Book Title: Papni Saja Bhare Part 19
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 58
________________ ૮૩૪ તે વાસ્તવિક સત્યથી વિપરીત જ હોય છે, તેમજ અશ્રદ્ધા અને અજ્ઞાન સ્વરૂપે હોય છે. તેવી રીતે જેવું વિચારે છે તેવું વ્યવહારમાં બેલે–ચાલે છે. આવી રીતે મન-વચન અને કાયાની વિપરીત મિથ્યાપ્રવૃતિ પાપકર્મ બંધાવામાં કારણ બને છે. મિથ્યાત્વને અવ્વલ નંબરને કર્મબંધને હેતુ ગણે છે. નિયતિના વિતવધ હેતવઃ જ્યાં સુધી મિથ્યાત્વ રહેશે ત્યાં સુધી કર્મબંધને લાંબે સંસાર, ચાલતો રહેશે.... - મિથ્યાત્વ આત્માના સમ્યગદર્શન ગુણેને અવરોધક છે. આથી, તેને સારે કેવી રીતે કહેવાય? જે આત્માને વિપરીત જ્ઞાન–અજ્ઞાનઅશ્રદ્ધામાં રાખે તેને અશુભ પાપ ન કહે તે પુણ્યરૂપ શુભ કેવી રીતે કહેવાય ? જ્યારે શુભ નથી ત્યારે અશુભરૂપ પાપ જ કહેવાશે. મિથ્યાત્વ આત્માને ભારે કર્મ બંધાવે છે. બંધની સ્થિતિ ઉત્કૃષ્ટ પડે છે. આત્માને વિકાસ થવા દેતો નથી અને દીર્ઘકાળ સુધી આત્માને સંસારમાં પરિભ્રમણ કરાવે છે તેથી જ તેને આત્માને ખતરનાક શત્રુ રૂ૫ પાપ કર્મ કર્યું છે. મિથ્યાત્વ એ આત્મગુણઘાતક છે. ઝેર, સર્પ અને વેશ્યાથી જેટલું નુકશાન નથી થતું કદાચ તેનાં કરતા અનેકગણું નુકશાન મિથ્યાત્વથી થાય છે. સપના ડંસથી સંભવ છે કે એક વખત જ મૃત્યુ થશે પરંતુ મિથ્યાત્વના કારણે અનેકવાર મરીને જીવને નરકાદિ ગતિમાં જવું પડશે. મિથ્યાત્વ આત્માના સમ્યગદર્શન ગુણને ઘાત કરે છે. અને આમાની જ્ઞાન-સ્વભાવ દશાને કુંઠિત કરે છે. જ્ઞાન આત્માને મૂળભૂત ગુણ છે તે જ્ઞાનદશાને મિથ્યાત્વ વિપરીત કરી દે દે છે. આથી મિથ્યાત્વી યથાર્થ સત્યને વિપરીત અસત્ય માને છે. એટલા માટે મિથ્યાત્વ શલ્યને અઢાર પાપસ્થાનના કામમાં ૧૮માં કમે બતાવ્યું છે. હૃદય પર તીરે...! પરમકાન્તાર અને મહાદુભિક્ષ છે. આથી. - મહાપુરુષોએ મિથ્યાત્વને માત્ર પાપ જ નહી પરંતુ સર્વ પાપમાં સૌથી મોટું મહાભયંકર પાપ કહ્યું છે. આવું પાપ સર્વથા હેય–ત્યજવા ગ્ય તેમજ અનાચરણીય છે. આથી આપણે તેનાથી બચવું જોઈએ. અને સર્વ જી મિથ્યાત્વને ત્યાગ કરીને સમ્યફ શ્રધ્ધા ધારણ કરીને મેક્ષને પ્રાપ્ત કરે એજ શુભેચ્છા. 卐सर्वे श्रद्धालवाः सन्तु ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60