________________
૫૧૧
શાસ્ત્રકાર મહર્ષિ બહુ જ સ્પષ્ટ કહે છે કે, બધા જ પાપનું નિમિત્ત કારણ મૂળમાં લેભ જ છે અને ચાર ગતિરૂપ સંસારમાં વારંવાર ભટકાવવા વાળો આ લેભ જ છે. સાચી વાત છે કે લેભને કારણે મનુષ્યની વૃત્તિ બગડે છે. ખરેખર જે પૂછવામાં આવે કે પાપને બાપ કોણ છે?
પાપને બાપ કોણ છે? -
૧૨ વર્ષ સુધી કાશીમાં વિવિધ શાસ્ત્ર ભણુને આવેલા પંડિતજીને તેમની ધર્મપત્નિએ પૂછ્યું કે પાપને બાપ કોણ? પંડિતજી તે પિતાની અષ્ટાયાચિને યાદ કરતાં માથું ખંજવાળવા લાગ્યા. અરે ! આટલા નાના પ્રશ્નનો જવાબ નથી મળતું? શું કરું? પાછા કાશીબનારસ ભણવા જાઉં? ફરી કાશી જવા નીકળ્યા ! અધે રસ્તે એક વેશ્યાનું ઘર આવ્યું. એક દિવસ માટે ત્યાં વિશ્રાંતિ લેવાનું વિચારે છે. એટલામાં વેશ્યાએ આમંત્રણ આપ્યું, પધારો...પંડિતજી ઘરમાં ગયા. + વાતચિતથી ખબર પડી કે આ વેશ્યા છે. અને હું આના ઘરે
ક્યાંથી આવી ગયે ? ચાલે....ચાલો....ચાલતા થઈએ. વેશ્યાએ પૂછયું પંડિતજી કયાં જઈ રહ્યા છે ? અરે! કાશી જઈ રહ્યો છું? કેમ પંડિતજી તમે તે સારી રીતે ભણીને આવ્યા છે અને ફરી પાછા કેમ જઈ રહ્યા છે ? પંડિતજીએ કહ્યું. કંઈક બીજુ પાછું ભણવું પડશે. કારણ કે પાપનો બાપ કોણ છે? એને જવાબ નથી મળતા, તે સાંભળી વેશ્યા રહસ્ય સમજી ગઈ. એણે કહ્યું પંડિતજી એક દિવસ તે તમે રહી જાવ. મને પણ કંઈક આતિથ્યને લાભ આપતા જાવ.
તમારું ચરણામૃત ગ્રહણ કરું, વેશ્યા પાણી લઈ આવી. પંડિતજી ચમકી ગયા, અરે ! હમ્ તું તે વેશ્યા છે અને હું તે બ્રાહ્મણ પંડિત! તારે સ્પર્શે તે મને ભ્રષ્ટ કરી નાંખશે. એટલામાં વેશ્યાએ એક સોનામહોર દેખાડી, લાડુ આદિ નવદ્ય મૂકયું; પંડિતજી ચૂપ થઈ ગયા. અને વેશ્યાએ બ્રાહ્મણની પૂજા કરી વિનંતી કરી, પંડિતજી ! આજ તે તમારુ ભજન હું બનાવીશ, તૈયાર થયું; વેશ્યા થાળીમાં પીરસીને લાવી, લાડુને ગુલાબ જાંબુ વગેરે જેઈને પંડિતજીનું મન લેભાણું, ખાવા બેસી ગયા, વેશ્યાએ હાથ જોડીને વિનંતી કરી ગુરુજી આજ તે મારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org