Book Title: Nitishastra Pravesh
Author(s): Gordhandas Kahandas Amin
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 594
________________ નીતિશાસ્ત્રપ્રવેશ તે તેવા નથી હોતા. કારણ કે, ઉચ્ચ ધ્યેય પણ ખરેખર ઈન્દ્રિય ગમ્ય નથી અને તેમના પર શ્રદ્ધા શા માટે રાખવી તે તર્કથી સિદ્ધ કરી શકાતું નથી. ખરું કહીએ તો આ મુદ્દાને સહજ વિવરણ અને સમર્થનની જરૂર છે; પણ લેખ મોટો થતો જતો હવાથી લેખિનીને અટકાવવાની ફરજ પડે છે. જે મુખ્ય મુદ્દા પરથી ઉપરને ગૌણ મુદ્દો નીકળ્યો હતો તે એ છે કે, જ્યાં જેને અનન્યભાવ છે, જ્યાં જેની અચળ શ્રદ્ધા છે ત્યાં તેને દેવ છે. માર્મિક દૃષ્ટિએ જેનારને, ___ 'मद्भक्ता यत्र गायन्ति तत्र तिष्ठामि नारद ।' એ વચનને અર્થ અને ઉપરના વિવેચનને અર્થ એક જ જણાશે એમ લાગે છે. ગમે તે દેવ કે ધ્યેયની પૂજા કરો. એ પૂજા દેવનમા: વેરાવું ઘર છત ન્યાયે ઈશ્વરના દરબારમાં રજૂ થશે જ. શરત માત્ર એક છે અને તે એ કે, તે દેવ કે ધ્યેય તમારું હોવું જોઈએ. બીજાના દેવ કે ધ્યેયની પૂજા એ ખરી દેવપૂજા જ નથી, તે “સ્વધર્મ જ નથી. ભયાવહ પરધર્મ કહે છે તે તે જ; અને તેનું જ નામ ધર્માતર કે વટલાવવું, કિવા ધર્મચુતપણું. આ દષ્ટિએ મીલ, બૅડલો, આગરકર, ગોળે વગેરેને ધર્મચુત કહેવા કરતાં તમારા અમારા જેવાને જ એવાં નિંદાવ્યંજક વિશેષણ લગાડવાં અધિક ઉચિત નથી કે ? આ પ્રશ્ન પરથી સ્વાભાવિક રીતે જ ક્ષણભર ધર્મનિષ્ઠ લેકેનો વિચાર લય પામે છે અને ધર્મ પર અચળ શ્રદ્ધા નહિ ધરાવનાર તમારા અમારા જેવાના મનની સ્થિતિને વિચાર આવે છે. મારી સમજ પ્રમાણે જેને સંસારમાં ભૂલ્યા ભટક્યા જેવું લાગે છે, જેને સંસારયાત્રા કરવામાં રસ્તો સારી રીતે જણાતો નથી; એટલું જ નહિ પણ કઈ દિશામાં અને ક્યાં જવાનું છે તેની પણ નિશ્ચિતપણે ખબર નથી, તેનામાં ધર્મનિષ્ઠા નથી. જે તે સમાજે સ્થાપેલા નીતિનિયમનું પાલન કરતા હોય કિંવા પાલન કરવા ઈચ્છતો હેય, તે તેને નીતિનિષ્ઠ કહે. તે બાહ્યતઃ હિંદુ, જૈન, ખ્રિસ્તી કે અન્ય કોઈ પણ ધર્મના અનુયાયી હશે પણ વસ્તુતઃ તે ધર્મવાની નથી. સામાજિક સવડ માટે તેને અમુક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606