Book Title: Papni Saja Bhare Part 19 Author(s): Arunvijaymuni Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh View full book textPage 5
________________ ૭૮૧ અસત્ય બોલતે જશે ? છેવટે પકડાઈ જાય છે. કારણ કે અસત્યને ગોઠવવું પડે છે સત્ય જ સ્વાભાવિક છે. સહજ છે. જ્યારે કે અસત્ય કૃત્રિમ છે. છોકરો ના હતો એને માયા–કપટ કરતા ન આવડતી હતી, તેથી અને એણે સત્ય પ્રગટ કરી દીધું. પિતાજી! હું સિનેમા જેવા ગયા હતા. અને કાન પકડી લીધા. આ તે સીધું સ્વતંત્ર મૃષાવાદનું સ્વરૂપ હતું. - હવે માયાનું સીધું સ્વરૂપ જુઓ. માયાવી બેલશે તે પણ એમાં કપટની ગંધ આવે છે. તે ઠગવા ઈચ્છે છે. બનાવવા ઈચ્છે છે. તેથી માયાવી વૃત્તિથી તે કેઈ ને ઠગે છે, બનાવે છે, લૂંટે છે, વિશ્વાસઘાત કરે છે. એટલું જ એનું કાર્ય છે. ઘણીવાર એાછું બેલીને પિતાને સ્વાર્થ સિદ્ધ કરવા માટે માયા–કપટની જાળ પાથરે છે અને ઠગ વૃત્તિ થી કેઈને ઠગે છે. આ માયા-કપટને અર્થ થ. માયા મૃષાવાદને અથ: સત્તરમાં નંબરમાં આ બંને પાપોને એકઠા કરી સંજના કરવામાં આવી છે. બીજા અને આઠમા પાપનું મિશ્રણ કરીને માયામૃષાવાદ બનાવવામાં આવ્યું છે. તેથી બંનેને અર્થ સંયુકત આવ્યો છે. બંનેની પાપવૃત્તિ અહીં એકી સાથે હોય છે. મિશ્રિતરૂપે છે. શબ્દ રચના માયા-ઋષવાદ એ પ્રમાણે છે. તેથી આ શબ્દ રચનાનું એક નામ જોઈને. એક બીજી પણ શંકા ઉભી થાય છે કે આ પ્રમાણે માયા-મૃષાવાદમાં પહેલા આઠમું અને પછી બીજું પાપ કેમ રાખ્યું છે? જ્યારે કે અનુક્રમમાં તે પહેલાં બીજું અને પછી આઠમું પાપસ્થાન છે. તેથી મૃષાવાદ-માયા અર્થાત્ મૃષાવાદ (અસત્ય) પૂર્વક માયાનું આચરણ એમ હોવું જોઈએ. પરંતુ નહીં! આ શબ્દ રચનાથી પણ બંધ બેસતું નથી, અને અર્થથી પણ બેસતું નથી, મૃષાવાદની માયા. પરંતુ આ પણ ઉચિત નથી, મૃષાવાદ માયા વિના અંત હોઈ શકે છે, અને માયાના કેટલાક સ્થાનમાં મૃષાવાદની આવશ્યકતા પણ નથી હોતી. આ જરૂરી નથી કે પ્રત્યેક માયાવી મૃષાવાદનું સેવન કરશે જ? તેથી મૃષાવાદ અને માયાનું સેવન કરવાવાળા સંસારમાં સ્વતંત્ર પાપવૃત્તિના જીવો છે. તેથી જ બંને પાપસ્થાનને સ્વતંત્ર રૂપે સ્થાન આપવામાં આવ્યું છે, પરંતુ જે મૃષાવાદી માયાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 60