Book Title: Parampratistha
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh

View full book text
Previous | Next

Page 2
________________ प्रभुप्रतिष्ठा हि मुदे न कस्य ? અંતરને માંગો. પ્રભુની પધરામણી ૨૬૦૦ વર્ષો પૂર્વે અપુનરાગતિ સિદ્ધગતિએ સિધાવેલ પ્રભુ વીરની પ્રતિષ્ઠા એટલે શું ? ભગવાન તો મોક્ષમાંથી પાછા નથી આવવાના... શ્રીહરિભદ્રસૂરિ મહારાજા સમાધાન કરે છે કે પ્રભુના ઉદ્દેશથી વાસ્તવમાં નિજભાવની જ પ્રતિષ્ઠા કરાય છે. – ‘મત્તિ च खलु प्रतिष्ठा निजभावस्यैव देवतो-देशात् ।' એમાં ? આવું ન કહેતા, કારણ કે ભાવ એ જ સર્વસ્વ છે. પંચમ આરે ય અધ્યાત્મયોગી મહાત્માઓ સમવસરણધ્યાનાદિ દ્વારા પ્રભુનું ભાવસાનિધ્ય માણતા હોય છે. દ્રવ્યસાનિધ્ય તો એ કાન્તિક પણ નથી અને આત્યંતિક પણ નથી. અન્યથા કાલસૌકરિક ને કોણિકની દુર્ગતિ ન થાત. દ્રવ્યસાનિધ્યનું સાફલ્ય પણ ભાવસાનિધ્યના અભાવે નથી. આમ ભાવની સર્વોપરિતા સિદ્ધ થયા વિના રહેતી નથી. હૃદયસિંહાસન પર પ્રભુ બિરાજમાન થાય એટલે લૌકિકઅલૌકિક સર્વ અર્થોની સિદ્ધિ અવશ્યપણે થાય છે. - ‘ચિતે વ તસ્મિન્ નિવમા સર્વાર્થસિદ્ધિ: II’ પણ સબૂર... આ સહેલી વસ્તુ નથી... ભવની ગલીના ભૂંડા ભિખારી... અનાદિ સંસારના કુસંસ્કારોથી વાસિત જીવને શુભભાવની પ્રાપ્તિ કયાંથી ? ચરમાવર્તની પ્રાપ્તિ અને ગન્થિભે દ થયાં બાદ યોગાવં ચ ક જીવોને શુભનિમિત્તસંયોગ થાય છે. જે સંયોગ તેમના વિશિષ્ટ કર્મક્ષય ક્ષયોપશમમાં હેતુ બને છે. હાં - નં 8ાનં માવં પર્વ ૨ સંપળુ- કર્મના ઉદય-ક્ષય-ક્ષયોપશમમાં દ્રવ્યાદિ કારણ મનાયા છે. આ ક્ષયોપશમ શુભભાવોલ્લાસનું અવધ્ય કારણ બને છે. બસ... આવું જ એક અદભુત શુભનિમિત્ત એટલે પિંડવાડાની વીરવિકમપ્રાસાદની પ્રતિષ્ઠા... પ્રતિષ્ઠાનું હાર્દ છે હૃદયના શુભ ભાવો... અને તેના હેતુ છે શુભસંયોગો તે હમણાં જ સ્પષ્ટ થઈ ગયું છે, કળિકાળમાં ય નિર્વિકાર-નિરતિચાર-નિર્મળ બ્રહ્મચર્યના સ્વામિ ચારિત્રચૂડામણિ સિદ્ધાન્તમહોદધિ જંગમ કલ્પતરુ સૂરિ પ્રેમ અને તેમના પટ્ટધર ૩૬ કરોડ નવકાર સાધના સાધક વૈરાગ્યરસમહોદધિ સૂરિ યશોદેવ આદિ શતાધિક મુનિવરોની પાવન નિશ્રામાં શુભમુહૂર્ત થયેલ આ પ્રતિષ્ઠાનો અજબગજબનો પ્રભાવ અનુભવાય છે. સંઘનો અભ્યદય.. મન્દિર બાંધણીમાં પિંડવાડાની વિશ્વવિખ્યાતિ... વગેરે તો તેના પ્રત્યક્ષ પુરાવા છે. ભાવોનો અનુભવ તો વાચકો સ્વયં કરશે... ૫૦-૫૦ વર્ષો બાદ એ પ્રતિષ્ઠા પર આ સર્જન થઈ રહ્યું છે એમાં ય તેનો જ પ્રભાવ માનવો પડશે ને ? ચાલો... આ કાવ્યના મધુર શબ્દોને સથવારે

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 53