________________
૫૦૩
લેભીયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે? કેમકે ધૂર્ત લેકે ઠગે છે અને લેભી લેકે શીધ્ર એના શિકાર બની જાય છે. વધારે લોભી વધારે ઠગાય છે. લેભવૃત્તિ ઓછી હોય અને સંતોષ વૃત્તિ હોય તે જરૂર બચી જશે. લોટરીના દૂષણે :
લોટરીએ કઈ ઓછા દોષ ઉત્પન્ન નથી કર્યા ! હજારો દે. ઉભા કર્યા છે. કયા તો સમાજવાદ અને સમાનવાદની વાતો કરવાવાળી અમારી સરકાર ! કે ના ના અમે તે બધાને સરખા બનાવવા ઈચ્છા રાખીએ છીએ–બધા સરખા બને. ધન, સંપત્તિ, પૈસા વગેરે બધામાં સરખા બને. વાતે તે બહુ સારી છે. પરંતુ આ મેલું રાજકારણ છે. લેટરી કાઢીને હજારો લેકેના પૈસા લૂંટી એક બે કે દસ વ્યક્તિઓમાં વહેંચી દેવા-આપી દેવાં હજાર ભીખારી બને ત્યારે એક લક્ષાધિપતિ– કેટલાય રોડપતિ બને ત્યારે એક કરોડપતિ બને છે. શું આ સમાનતા છે? શું આનાથી ક્યારેય સમાજવાદ આવશે? કેટલી મૂર્ખતા છે. એક બાજુ દેશમાં બેકારી–બેરોજગારીની સમસ્યા નિવારણ નથી પામતી સારા એવા સુશિક્ષિતે પણ બેકાર બેઠા છે અને બીજી બાજુ સરકારે લેટરીઓ ચલાવી છે. જોકે નોકરી કરીને પરાણે ૩૦૦,૪૦૦, ૫૦૦ કમાય છે અને એમાં પણ લોભવશાત ૫, ૧૦, ૨૦ જાતની લોટરીની ટિકિટ ખરીદી લે છે જેમાં ૪૦, ૫૦, ૧૦૦ રૂપીયા પણ. જતા રહે છે. મહીનાઓ અને વર્ષો સુધી લોટરીઓ ખરીદવા ઉપરાંત પણ ઈનામ લાગતું નથી. બીચારા આશાને આશામાં લોભવશાત ગરીબાઈના ખાડામાં પડતા જાય છે. સરકાર પરિશ્રમના પરસેવાની કમાણી કરવા માટે સમાજને શા માટે ફરજ નથી પાડતી? એ જ લેટરી ને એક દોષ ધર્મ ક્ષેત્રમાં પણ પ્રવેશી ગયેલ છે. હવે લોકે ભગવાનને સ્થાને લોટરીને પણ સાથે મુકી રાખે છે. તેની આરતી ઉતારવા લાગ્યા છે. લેટરી લાગી જાય એ હેતુથી લોટરી સામે રાખીને માળા ગણતા થઈ ગયા છે. માત્ર આશામાં ને આશામાંઆ વિષયમાં તો પાકે નાસ્તિક પણ આસ્તિક બનતો જાય છે. ખરેખર સાચું જ કહ્યું છે કે “ આરાયાઃ રાતે રાણાઃ સર્વવર ” જે આશાના રૂપ, દાસ બનેલા છે. તેઓ તે સમસ્ત લેકના દાસ બનેલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org