Book Title: Panchsangraha Part 03 Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana View full book textPage 5
________________ છે. સંપાદકીય નિવેદન પ્રસ્તુત ગ્રન્થના પહેલા તથા બીજા ખંડના મારા સંપાદકીય નિવેદનમાં આ મહાન ગ્રન્થના સંપાદનનું કાર્ય મારી પાસે કેમ આવ્યું? મને તેને લાભ કેમ મ ? અને મેં તેનું સંપાદન કેમ કર્યું? તથા શ્રી ચતુર્વિધ સંઘમાં આનું મહત્વ કેટલું છે? તેમજ આ ગ્રન્થ કેટલે પ્રાચીન છે વગેરે હકીકત આપેલ હોવાથી ફરીથી અહીં જણાવવામાં આવતી નથી, માટે જિજ્ઞાસુઓએ ત્યાંથી જોઈ લેવી. ઘણા વર્ષો પહેલાં પંડિત શ્રી હીરાલાલ દેવચંદભાઈએ કરેલ પંચસંગ્રડ ગુજરાતી ટીકાનુવાદના બીજા ભાગમાં જ સપ્તતિકા સંગ્રહને ગુજરાતી અનુવાદ હતું, પરંતુ પ્રસ્તુત ગ્રન્થના બીજા ખંડમાં અનેક યંત્ર, સાર સંગ્રહુ, તથા પ્રશ્નોત્તરી વગેરે આપવામાં આવેલ, તેથી ગ્રન્થનું કદ ખૂબ જ વધારે થયેલ અને સપ્તતિકા સંગ્રહને ન અનુવાદ કરવામાં ઘણે સમય લાગે તેમ હતું. વળી પ્રસ્તુત ગ્રન્થની માગણી શ્રી ચતુર્વિધ સંઘમાં વધારે હતી, માટે બીજા ખંડમાં આઠ કરોનેજ સમાવેશ કરી બહાર પાડેલ, ત્યારબાદ સતત માગણી હોવા છતાં કેટલાક કારણોસર આ ગ્રન્થના નવીન અનુવાદનું કાર્ય ભગભગ છ વર્ષ સુધી ન કરી શક્યો, ત્યારબાદ મારી પાસે સતત ૩ વર્ષ સુધી છ કર્મીગ્રન્થ, પંચ સંગ્રહ, કમ્મપયડી, તર્કસંગ્રહ તથા પ્રાકૃત વગેરે ગ્રન્થને સુંદર અભ્યાસ કરેલ પરમ પૂજય આચાર્ય ભગવંત શ્રી મંગલપ્રભસૂરીશ્વરજી મહારાજ સાહેબનાં આજ્ઞાવતી પરમ તપસ્વિની સા. મ. સા. ચન્દ્રપ્રભાશ્રીજી ના શિષ્યા સ્વર્ગસ્થ મંજુલાશ્રીજી મહારાજ સાહેબના શિષ્યા મહાયશાશ્રીજી મહારાજ સાહેબનાં વિદુષી શિષ્યા સ. મ. સા. અમિતપ્રજ્ઞાશ્રીજી મહારાજ સાહેબે મારી વિનંતિને સ્વીકાર કરી પિતાને ચાલુ અભ્યાસ પૂર્ણ થતાં પ્રસ્તુત ગ્રન્થના કાર્ય માટે ચારેક માસ રોકાયાં અને તે દરમ્યાન તેઓશ્રી પાસે ગુજરાતી ટીકાનુવાદ લખાવી કેટલાંક યંત્રો વગેરે તૈયાર કરાવ્યાં અને પછી રતિલાલ ચીમનલાલ ભાઈને પરમ પૂજય આચાર્ય મહારાજ સાહેબની સૂચનાથી છપાવવા માટે સંપૂર્ણ મેટર મોકલાવેલ, પરંતુ કેટલાંક કારણસર આ ગ્રન્થ પ્રેસમાં છપાતાં ત્રણ વર્ષ જેટલો સમય થયેલ, એથી બીજા ખંડ પછી લગભગ ૯ વર્ષે આ ત્રીજાખંડનું પ્રકાશન શ્રી ચતુર્વિધ સંઘના કર–કમળમાં મૂકતાં આનંદ અનુભવું છું. લખવા તથા શાસ્ત્રીય પાઠ વગેરે જોવામાં પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાયનાં વિદુષી સા. મ. સા. સુશીલગુણાશ્રીજી મહારાજ સાહેબે તથા પરમ પૂજય આચાર્ય ભગવંત શ્રી કૈલાસ સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાયનાં વિદુષી સા. મ. સા. શીલપૂર્ણાશ્રીજી મહારાજ સાહેબે પણ પિતાના કેટલાક અમૂલ્ય સમયને ભેગ આપેલ છે તે બદલીPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 420