Book Title: Papni Saja Bhare Part 19 Author(s): Arunvijaymuni Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh View full book textPage 7
________________ ७८३ ભક્ત બનતા જશે, મને પોતાના ઘરે ભક્ષા માટે લઈ જશે, આવી રીતે હું લોકોના ઘર જોઈને કેણ કેવા છે? ક્યા ઘરો ચોરી કરવા જેવા છે? ક્યાંથી આવવાનું ક્યાંથી જવાનું? ઈત્યાદિ કંઈ વાતની સૂચના હું આપીશ, અને દિવસમાં સન્યાસીને વેશ અને રાતે ચોરી કરશું. એવી રીતે બધા આ વાત પર સહમત થયા અને એવા પાપનું નાટક પ્રારંભ થયું. બે–ત્રણ ગામની વચ્ચે પિતાની ઝુંપડી બનાવી. આશ્રમ જેવું રૂપ દીધું અને દિવસે નકલી દાઢી–જરા ભસ્મ લગાવી સન્યાસી બાવાના રૂપમાં ભિક્ષા લેવા માટે નીકળતા, અને બે-ચાર ચાર પણ એના ભક્ત બની પ્રશંસા કરતા નીકળતા, બિચારા શ્રદ્ધાળુ સામાન્ય લેકો આકર્ષિત થઈ જતા હતા. આખરે સંસારી લોકો તો અનેક દુખથી ભરેલા છે. કોઈને પૈસા છે તો સંતાન નથી અને સંતાન છે તે પૈસા નથી એવી રીતે અનેક દુઃખોથી ભરેલા લોકે આમંત્રણ આપી, વિનંતી કરી બાવાજીને ઘરે બેલાવતા હતા. પદાર્પણ–પગલા કરાવી ભીક્ષા વગેરે દેતા હતા. તે સમય બાબાજી કહેતા કે મને તે ઘરના અંદરના ભાગમાં, બિલકુલ અંદર બેસાડે, અને ઘેડા સમય પછી મહાતપસ્વીનો ઢાંગ કર્યો, અરે આ મહિના મહિનાના ઉપવાસવાળા મહાતપસ્વી છે. એવી પ્રશંસા એના સાથી કરતા હતા. ભેળા શ્રદ્ધાળુ લોકે સાચા સાધુની જેમ માની તેને આદર સત્કાર કરતા હતા. બસ એના પારણા પછી ત્યાંથી બહાર નીકળી ચાર પલ્લીમાં જઈ અમુક ઘરમાં ચોરી કરવા જેવી છે. એવી સૂચના દેતા હતા. અને બેચાર દિવસમાં એના ઘરે ચોરી થતી હતી. બિચારાનું આખું ઘર સાફ થઈ જતું હતું. આ રીતે લોકોમાં એક ખોટી ધારણું ફેલાઈ ગઈ, અને લોકે પણ ખોટું વિચારવા લાગ્યા કે ધમીના ઘરે ધાડ પડે છે, અને પાપીને ઘરે લીલા લહેર છે; સંભવ છે કે આવી વિચર ધારાથી કેટલાય ધર્મ છોડી દેતા હતા. આમ પણ જોયું જાય તે ધર્મ છોડે તે ઘણે સહેલો છે અને અધર્મ–પાપ છોડવું. ઘણું કષ્ટદાચિ છે, તે સન્યાસી પણ રાત્રે વેશ પરિવર્તન કરીને ચેરાની સાથે ચોરી કરવા લાગ્યા? ઘણા લાંબા વખત સુધી આ ક્રમ ચાલ્યા કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60