Book Title: Nitishastra Pravesh
Author(s): Gordhandas Kahandas Amin
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 597
________________ ૫૬૫ ધમ અને નીતિ વગેરેની રેલમછેલ થઈ રહેલી છે. મોટું માછલું નાનાને ગળી જાય છે, તેને વળી તેનાથી મોટું ગળી જાય છે ! નીવો નીવર્ય નીવનમ્ એ સૃષ્ટિને ન્યાય છે અને માણસજાતે પણ ઘણું અંશે તેનો સ્વીકાર કર્યો છે. જે તે પિતાનાં ખિસ્સાં તર કરવા ઈચ્છે છે. કારખાનદારને દ્રવ્યલાભ આગળ બીજું કંઈ જણાતું નથી. મજૂરના શા હાલ થાય છે તે તરફ તે વિશેષ લક્ષ જ આપતો નથી. સુશિક્ષિત અને દેશાભિમાની કહેવડાવનાર કારખાનદારનું વર્તન પણ આ બાબતમાં વિશેષ ભૂષણસ્પદ હોય છે એવું કંઈ નથી. ડાહ્યાડમરા અને વિદ્વાન કહેવાતા લોકોનું વર્તન પણ ઘણી વાર વીવો વવચ વીનમ્ ધોરણનું હોય છે. “વીદ્ધાર મત્સરપ્રસ્તાદ કહ્યું છે તે વ્યર્થ નથી. જે અવસ્થા વ્યક્તિની તે જ રાષ્ટ્રની. સર્વત્ર એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્ર પર સત્તા જમાવી તેની સંપત્તિ પર પિતાનું પ્રભુત્વ સ્થાપવા પ્રવૃત્ત હોય છે. પરાજિત રાષ્ટ્રની પ્રજાની કેવી દીન અવસ્થા હોય છે, વારંવાર શરમથી નીચું જોવડાવ્યાથી તે પ્રજા તેજહીન બની સ્વાભિમાન, શૌર્ય, ઔદાર્ય વગેરે ગુણોથી ધીમેધીમે વિમુખ બને છે, તેને આત્મૌપજ્યબુદ્ધિથી સૂક્ષ્મ વિચાર કરનાર કેટલાં રાષ્ટ્ર છે? જે તે રાષ્ટ્ર પોતાનો જ વિચાર કરે છે. બીજાનું ગમે તે થાઓ, અમારી બોલબાલા રહે એટલે બસ. રાષ્ટ્ર રાષ્ટ્રની નીતિનું સામાન્ય સ્વરૂપ આવા પ્રકારનું છે. આ રીતે વિચાર કરતાં કર્તવ્યનિષ્ઠની કર્તવ્યનિષ્ઠા ધીમે ધીમે ડગમગવા લાગે છે. તે કર્તવ્યય્યત નહિ બને. કારણ કર્તવ્ય કર્તવ્ય ખાતર જ તે કરે છે; સ્વાર્થની અપેક્ષાથી નહિ. તેને મન કર્તવ્ય પૂજ્ય હોય છે, પણ કોઈક વખત તેને લાગે છે કે ન્યાય, દયા, પરોપકાર, દેશાભિમાન વગેરે વાતે લઈ બેઠા છીએ તે એક પ્રકારનું ગાંડપણ તો નથી ને ? જગતના સર્વ વ્યવહારનો પ્રવાહ ઊલટી દિશાએ વહેતો જોઈને ધર્મનિષ્ઠાને આધાર નહિ ધરાવનાર માણસને કર્તવ્યપ્રેમ કંઈક બળહીન બને તે નવાઈ જેવું નથી. તે કર્તવ્યય્યત નહિ થાય તે પણ અસમાધાનના નરકમાં ડૂબકાં ખાવાનો જ. તેણે બાહ્ય સદાચારનું ગમે તેટલું પુણ્ય પ્રાપ્ત કર્યું હશે, પણ તે મોક્ષનો અધિકારી નહિ બની શકે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 595 596 597 598 599 600 601 602 603 604 605 606