Book Title: Nitishastra Pravesh
Author(s): Gordhandas Kahandas Amin
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 599
________________ ધર્મ અને નીતિ ૫૬૭ પૂર્ણપણે હાડમાંસમાં ઉતરી રોમેરેામમાં વ્યાપી ગયું હોય અને કર્મેન્દ્રિયો દ્વારા પિતાનું રમ્ય, પ્રસન્ન અને ઉજજવલ સ્વરૂપ સદૈવ વ્યક્ત કરવા લાગ્યું હોય, તે જ ખરું જ્ઞાન. આપણા તત્ત્વવિવેચકેએ શાબ્દિક અને બૌદ્ધિક જ્ઞાનને જ્ઞાન જ કહ્યું નથી અને અમાનિત્વ, અદંભિત્વ, ધૈર્ય, વૈરાગ્ય, અહંકાર ઇત્યાદિ ગુણનો ખરા જ્ઞાનમાં અંતર્ભાવ કર્યો છે તે અતિ માર્મિક છે. અધ્યાત્મમાં કેવળ તાર્કિક તનિશ્ચય થાય એ કંઈ કામનું નથી. એ નિશ્ચય અંગમાં વ્યાપી જવો જોઈએ, સ્થિર થ જોઈએ અને નિત્ય હો જોઈએ. તેમ બને તે જ તેને “જ્ઞાન”નું ઉચ્ચ નામાભિધાન મળે. તત્ત્વદર્શન થયું હોય પણ તે નિત્ય ન હોય, તો તેવી સ્થિતિના માણસને ધર્મશૂન્ય પણ કહી શકાશે નહિ અને ધર્મનિષ્ઠ પણ કહી શકાશે નહિ. તેની ધર્મ પ્રત્યે અનન્ય અથવા અવ્યભિચારી ભક્તિ નથી હોતી તેમ તેને અધર્મ પણ પ્રિય નથી હોતો. તેને શું નામ આપવું તે નક્કી કરવાનું કામ કઠિન છે. અસ્તુ. X ધર્મચર્ચાને પ્રવેશ અંધકાર અને ગલી કૂંચીઓથી ભરેલો છે. તથાપિ એ અરણ્યમાં ઠોકરે ખાતાં ખાતાં, ફરતાં ફરતાં સત્ય સ્વરૂપી સૂર્યનાં કેટલાંક કિરણ વૃક્ષોની ગીચ ડાળી પાંખડીઓમાંથી જેમ તેમ માર્ગ કાઢી આપણો માર્ગ થોડો ઘણો પ્રકાશિત બનાવવા લાગ્યાં છે. માણસ તદ્દન જંગલી હોય કે મેટ સુસંસ્કૃત હોય; પ્રથમ તે જગત તરફ આશ્ચર્યયુક્ત અથવા ગીતાના કથન પ્રમાણે “આશ્ચર્યવત’ દૃષ્ટિએ જુએ છે. આટલી દૃષ્ટિ માત્ર કાયમ રાખવાથી ચાલતું નથી. તે કંઈ પણ – નિદાન તેટલી ક્ષણ પુરતો પણ – નિશ્ચય કરે છે. આ બૌદ્ધિક નિશ્ચયને તેનું તત્વજ્ઞાન” કહેવામાં આવે છે. એ તત્ત્વજ્ઞાનને ભાવનાની હૂંફ મળી તેને કંઈ રંગ લાગી તે કંઈ હિલચાલ કરવા લાગે છે એટલે એ જ તત્વજ્ઞાનને “ધર્મ' સંજ્ઞા પ્રાપ્ત થાય છે. અર્થાત ધર્મ વ્યક્તિ તેટલી પ્રકૃતિના ન્યાયે પ્રત્યેકનો ભિન્ન ભિન્ન હોઈ શકશે. હેય છે જ. તે જ પ્રમાણે કેટલાકને ધર્મ સ્થિર અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 597 598 599 600 601 602 603 604 605 606