________________
૫૧૮
વિમર્શ કરીને આ બધું જ ધન એક સુવર્ણ કુંભમાં ભરીને અહીં જમીનમાં દાટી દેવામાં આવે તે સાર' પડશે, ધન બચી જશે. પછી કયારેક આવીને લઈશું. એમ વિચારીને એક નાળીયેરીને નીચે ખાડે બનાવીને દાટી દીધું. પછી ત્યાંથી ચાલ્યા ગયા. થોડા દિવસ પછી ચુદ્ધની પૂર્ણાહુતિ થઈ ગઈબંનેના મનમાં લાભવૃત્તિ જાગૃત થઈ ગુણચંદ્ર વિચાર કર્યો કે આ બધું ધન હું જ લઈ લઉં. બધું જ મને મળી જશે એમ વિચારીને મોટા ભાઈએ નાનાભાઈ બાલચંદ્રને ભેજનમાં ઝેર આપીને મારી નાંખ્યું અને ખુશ થયે વાહ ! આ બધું જ ધન માર. લેભી શું કરે છે? લેભની તાકાત કેટલી કે એક જ માતાના બે પુત્ર-ભાઈ–ભાઈનું સગપણ એક જ લેહી-છતાં લાભની પાછળ પાગલ બનેલો વ્યક્તિ સગા ભાઈને પણ મતને ઘાટ ઉતારી દેતાં વિચાર કરતા નથી. ધનનો વિચાર કરીને વારંવાર ખુશ થયે છે. મારી પાસે બહુ જ વધારે છે એમને એમ મનમાં રાજી થતે થાય છે. પરંતુ તીવ્રપણે કરેલા પાપકર્મને ઉદય પણ શીધ્ર જ મળે છે અને ફળ પણ તે અનુસાર અશુભ જ પ્રાપ્ત થાય છે. ગુણચંદ્રને પણ તે પર્વત ઉપર સર્પ કરડે છે અને વિષના તીવ્ર અસરથી તે ત્યાં જ મૃત્યુ પામે છે. અને ભાઈ મરી ગયા અને ધન ત્યાં જ પડયું રહ્યું. ધનની પાછળ બંને ભાઈઓનું મનુષ્યજીવન નિષ્ફળ ગયું. ભાઈની હત્યાના પાપથી ગુણચંદ્ર મરીને નરકે ગયે અને બાલચંદ્ર નાનો ભાઈ વ્યંતર ગતિમાં ગ. ત્રીજા જન્મમાં ગુણચંદ્રને જીવ નરકમાંથી નીકળીને સર્પ બન્યો અને - વ્યંતર ગતિમાંથી આવીને બાલચંદ્રને જીવ દેવદત્ત નામને સાર્થવાહને પુત્ર બન્યા. યોગાનુયેગ લોભ-મેહ કર્મના આકર્ષણથી લક્ષ્મી નિલય પર્વત પર ગયા. પિતાનું નિધાન જ્યાં દાટેલું હતું ત્યાં મિત્રો સાથે ગયે. સર્પનું બીલ જોઈને કૌતુકથી ધન લેવા ગયે. ત્યાં પહેલેથી જ સ૫ (ગુણચંદ્રને જીવી રહેલ હતા. તેણે ડંખ દઈને દેવદત્તને મારી નાખ્યા. અહીં વસ્તુપાલ-તેજપાલનું દષ્ટાંત યાદ આવતા વિચાર થાય છે કે આત્માની પરિણતી શુભ હોય તો શુભફળની પ્રાપ્તિ થાય છે અને અશુભ હેય તે અશુભની પ્રાપ્તિ થાય છે. કાચાં તેજપાલ- વસ્તુપાલ કે જ્યાં ધન દાટવા ગયા તે ખાદતાં બીજુ ધન હાથ લાગ્યું અને બાલચંદ્ર પિતાનું દાટેલું ધન લેવા જતાં સપને ડંખ મળે. તથા જીવનને અન્ત! અધ્યવસાયમાં અહીં લેભ રહેલે હતે. દેવદત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org