Book Title: Papni Saja Bhare Part 19
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 14
________________ ૭૯૦ ચતુરતા વધારે હોય તે સમજે કે તે હજારો લોકોને બનાવી શકે, ઠગી શકે અસત્યને સત્યનું રૂપ આપી શકે છે. આખરે ધર્મી કરતાં પાપી વિશેષ ચતુર હોય છે. માયા મૃષાવાદીની માયાજાળ અને અસત્ય તું ન !..... આજકાળ એવા કેટલાય દંભી ઢોંગી ભગવાન નીકળ્યા છે જાણે કેિ ભગવાન બનવાની સ્પર્ધા ચાલતી હોય, એક ચેગી લેકને આકાશમાં ઉડવાની આકાશગામિની વિદ્યાશક્તિ આપવાના નામે લાખ રૂપિયા એકઠા કરી રહ્યો છે. લોકોને ફસાવી રહ્યો છે. કરોડોની સંખ્યામાં આવા કાંઈક મૂખ તો મળી જ જશે. કેઈ બિચારે ભગવાન બનીને કેટલાય સજજન સુશિક્ષિતોને નિર્વસ્ત્ર બનાવીને નાગા નચાવીને મુક્ત સહચાર કરાવી સંગથી સમાધિને માર્ગ બતાવીને જગતભરને ભ્રષ્ટાચાર ઉભો કર્યો છે, મહાદંભી ભયંકર પાપોની હારમાળા ઉભી કરીને પોતાની જાતને જગતને સર્વથી દિધ નિર્દોષ ભગવાન ઘોષિત કરી રહ્યો છે. બીજા પણ એવા બે–ચાર ભગવાન છે. જેમાં એકની માયા મૃષાવાદની પ્રવૃત્તિ તે હદ ઉપરાંત છે. એ કહે છે કે-હું સુરતના રેલવે પ્લેટફોર્મ ઉપર એક બેંચ પર બેઠો હતો અને મને કેવળજ્ઞાન થઈ ગયું. તેથી જે કોઈ પણ કેવળજ્ઞાની જોઈતું હોય તે મારી પાસે આવીને મારા પગના અંગૂઠાને સ્પર્શ પિતાની લલાટે કરે તે મારું સંપૂર્ણ જ્ઞાન એમાં સંક્રમણ પામી જશે. એ પ્રમાણે લોકો આવે છે અને આ નાટક ચાલે છે. તે પોતાની જાતને ભગવાન કહેવડાવતો એમ કહે છે કે મને સિમન્વર સ્વામી એ મહાવિદેહથી મોકલે છે. જે કોઈને પણ કેવળ જ્ઞાન અને મોક્ષ જોઈતું હોય તેને આપવા માટે હું અહીં આવ્યો છું એટલું જ નહીં પણ તેણે નવકારનાં નવ પદ પછી દસમું અગીયારમું પોતાનું પદ બનાવ્યું છે. પોતાની જાતને નમસ્કાર કરાવવાની આ એક યુક્તિ રચી છે. તથા આત્મા, કર્મ, ધર્મ, –મેક્ષ વગેરે બધાની વ્યાખ્યા બદલીને પોતાની મનફાવે તેવી વ્યાખ્યા અને અર્થ બેસાડીને અક્રમ વિજ્ઞાનની લીલા ચલાવી રહેલ છે, વિચારો કેટલો દંભ છે? ગમે તે રીતે મનફાવે તેમ વર્તવું જીવવું જ્યાં કોઈ વ્રત–નિયમ–આચાર સંહિતા વગેરે કાંઈજ નથી તે ઉપરાંત એવું ભગવાનપણાનું નાટક રચવું આ બધું માયા–મૃષાવાદ વિના ન ચાલી શકે પરંતુ આજે પાપને ડર બહુ જ ઓછા લોકોને છે અને શાસ્ત્રકાર મહર્ષિઓ એ તે પાપભીરૂ આત્માને જ ધર્મને માટે યોગ્ય પાત્ર કહેલ છે. અગ્યને શાસ્ત્ર શીખવવાથી શાસ્ત્ર તેના માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60