટે પંચાંગની પ્રથમ પૂણિમાએ ઔદયિક ચતુર્દશી સ્થાપીને તેરશની વૃદ્ધિ માનવામાં આવે છે.