Book Title: Nitishastra Pravesh
Author(s): Gordhandas Kahandas Amin
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 590
________________ ૫૫૮ નીતિશાસ્ત્ર પ્રવેશ તર્કને પણ વ્યક્ત, સ્થિર, સમર્યાદ, વર્ણનસુલભ, પરિકુટાવયવ, નિર્જીવ વાત જ સત્ય અને પ્રિય લાગશે. ભાવના અને કલ્પનાની વાત એથી ઊલટી છે. ભાવના અને કલ્પનાને અસ્થિર, અમર્યાદ, અવર્ણનીય, અપરિક્રુટ સજીવ વસ્તુ તથા વાતનું જ્ઞાન થઈ શકે છે અને તેનું કૌતુક થાય છે. અર્થાત્ બહિર્મુખ, તર્કપ્રધાન કિવા ઇદ્રિયપૂજક પ્રકૃતિના લોકોમાં વ્યક્તવાદનું પ્રાબલ્ય હોય છે. ત્યારે અંતર્મુખ, ભાવનાપ્રધાન તથા ક૯પનાવશ પ્રકૃતિના લોકોમાં અવ્યક્તનું માહામ્ય ઘણું જ હોય છે. કોઈ ગમે તેવી પ્રકૃતિને છે, તેની વૃત્તિ સ્થિર હોય, તેને પિતાના મત માટે, કર્તવ્ય વિષે, ધોરણ સંબંધી સંશય ન હોય, તે ઉત્સાહ, આનંદ અને સ્વાભિમાનપૂર્વક સંસારયાત્રા કરતું હોય, તો તે માણસની વૃત્તિને “ધાર્મિક વૃત્તિ” તથા તેના મતને “ધાર્મિક મત” કહેવ; એવું હું ધર્મનું લસણ ઠરાવું છું અને ટૂંકામાં બતાવી આપીશ કે એ લક્ષણ જંગલી માણસ માટે જ ખરું છે એમ નહિ; પણ આધુનિક કાળને પણ તે તત્ત્વતઃ લાગુ પડે છે. પરંતુ તે પહેલાં સ્વીકારવું જોઈએ છે કે, સામાન્ય ભાષા તથા સમજદૂત પ્રમાણે ઉપરનાં લક્ષણ ભૂલભર્યા કરવા સરખાં છે. કારણ કે, ભાષાનું ધોરણ એવું છે કે, ઉપર કહેલી બે ભિન્ન પ્રકૃતિમાંના ભાવનાપ્રધાન, કલ્પનાવશ, અવ્યક્તપ્રિય, ગૂઢવાદી, અનંત તરફ નજર નાખીને મૂઢ બનેલા, જગચ્ચાલક શક્તિને મંગલમૂર્તિ માનનાર, જગન્નાથનું સ્વરૂપ અય તથા અનિર્વચનીય હેય પણ તે કેટલીક બાબતમાં રેય તથા પૂજ્ય પણ છે એમ માનનાર જ ધાર્મિક પ્રવૃત્તિના છે. આ ધોરણ લોકોની સામાન્ય સમાજનું નિદર્શક છે. બહિર્મુખ, તર્કપ્રધાન, વ્યક્તપ્રિય, દશ્યવાદી, બુદ્ધિપ્રદેશમાં આવતું હોય તેને જ સાચું માની તેના પર જ આધાર રાખનાર, જગચ્ચાલક શક્તિને મંગલમૂર્તિ શા માટે માનવી એવો પ્રશ્ન કરનાર, “જગન્નાથ” નામની વ્યક્તિ, મૂર્તિ કે આત્મા ક્ષીરસાગરમાં, કૈલાસ પર કે આકાશમાં રહેલા પિતાના હૃદયમાં, સિનાઈ પહાડ પર કે ગમે ત્યાં હે, કિંવા એવા કેઈનું બિલકુલ અસ્તિત્વ ન હો; પિતાની અલ્પ અને મર્યાદિત બુદ્ધિ જે સમજી શકે તથા કહી શકે તે સાચું માની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606