Book Title: Papni Saja Bhare Part 19
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 49
________________ ૮૨૫ થી માંડીને અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવને જે મિથ્યાત્વ હોય છે. તે આ પ્રકારનું અનાગિક મિથ્યાત્વ હોય છે. અવ્યકત અવસ્થામાં મિથ્યાત્વ પડેલું છે. અનન્તા નિગોદના જીવ પણ એકેન્દ્રિય જ છે. તેથી તેમને પણ બધા તનું સાચું જ્ઞાન ત્યાં નથી તેથી તે બધા પણ મિથ્યાત્વી જ કહેવાશે. વસ્તુ વિષયક અજ્ઞાનતા ના કારણે આ મિથ્યાત્વ ભરેલું હોય છે. એ પ્રમાણે આ મિથ્યાત્વના પાંચ ભેદ અનાદિકાળથી જીવની વૃત્તિ ઉપર આધારિત છે. તે ચાલ્યા આવે છે અને અનેક પ્રકારના કર્મબંધ કરાવે છે. છ ભેદ દ્વારા મિથ્યાત્વનું સ્વરૂપ લોકેત્તર દેવગત ગુરુગત પર્વગત લોકોત્તર દેવગત ગુરુગત પવગત लोक लोकोत्तर भेदे षड् विध, देव -गुरु वली पर्वजी, शक्ते तिहां लौकिक त्रण आदर, करतां प्रथम निगर्वजी । लोकोत्तर देव माने नियाणे, गुरु ते लक्षणहीना जी, पर्वनिष्ठ इहलोकने काजे, माने गुरुपद लीना जी ॥ ઉપાધ્યાયજી મહારાજ સજઝાયમાં આ પ્રમાણે લૌકિક અને લેકેત્તરના ભેદથી ૬ પ્રકારનાં મિથ્યાત્વ બતાવ્યા છે. લૌકિક એટલે કે લેક વ્યવહારમાં પ્રચલિત જે દેવ (ભગવાન) અને ગુરુ, પર્વ વગેરે માનવાં એ લૌકિક મિથ્યાત્વનું સ્વરૂપ થયું. (૧) લૌકિક દેવગત મિથ્યાત્વ - રાગી–ષી, અલ્પજ્ઞ, સંસારીને ભગવાનના રૂપે માનવા, મહાદિ દેથી ગ્રસ્ત એવા ભગવાન માનવા તે મિથ્યાત્વ કહેવાય છે. (૨) લૌકિક ગુરગત મિથ્યાત્વ : કંચન-કામિની ના ભેગી સંસારના સંગી, ભેગમાં આસકત કંદમૂળના ભક્ષક, અનાચાર ને સેવવાવાળા, પાપલીલામાં મસ્ત. તથા તપ-ત્યાગઆદિ રહિત એવા બાબા જેગી, ફકીર, સંન્યાસીનાપસ, વગેરે જે ૩૬ ગુણના ધારક નહીં હોવા છતાં પણ તેને ગુરુના રૂપમાં માનવા આ લૌકિક ગુરુગત મિથ્યાત્વ થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60