Book Title: Papni Saja Bhare Part 12
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 8
________________ ४८७ સંસાર છોડીને સાધુ બનવું, ત્યાગ તપની સાધના કરવી અને અખંડ બ્રહ્મચર્યનું પાલન કરવું પણ સરળ છે. પરંતુ લેભવૃત્તિને ત્યાગ કરવો બહુ જ કઠણ છે. અત્યન્ત દુષ્કર છે. માસક્ષમણના તપસ્વી પણ લેભ દશામાં પડી જાય છે. જાપ-ધ્યાનની સાધનાવાળા સારા એવા સાધકનું પણ પતન મિનિટોમાં થઈ જાય છે. કારણ કે લાભ વૃત્તિ કેટલી પ્રબળ છે? પંચ મહાવ્રત ધારી કંચન કામિનીના ત્યાગી પણ લોભાદિ કષાય વૃત્તિમાં પડી જાય છે. અને લક્ષ્મીના દાસ–ગુલામ બની જાય છે. સાચે જ કહ્યું છે કે લેભથી મુનિરાજ પણ ક્ષોભ પામે છે. બાહ્ય આચારનું પાલન, બાહ્ય પાપોને ત્યાગ સરળ છે. પરંતુ મનના અત્યંતર પાપ કર્મોને ત્યાગ બહુજ કઠણ છે. ચેગશાસ્ત્રમાં "प्राप्योपशान्तमोहत्वं, क्रोधादिविजये सति । लोभांशमात्रदोषेण, पतन्ति यतयोऽपि हि ॥ ક્રોધ, માન, માયા ઉપર વિજય પ્રાપ્ત કરીને ઉપશાંતમૂહ ગુણસ્થાન પર ચઢેલો સાધક પણ અંશમાત્ર લાભના દોષથી પતિત થઈ જાય છે – પડી જાય છે– ગુણસ્થાનોની દૃષ્ટિમાં લોભ કષાય આધ્યાત્મિક વિકાસના સૂચક ૧૪ ગુણસ્થાનક જૈન શાસ્ત્રોમાં બતાવેલા છે. કેવી રીતે આત્મા કર્મોનો ક્ષય કરતાં કરતાં મેક્ષ પ્રાપ્તિની દિશામાં એક એક પગથિયું ચઢતો જાય છે. ચોથા ગુણસ્થાનકે શુદ્ધ શ્રદ્ધા, સમ્યગદર્શન પ્રાપ્ત કરીને સભ્યત્વી બને છે. એ જ જીવ પાંચમાં દેશવિરતિ ગુણસ્થાન પર આવીને શ્રાવક બને છે. છઠ્ઠા સવ. વિરતિ ગુણસ્થાન પર સાધુ-મુનિ બને છે. સાતમા ઉપર ચઢીને અપ્રમત્ત. સાધુ બનીને નિરતિચાર ચારિત્રનું પાલન કરે છે. આગળ શ્રેણીના શ્રી ગણેશ કરતાં કરતાં આઠમા અપૂર્વકરણ ગુણસ્થાન પર ચઢીને પિતાની અનન્ત આત્મશક્તિઓને પ્રગટ કરે છે અને આગળ નવમાં. અનિવૃત્તબાદર ગુણસ્થાનક પર ચઢીને ક્રોધ-માન-માયા ને સર્વથા મૂળમાંથી નષ્ટ કરી નાંખે છે. વેઢમેહનીય–હાસ્યાદિને પણ અહીં જ નાશ કરે છે. જેનાથી વિષય-વાસના–કામવિકાર બધા જ મૂળમાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38