Book Title: Papni Saja Bhare Part 19
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 3
________________ પ્રવચન-૧૯ પાપસ્થાન ૧૭ મું માયામૃષાવાદ માયા મૃષાવાદનું સ્વરૂપ” પ.પુ.પરમગુરુ પરમનાથ પરમાઈન ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના ચરણ કમળમાં અનંતાનત નમસ્કાર પૂર્વક– मनस्यन्यद् वचस्यन्यद् मायामृषा च सोच्यते । कदाऽपि सुखदा न स्याद्विखे यथा पणांगना । મનમાં કાંઈ હોય અને વચન વ્યવહારમાં કાંઈક જુદું જ હોય તેને માયા મૃષાવાદ કહેવાય છે. જેવી કે વેશ્યાની નીતિ હોય છે. જેમ કે વેશ્યાના મનમાં માત્ર ધન–પૈસા પ્રાપ્તિની જ ઈરછા હોય છે. એ કાંઈ સાચો પ્રેમ નથી કરતી તે પણ અનુરાગપૂર્વક વચન બોલવા દ્વારા બહારથી, ઉપરથી કૃત્રિમ પ્રેમ દુનિયાભરને પ્રેમ દેખાડશે, તેવા જ માયા મૃષાવાદી જીવે છે. મનમાં કાંઈ જુદું જ રાખે અને બેલવા ચાલવામાં કાંઈક જુદું જ રાખે છે. એવા ભેદભાવ રાખવાવાળા માય મૃષાવાદી સંસારમાં ક્યારેય પણ સુખી થઈ શકતા નથી. બીજા અને આઠમાં પાપસ્થાનનું મિશ્રણ : પ્રસ્તુત પુસ્તક જે “પાપની સજા ભારે” શીર્ષકથી ચાલી રહ્યું છે. જેમાં ૧૮ પાપસ્થાનને અનુક્રમે વિચાર ચાલી રહ્યો છે. હવે તમારી આંખ સામે અઢારે પાપોને વિસ્તારથી ખ્યાલ આવી ગયો હશે. એક મિનિટ માટે બધા જ પાપસ્થાને અનુકમે યાદ કરી લો અને પાપસ્થાનની નામાવલીમાં થોડા ધ્યાનપૂર્વક જુઓ કે કઈ પણ પાપસ્થાન બે વાર આવેલ છે? અથવા બે પાપસ્થાનોના સંગથી બનેલું હોય એવું જોવામાં આવે છે? હમણાં સુધી તો નથી. બધા જ પાપસ્થાન પોતપોતાના સ્વરૂપમાં, અર્થમાં સ્વતંત્ર જ છે. એકલા જ છે અને એક જ સ્પષ્ટ અર્થને લઈને ચાલી રહ્યા છે. જ્યારે કે હવે આ સત્તરમાં નંબરમાં આવેલ આ માયા મૃષાવાદ બે પાપોના સંયુક્ત મિશ્રણનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 60