Book Title: Nitishastra Pravesh
Author(s): Gordhandas Kahandas Amin
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 602
________________ નીતિશાસ્ત્ર પ્રવેશ ચાવી હાથમાં આવે, વિશ્વકર્તા મહાકવિના મર્મ સમજાય, સૃષ્ટિ પ્રત્યેને પરકીય ભાવ દૂર થઈ તે માતા સમાન લાગે, તેના ગૃહમાં વિના સંકોચે ક્રીડા કરી શકાય, પ્રેમના હક્કથી, લાડકાપણુથી યોગ્ય બાબતમાં આગ્રહ રાખતા થવાય, સૃષ્ટિનિયમ માતાપિતાની આજ્ઞા સમાન કેવળ અનુલ્લંઘનીય જ નહિ પણ પૂજ્ય તથા પ્રિય લાગે, ત્યારે સમજવું કે ધમ પૂર્ણત્વની નજીક આવી પહોંચ્યો છે. અને પિતા તથા વિશ્વમાં રહેલું વૈત કિંવા પરકીયપણું પૂર્ણપણે અને હમેશને માટે નષ્ટ થાય તથા વિશ્વજના અથવા ઘટના અને પોતાની ભાવનામાં પણ સુસંગતિ ઉત્પન્ન થાય, ત્યારે સમજવું કે ધર્મનિષ્ઠા પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત થઈ છે. આ પૂર્ણ અવસ્થા પ્રાપ્ત કરવા સારુ જ્ઞાનપ્રાપ્તિ અર્થે પરિશ્રમ કરવો, પૂર્વગ્રહાદિ દોષનો ત્યાગ કરવો, ચેલા એયરૂપી દેવની ભક્તિ કરવી, એ ભક્તિ અનન્ય અને અચળ બને તે સારુ ઈદ્રિયદમનની ટેવ પાડવી; શરીર, મન, બુદ્ધિ, ભાવના વગેરે શુદ્ધ રહે તે સારુ ગીતામાં કહેલું વાડ્મય તપ કે બીજું કઈ પણ તપ કરવું, પૂજ્ય દેવ એટલે ધ્યેયનું સતત ચિંતન, મનન અને નિદિધ્યાસન કરવું, ધ્યેય દેવતાના દર્શનાર્થે યાચિત માર્ગે જવાનો યથાશક્તિ યત્ન કરતા રહેવું વગેરે વગેરે. વિશ્વાત્મક મહાયંત્રનું કાર્ય શું, એ મહાન યંત્રને ક્યાંથી, કેવી અને કઈ દિશાની ગતિ પ્રાપ્ત થઈ છે, તેનાં ચક્ર ક્યાં ક્યાં છે, કેવાં છે, અને કેમ ફરે છે; એ ચક્રનો અને પિતાનો શે સંબંધ છે, પિતાની કેવી ગતિ રાખવાથી કાર્ય ઉત્તમ રીતે સાધ્ય થશે; એ સર્વ સમજાયાથી ધર્મનિષ્ઠાને વિશ્વયંત્રને કોઈ પણ ચક્રની ગતિથી વિશેષ આશ્ચર્ય થતું નથી, વિનાકારણ ત્રાસ થતું નથી અને ભય પણ લાગતો નથી. આ ચક્રોની ગતિને ધર્મનિષ્ઠાની ગતિ કદી પણ વિરોધ નહિ કરે એવું કંઈ નથી; પણ એ વિરોધ શક્ય તેટલે ઓછો કરવાનો અને બને તેટલી રીતે વિશ્વઘટના તથા વિશ્વ જના સાથે મેળ પાડી લેવાને તે યત્ન કરશે. વિશ્વ સર્વ રીતે મંગલમય અને પૂર્ણ છે એવું જે તેને સમજાય, અને તે ઔપનિષદ ઋષિના “® પૂમિર્દ પૂમિઃ પૂર્વાપૂર્વમુચ્યતે ” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 600 601 602 603 604 605 606