________________
નીતિશાસ્ત્રને અન્ય શાસ્ત્ર સાથે સંબંધ છ૩ ઘણી વખત નીતિશિક્ષણ જુદા જ રસ્તે વહી ગયું છે. ઉપરોક્ત તો જેના જાણવામાં છે, તે વિધિનિષેધરૂપી ધાર્મિક આચારને. ગણગણાટ કરશે નહિ. એ આચારમાં રહેલી કઠેરતા દૂર કરવાની જરૂર હશે અથવા અન્ય કંઈ ફેરફારની જરૂર હશે તો તે તેમ કરશે; પણ વિચારપૂર્વક, વ્યવસ્થિતપણે અને હલકા હાથે કરશે; કારણકે પરંપરાગત ધાર્મિક આચારનું, રૂઢિ વગેરેનું પૂજયત્વ અને બંધકત્વ નીતિવિકાસને વિશિષ્ટ વયમાં અને પરિસ્થિતિમાં પિષક બને છે; એટલું જ નહિ પણ તે જાણે છે કે તે આવશ્યક છે. પરંતુ તે એવા આચાર કે ની ધમાલ પણ જમાવશે નહિ. ધાર્મિક કે નૈતિક કપના ભિન્ન પરિસ્થિતિમાં કેવી ભિન્ન હોય છે તથા બને છે, એ તે જાણ હોવાથી તે વિશિષ્ટ આચાર વિષે દુરાગ્રહ પણ પકડશે નહિ.
તત્ત્વજ્ઞાન અને નીતિશાસ્ત્ર તત્ત્વજ્ઞાનમાં જગત એ છે પદાર્થ છે, તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ, તેની ઘટના શી, તેનું કાર્ય શું, તેની વ્યવસ્થા કેવી છે, તેને અંત કે આવશે વગેરે પ્રશ્નોનો ઊહાપોહ કરવામાં આવે છે. એ પ્રશ્નોના નિર્ણય જે થાય છે, તે પર બહુધા નીતિતત્વનું જીવન અવલંબી રહે છે. જગતની પૃથ્વી આદિ પંચતત્ત્વથી ઉત્પત્તિ થઈ અને અંત પણ તેમાં જ થશે, એટલે તે વખતે આત્માનું નામ પણ રહેશે નહિ પણ સર્વ નિવ, નિર્વિચાર, નિર્વિકાર બની જશે, એવું તત્વજ્ઞાન નીતિમત્તાને પોષક બની શકે નહિ, નિદાન ઉત્સાહજનક અને સ્કૂર્તિદાયક તો ન જ બને. જગતમાં સુખ કરતાં દુઃખ વિશેષ છે, ઈશ્વરે જગત ઉત્પન્ન ન કર્યું હોત તે સારું થાત, એવા પ્રકારના તાત્વિક નિરાશાવાદ પણ નીતિપરિપષકત્વને પ્રતિકૂલ છે. એથી ઊલટું, જગત સત્ય અને ન્યાયપ્રિય પ્રભુએ નિર્માણ કર્યું છે, આત્મા છે એટલું જ નહિ પણ તે અમર છે, અમર છે એટલું જ નહિ પણ તે પ્રભુને અંશ છે, આ જન્મનાં કર્મ ભાવી જન્મમાં ફલદાયક બને છે, વગેરે પ્રકારનું તત્ત્વજ્ઞાન નીતિને પુષ્ટિ આપનારું, શાંતિપ્રદ અને ઉત્સાહજનક છે. નીતિશાસ્ત્ર એટલે ‘જગત તરફ કઈ દૃષ્ટિએ જોઈ વર્તવું' તે વિષે કથન કરનારું શાસ્ત્ર. અર્થાત
જગત એટલે શું છે” એ પ્રશ્નના ઉત્તર સાથે, એટલે કે તત્વજ્ઞાન સાથે “જગતમાં કેમ વર્તવું ” એને વિચાર કરનાર નીતિશાસ્ત્રને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org