Book Title: Panchgranthi 108 Bol Sangraha Shraddhanajalpattak Adharsahasshilangrath Kupdrushtantvishadikaran Kaysthitistavan
Author(s): Yashovijay Gani, Yashodevsuri
Publisher: Yashobharti Jain Prakashan Samiti

View full book text
Previous | Next

Page 10
________________ [૭] તે મારાં કામે જલદી પૂરાં કરવાનાં હેવાથી ભાષાંતરનો મેહ જતો કરી મૂળભાષામાં જ પ્રસિદ્ધ કરું છું. વિદ્વાન–અભ્યાસીઓને આના વાંચનથી ઘણું નવું જાણવાનું અને પિતાની રૂઢ થયેલી કેટલીક માન્યતાઓ અંગે નવા અભિપ્રાય જાણવા મળશે અને પિતાની દૃષ્ટિના ફલકને વધુ વિસ્તારી શકશે જે આજે અનિવાર્ય જરૂરી છે. પ્રસ્તાવનામાં વિશદ સમીક્ષા ઝાઝા પ્રશ્નો લઈને કરવાની તમન્ના હતી પણ હવે ૧૦૮ બેલરૂપ પ્રશ્નો, સમાધાનમાંથી ઉપાધ્યાયજીએ શાસ્ત્રાધારે જ આપેલા થોડાંક સમાધાને રજુ કરું પ્રઃ ૧૭. કેટલાક કહે છે કે મિથ્યાદષ્ટિ જીવોમાં જે ગુણ દેખાતા હોય તેને ગુણ શબ્દથી કેમ ઓળખાવાય? આવો સવાલ કરનારાઓને પૂ. ઉપાધ્યાયજી જવાબ આપે છે કે ભાઈ! તારી વાત બરાબર નથી, મિથ્યાદષ્ટિના ગુણને ગુણ કહેવાય જ નહિ કે તેને ગુણ હોતા નથી એવું જે તું કહીશ તે પહેલાં ગુણસ્થાનકનું નામ જ ઊડી જશે. પહેલું ગુણસ્થાનક મિથ્યાદષ્ટિઓનું છે અને તેમ હોવા છતાંય એ પહેલા સ્થાનકની આગળ ગુણ શબ્દ મૂકીને તેને ગુણસ્થાનક એટલે ગુણનું સ્થાન કહ્યું છે. જે ત્યાં રહેલાને ગુણે ન ઘટતા હોત તે ગુણસ્થાનક શબ્દ જ ન જાત. અને ગુણસ્થાનકની હરોળમાં તે દાખલ જ થયું ન હોત ! પ્રશ્નઃ ૧૦. જૈનશાસ્ત્રની સુપાત્રદાન, જિનપૂજા, સામાયિક આદિ ક્રિયાઓ છે, તે જ માર્ગાનુસારિ (મોક્ષમાર્ગનુકૂળ)પણાનું કારણ બને છે. એવી પ્રરૂપણ કેટલાક લકે કરે છે, એવું કરીને તેઓ જૈનધર્મની જ ક્રિયાઓ કરે તે જ માર્ગાનુસારિ કહેવાય. તે સિવાયની કરે તેને ન કહેવાય. આવી માન્યતા રાખનારને ઉપાધ્યાયજી કહે છે કે ભાઈ! આ વાત તારી અમુક અંશે જ ઠીક છે પણ તે વાત એકાંતે ન સમજવી. ઉભય મત સંમત દયા, દાન, અહિંસા, સત્ય, નીતિ આદિ ધર્મો પણ માનુસારિપણાનું કારણ બને જ છે અને

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 140