Book Title: Nitishastra Pravesh
Author(s): Gordhandas Kahandas Amin
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 578
________________ નીતિશાસ્ત્રાપ્રવેશ તરી રહ્યા છે. હજારો વર્ષથી અહીંથી તહીં ભ્રમણ કર્યા કરે છે તે કોઈની ઘણુ બુદ્ધિના પીઠબળ વિના બનવું શક્ય છે કે ? આધુનિક શાસ્ત્રોમાંના જ કેટલાક આવા પ્રકારના એક બે નહિ પણ હજારે પ્રશ્ન પોતાના મન સાથે કરી રહ્યા છે અને ખુલ્લી રીતે તેઓ કહે છે કે, જગતનું સ્થર્ય, સૌંદર્ય, સુવ્યવસ્થા, અન્યોન્યાશ્રય અને અન્યોન્યસંગતત્વ કેઈની પણ બુદ્ધિના આધાર વગર ઉત્પન્ન થવું શક્ય નથી. (જુઓ : Science and Religion, by Seven Men of Science. ) આ વિચારસરણી પરના આક્ષેપ સાંભળતાં જીવ જવા જેવું લાગતું હોય તો પણ વિવેકબુદ્ધિને છળ ન કરવાનું કર્તવ્ય ધ્યાનમાં રાખી, યોગ્ય જણાતા આક્ષેપ સાંભળવા જ જોઈએ. જગતમાં સુવ્યવસ્થા, સૌંદર્ય વગેરે જણાય છે; પણ કુવ્યવસ્થા, કુરૂપતા વગેરે જણાય છે તેનું શું? બીજું, સુવ્યવસ્થા છે કે સ્વીકારીએ તો પણ શું તે સ્વાભાવિક રીતે ઉત્પન્ન થવી અશક્ય છે ? આકાશનાં નક્ષત્રે નિહાળી તેને ઉત્પન્ન કરનાર કલ્પિત ઈશ્વરનાં તેત્ર ગાવા કરતાં વાયુરૂપ તથા અદશ્ય મૂલદ્રવ્યોમાંથી કાળગતિ તથા દ્રવ્યગુણના નિયમને અનુસરીને તારા, નક્ષત્ર વગેરે કેવી રીતે નિર્માણ થયા, તેની ગતિ, વિશિષ્ટ પ્રકાર તથા દિશાની કેમ છે, તે પરસ્પર અથડાઈ પડતા કેમ નથી એ સર્વ ગણિતશાસ્ત્ર તથા અન્ય શાસ્ત્રોના આધારે સિદ્ધ કરી આપવાની ઈચ્છા રાખતા ન્યૂટન, કેપ્લર, લાપ્લેસ વગેરેની સૂક્ષ્મ બુદ્ધિની પ્રશંસા કરવામાં આવે તો તેમાં શું ખોટું છે? ત્રીજું એ કે, જગતની કેટલીક વાત સત્ કવિના કાવ્યના શ્લોક પ્રમાણે કિવા એકાદ મર્મજ્ઞ યુવતીના નયનવિલાસ પ્રમાણે અભિપ્રાય સૂચક, અર્થગર્ભ કિવા આનંદદાયક દેખાય છે તે ઉપરથી આ અભિપ્રાય, અર્થ વગેરેની આધારભૂત ઈશ્વરી બુદ્ધિનું અસ્તિત્વ હોવાનું અનુમાન કરવા કરતાં, તેનાથી ઊલટી જ અનુમાનપદ્ધતિ સ્વીકારવી ઠીક થશે. અર્થાત ઈશ્વરના અસ્તિત્વનું અનુમાન કરનાર, જગતના કૂટ પ્રશ્નોને ઉકેલ લાવનાર, નવા નવા કૂટ પ્રશ્ન ઉત્પન્ન કરતા જગત આખાનું આકલન કરવા ઇચ્છનાર, સારાં કાવ્ય નિર્માણ કરનાર, તેના મર્મ ઓળખનાર, રૂક્ષ વનને સ્થાને રમ ઉપવન ઉત્પન્ન કરનાર, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606