Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 6
________________ આ ત્રણે સાધ્વીજી મહારાજ સાહેબને તેમજ અધ્યાપક શ્રી રતિલાલ ચીમનલાલ દેશીને તથા પંડિત શ્રી બાબુલાલ સાવચંદભાઈનો તથા મૂળમેટર તપાસવામાં સહાયક અધ્યાપક શ્રી વસંતલાલ નરોત્તમદાસ ભાઈને પણ આ સ્થળે હું આભાર માનું છું. પ્રસ્તુત ગ્રન્થને પ્રથમ ખંડ વિ. સં. ૨૦૧૭માં બહાર પડેલ, દ્વિતીયખંડ ચાર વર્ષ જેટલા ગાળામાં વિ. સં. ૨૦૩૧ ની સાલે બહાર પડેલ. ઉપરોક્ત કારણે નવ વર્ષ પછી આજે આ ત્રીજો ખંડ બહાર પડી રહેલ છે. એમ તે આ ગ્રન્થમાં પણ કર્મ સંબંધી જ વિશેષ હકીકત છે. પરંતુ સુંદર ભંગના સમૂહરૂપ હોવાથી ચાર પ્રકારના અનુયેગમાંથી આ ગ્રન્થમાં મુખ્યત્વે ગણિતાનુગ બતાવેલ છે. તેથી કેટલાક અભ્યાસકે આ ગ્રંથિથી કનાળે છે. પરંતુ ગણિતાનુગ મનની એકાગ્રતાને પ્રાપ્ત કરવા માટેનું એક અમૂલ્ય કારણ છે. આ હકીકત ગણિતના નિણાતેને અનુભવસિદ્ધ છે. મનની એકાગ્રતાથી જ શુકલ ધ્યાનની પ્રાપ્તિ કરી છેવો સકલકર્મવિમુક્ત બની સિદ્ધિ પદને પ્રાપ્ત કરે છે. માટે આ વિષયમાં કંટાળે ન લાવતાં એકાગ્રચિત્તે ભંગ-જાળને સમજવા અને તૈયાર કરવા માટે મારી ખાસ ભલામણ છે. પ્રસ્તુત ગ્રન્થમાં આપેલ કુટનેટ, સારસંગ્રહ તેમજ પ્રશ્નોત્તરી વગેરે સતિકા ગ્રન્થની પરમ પૂજપ મલયગિરિજી મહારાજ સાહેબ વિરચિત ટીકા, સિત્તરી ચૂર્ણ અને સપ્તતિક ભાષ્ય તથા તેની ટીકા વગેરેના આધારે તૈયાર કરેલ છે. આ ગ્રન્થના બીજા ખંડના બંધનકરણમાં ખાસ ઉપયોગી પ્રદેશબંધ વિભાગનું પરિશિષ્ટ આપવાનું હતું પરંતુ તે સમયે તૈયાર નહીં થવાથી અને અભ્યાસકોને ખૂબજ ઉપયોગી લાગવાથી તૈયાર કરી તે પરિશિષ્ટ પણ આ ગ્રન્થના અંતે આપવામાં આવેલ છે. સારસંગ્રહાદિક તૈયાર કરવામાં શકય તેટલી કાળજી રાખી હોવા છતાં છદ્મસ્થતાના દિષથી, મારી ઈદ્રિયની પરાધીનતાના કારણે તથા પ્રેસષાદિના કારણે કંઈપણ ખેલના રહી ગઈ હોય અને કેઈપણ સ્થળે કંઈપણ આગમ વિરુદ્ધ લખાયું હોય તે બદલ સરળ ભાવે મિથ્યા દુષ્કૃત માગું છું. અને આ વિષયના નિષ્ણાત સુજ્ઞ મહાશયને જે કંઈ ક્ષતિ જણાય તે જણાવવા નમ્રભાવે વિજ્ઞપ્તિ કરવા પૂર્વક વિરમું છું. મહેસાણુ વીર સંવત ૨૫૧૦ વિ. સં. ૨૦૪૦ તા. ૧૪-૧-૮૪ લિ. વડગામ (રાજસ્થાન) નિવાસી પુખરાજ અમીચંદજી કોઠારી શ્રીમદ્ યવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા મહેસાણા (ઉ. ગુ.)

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 420