________________
૫૧૪
આધીન થઈ જાય છે, મોટામાં મોટા રાજા, સમ્રાટ પણ લેભાને આધીન થઈ જાય છે. ટૂંકમાં વસ્તુની પ્રાપ્તિથી લેભની નિવૃત્તિ થતી નથી, પણ ઇચછાના ઉન્મેલનમાં જ લોભની નિવૃત્તિ છે.
સંસારમાં કેઈપણ એક પદાર્થની ઈચ્છા થઈ, તેને માટે જીવ પ્રવૃત્તિ કરે છે, પછી તેની પ્રાપ્તિ થાય છે અને જીવ થોડા સમય માટે તૃપ્તિને અનુભવ કરે છે. થોડા સમય માટે તે ઈચ્છાને અંત થયેલ હોય તેવો ભાસ થાય છે. પછી ફરી ઈચ્છા, પ્રવૃત્તિ, પ્રાપ્તિ અને તૃપ્તિને ચકરાવે શરૂ થાય છે, હવે આ વિષચક્રનું જે સંશોધન કરીએ તે ખબર પડે કે આપણે ઈચ્છા પગલિક પદાર્થોની કરીએ છીએ, તે પદાર્થો સ્વયં વિનાશી છે એટલે તેનાથી મળતી તૃપ્તિ પણ વિનાશી બને છે. એના કરતાં જે અવિનાશી એવા આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરવા માટે જે ઈચ્છા કરીએ, તેના માટે પ્રવૃત્તિ કરીએ. તેની પ્રાપ્તિ થતાં જે તૃપ્તિ થશે તે અવિનાશી હશે સાદિ અનંત હશે, હવે અતૃપ્તિ ની ઉપસ્થિતિ જ ને થતાં ફરી ઈચ્છા, લાભ, ગૃદ્ધિ આસક્તિ વિ. ની શક્યતા જ ચાલી જશે. એટલે લેભના મૂળમાં ઈછાતત્વ છે આ ઈછાનું જે ઉર્ધ્વીકરણ sublimation કરવામાં આવે તે લેભને નાશ થઈ શકે છે. પર વસ્તુ માં આકર્ષણ થાય છે, માટે તેની ઈચ્છા થાય છે. હવે જે સમ્યગુજ્ઞાનના બળે સ્વરૂપનું આકર્ષણ થાય તે પર પદાર્થની ઈચ્છાને અભાવ થઈ જાય.
ઈચ્છાની ઉત્પત્તિ વસ્તુની પ્રાપ્તિ કે અપ્રાપ્તિ ઉપર આધારિત નથી એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જેની પાસે જેટલું વધારે છે તેને તેટલે વધારે લાભ થાય છે ? અને જેની પાસે જેટલું ઓછું હોય છે તેને લોભ તેટલા ઓછા પ્રમાણમાં થાય છે? ના, એવું જ નથી. જેની પાસે અધિક વસ્તુઓ છે તેને લેભ નથી થતો એવું પણ નથી એને લભ આગળને આગળ ખેંચતો રહે છે. આ અણઉકેલાયેલ કેયડો છે અને જેની પાસે નથી એને પણ લોભ આગળ વધતું જ જતું હોય છે. લાભ પણ છે. અને સાથે સાથે આશા અને તૃષ્ણાઓ પણ છે.
રંગની ઉપમાંથી લાભના ચાર પ્રકાર છે
-
૪ પી શકે.
અનતાનુબંધી અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંત
* આમંત્રણ * “ટકી શકતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org