________________
પ૨૦
બનીને બીલમાં રહીને હીરા, મોતી-રત્ન ઉપર ફરતે અને પ્રસન્ન થતો. એકવાર બે જુગારી ત્યાં રમવા આવ્યા અને દેખતાની સાથે ઉંદરને ત્યાં જ મારી નાંખ્યો. ઉંદર મરીને દગિલા દાસીની કક્ષામાં પુત્ર પણે ઉત્પન્ન થશે. રુદ્રચંડ નામ હતું. લેભવશાત્ ચેરી કરતાં પકડાઈ ગયે અને રાજાની આજ્ઞાથી ફાંસીની સજા મળી. અહીંથી મરીને ફરીથી બીજી નરકે ગયે. પાછે ત્યાંથી નીકળીને તેજ પર્વતમાં સ્ત્રી પણે ઉત્પન્ન થયા. શ્રીદેવી નામ હતું. કર્મ સંજોગે નૈવેયક દેવક માંથી સમુદ્રદત્તને જીવ પિતાનું આયુષ્ય પૂર્ણ કરીને શ્રી દેવીની કુક્ષીમાં ઉત્પન્ન થાયે, પુનઃ સમુદ્રદત્ત નામ પાડયું. અને માતા-પુત્ર રૂપે બન્યા પુત્ર મોટો થયા લગ્ન થયું. માતા-પુત્ર બંને એકવાર બહારગામ જતા હતા, ત્યારે વચ્ચે આ લક્ષ્મીનીલય પર્વત આવ્યો. જ્યાં ખજાનાની જગ્યા ઉપર જમવા બેઠા. એટલામાં પુત્રે હાથથી થોડી જમીન ખોદી ત્યાં સેનાને ચરુ જોયા. તે માતાને દેખાડ્યા માતા પણ આશ્ચર્ય ચકિત થઈ. સુષુપ્ત લોભદશા જાગૃત થઈ લાભના કારણું ચાલી રહેલ વૈર પરંપરા આંખમાં આવી અને માતાએ આ સર્વધન પિતાનું કરવા માટે ઝેર ખવરાવ્યું. પુત્ર મરી ગયે સૌભાગ્યવશ ગારુડિકેએ, માંત્રિ કોએ પ્રવેગ કર્યો અને તે બચી ગયા. જ્ઞાની ગીતાર્થ ગુરુની પાસે દીક્ષા લીધી. આત્માનું કલ્યાણ કરીને પ્રવેયક દેવલોકમાં ગયા.
આ માતા પુત્ર હત્યાના પાપથી પાંચમી નરકમાં ગઈ. ત્યાંથી નીકળી તિર્યંચ ગતિમાં ભટકતી કેટલા જન્મ-મરણ કરતી પુનઃ ધનના લેભવશ આજે પણ આ નળિયેર વૃક્ષના રૂપમાં ઉત્પન્ન થઈ છે. તે પુત્રને જીવ પણ દેવલોકથી ચ્યવી શ્રેષ્ઠિ પુત્ર બન્યો છે. જે તું છે અને આજ મારી સામે આવ્યા છે. આ તેજ લક્ષ્મીનિલય પર્વત છે. આ વૃક્ષ તારી માતાને જીવ છે. આથી જોઈને તેને મોહ મમત્વ બુદ્ધિ જાગૃત થઈ રહા છે. તે સ્વાભાવિક છે. ધન પણ નીચે છે. આ રીતે મારી પૂર્વ ભવ પરંપરા સાંભળી મેં વિજય ધર્મ આચાર્ય પાસે દીક્ષા લીધી. તેજ હું છું મારું નામ આજે વિજયસિંહ આચાર્યું છે અને શિખિકુમાર ! તે જે કંઈ આ હમણા મારાથી સાંભળ્યું તે મારું પોતાનું જીવન ચરિત્ર છે. જેવું મેં જ્ઞાની ભગવાનથી સાંભળેલું છે. તે પ્રમાણે તમને કહ્યું છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org