________________
( ૨૦ )
તે પાક્ષિક પ્રતિક્રમણ પૂનમનું જ કહેવાય પણ ચૌદશનું નહિ, તેમની આ માન્યતા પણ શાસ્ત્રવિરુધ્ધ છે.
૧૫ પ્રશ્ન–નવાપંથવાળા સિધ્ધાનિક ટિપ્પણના અભાવે લૌકિક પંચાંગ પ્રમાણે પર્વતિથિની વૃદ્ધિ માને છે તે સત્ય છે?
ઉત્તર–લૌકિક પંચાંગ પ્રમાણે પર્વતિથિની વૃદ્ધિ માનવાથી આગમની સાથે સ્પષ્ટ વિરોધ આવે છે. સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ અને જ્યોતિષકરંડક સૂત્રના પાઠ પ્રમાણે તિથિની જ વૃદ્ધિ થતી નથી તે પછી પર્વતિથિની વૃદ્ધિ કેમ મનાય? વળી સત્ય છે તે જ કહેવાય કે જે જિનેશ્વરે કહ્યું હોય. જુઓ ભગવતી સૂત્ર પાઠ, પત્રાંક ૫૪, શ. ૧, ઉ. ૩ ___ से नूणं भंते ! तमेव सच्चं णीसंकं जं जिणेहिं पवेइयं । हंता गौतम ! तमेव सञ्चं णीसंकं जं जिणेहिं पवे. ત્તિ | અર્થ-જિનેશ્વરે જે કહ્યું છે તે જ સત્ય અને નિઃશંક છે ? હા, હે ગોતમ ! જિનેશ્વરે જે પ્રરૂપ્યું છે તે જ સત્ય અને નિઃશંક છે. અભયદેવસૂરિ મહારાજ ભગવતીસૂત્રની ટીકામાં પણ એમ જ કહે છે કે-જેમને મત આગમાનુસારી હોય તે જ સત્ય માનવું; બીજાની ઉપેક્ષા કરવી એટલે છેડી દેવું. જુઓ ટીકાને પાઠ વ મતમામનુપતિ તવ સમિતિ મન્તવ્યમિત નહોલયમ્ . ભ. સુ. શ. ૧, ઉ. ૩, પત્રાંક ૬૨ ટીકા. આ ઉપરથી પર્વતિથિની લૌકિક પંચાંગ પ્રમાણે વૃદ્ધિ માનવી તે અસત્ય છે.
૧૬ પ્રશ્ન—તિથિચર્ચાને સામાન્ય વિષયને વિદ્વાન સાધુએ આટલું મોટું રૂપ કેમ આપે છે? . ઉત્તર-–આ ચર્ચા પર્વતિથિના ક્ષય વૃધ્ધિ વિષયક છે.