Book Title: Nitishastra Pravesh
Author(s): Gordhandas Kahandas Amin
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 604
________________ પ૭૨ નીતિશાસ્ત્રપ્રવેશ સ્વતસિદ્ધ છે. અસ્તુ. ઉચ્ચતમ ધર્મનિષ્ઠાનું જ્ઞાન આ રીતે નિત્ય, અવ્યભિચારી અને સ્વતઃ સિદ્ધ હોય છે અને તેથી આત્મશ્રદ્ધા તથા આત્માનંદનું તેજ તેના વદન પર ઝળકતું હોય છે. તેનું અંતઃકરણ પૂર્ણ રીતે પ્રસન્ન હોય છે તેથી યોગીજનશ્રેષ્ઠ શંકરના તેજ પ્રમાણે શિવ, સૌમ્ય અને રમ્ય સ્વરૂપમાં જ એ તેજ બહુધા દૃષ્ટિએ પડે છે; પરંતુ શંકરની માફકની ધર્મનિષ્ઠાને પણ ઈષ્ટ મંગલ કાર્યની સિદ્ધિ અર્થે કવચિત કઠોરતા તથા પ્રખરતા ધારણ કરવાની ફરજ પડતી હોવાથી તથા ઈષ્ટકાર્યા રાપ રાપ સાધ્ય કરવાનો તેનો નિશ્ચય હેય છે; તેથી સૂર્ય જેવું પ્રખર, દુકપ્રેક્ષ્ય અને અઘર્ષણીય સ્વરૂપ પણ ઉચિત પ્રસંગે ધારણ કરીને તે રૌદ્ર તાંડવ પણ કરવાનું ચૂકતી નથી. તેની આવી પ્રસંગચિત શિવ અથવા રૌદ્ર મુખચર્યા, સુસ્થિર પ્રસન્નતા, તેજ, આત્મવિશ્વાસ, નિશ્ચયાત્મક્તા ઉત્સાહ, કાર્યદક્ષતા, જ્ઞાનવૈભવ અને તપ–સામર્થ્યનું દર્શન, શ્રવણ, મનન અને નિદિધ્યાસન પ્રાપ્ત થઈ મારું અને વાચકનું મન તરિક બને તથા, અંશતઃ પણ તેના ગુણનું ભાગીદાર બને, એટલી મનીષા તથા આકાંક્ષા છે. સમાપ્ત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 602 603 604 605 606