Book Title: Panchgranthi 108 Bol Sangraha Shraddhanajalpattak Adharsahasshilangrath Kupdrushtantvishadikaran Kaysthitistavan Author(s): Yashovijay Gani, Yashodevsuri Publisher: Yashobharti Jain Prakashan Samiti View full book textPage 8
________________ પાંચ ગ્રન્થો અંગેનું કંઈક સંપાદકીય પૂ. ઉપાધ્યાયજીના પાંચ ગ્રન્થ અંગેની પુસ્તિકા ૧/૧૬ ક્રાઉન સાઈઝમાં પ્રસિદ્ધ કરી છે. ઉપાધ્યાયજીના નવ ગ્રન્થની શરૂ કરેલી શ્રેણમાં આ આઠમું પુપ (વોલ્યુમ) છે. કૃતિઓ નાની છે પણ વિવિધ દૃષ્ટિએ ઉપયોગી છે. ઉપાધ્યાયજી ભગવંતની નાની મોટી કોઈ પણ કૃતિને પ્રસિદ્ધિ આપવી, આ નિર્ણયના કારણે આ પાંચ કૃતિઓ છાપી છે. કૃતિઓ નાની હોવાથી ભેગી કરીને છાપી છે. પુસ્તકને પાંચ નામોથી ઓળખાવવામાં, બોલવામાં વિષમતા અને કષ્ટ હોવાથી આનું બીજુ નામ રથ પાડ્યું છે. - આ પાંચેય કૃતિને પરિચય લખવાનો સમય મળશે કે કેમ તે ભય હતો પણ તેને ટૂંકમાં લખી નાંખે અને તે પાંચેય કૃતિઓને પરિચય રજુ કરું છું. એમાં મે શ્રદ્ધાન જલ્પ પદકની કૃતિના પરિચયમાં વર્તમાન સાધુ સંસ્થામાં, કયાંક ક્યાંક બહુધા શિષ્યના હૈયામાં જન્મ લેતી અહંભાવ, પ્રસિદ્ધિ અને મહત્ત્વાકાંક્ષાની ભૂખના કારણે કેવી પરિસ્થિતિ સર્જાય છે અને આના ઉપાય તરીકે શું કરવામાં આવતું હતું અને આજે પણ શું કરવું જોઈએ, તેનું ચિત્રણ–દિગદર્શન આપ્યું છે. તે સાધુ-સાધ્વીજીએ વિનમ્ર હૈયે, આરાધક ભાવ રાખી જરૂર વાંચે. પાલિતાણ ૨૦૩૮ યદેવસૂરિPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 140