________________
નીતિને દેહ અને નીતિને આત્મા ર૮૩ કહેવાને ભાવાર્થ એ નથી કે, સર્વ લેકે એકત્ર થઈ આજથી અમે અમારા વેચ્છાચારના હક્ક કેટલાક અંશે રાજાને સ્વાધીન કરીએ છીએ અને તેટલી બાબતમાં તેના નિયમ સ્વીકારીએ છીએ, એ કોઈ એક રાજા સાથે કિંવા અન્ય કોઈ સાથે કરાર કર્યો અને તેના પરિણામે નિયમબદ્ધ રાજપદ્ધતિ શરૂ થઈ આવે કરાર કરીને કોઈ પણ રાજ્ય ઉત્પન્ન થયું ન હોવું જોઈએ. રાજજન્મનો સામાન્ય માર્ગ એ છે કે, કોઈ તેજસ્વી પુરુષ સજાતીય પર વજન પાડી તે જાતિમાં પ્રમુખસ્થાન એટલે રાજપદ મેળવે છે. એ રાજા અન્ય જાતિઓને પદાક્રાંત કરી પોતાનું રાજ વધારે છે અને એ જ પદ્ધતિ અનેક શાખા ઉપશાખા ફૂટતાં વિસ્તૃત્વ પામે છે એટલે રાષ્ટ્ર બને છે. રાષ્ટ્રને જન્મ કેવી રીતે થાય છે એ પ્રશ્ન જુદો છે અને તેની આવશ્યકતા કેમ જણાય છે એ પ્રશ્ન જુદે છે. એ પ્રશ્નોનો પરસ્પર નિકટ સંબંધ છે, કેમકે જે પદ્ધતિથી તેને જન્મ થાય છે તેના પર તેની લોકપ્રિયતા આધાર રાખે છે અને બીજું એ કે તેની અનાવશ્યકતા લોકોને જણાય છે તે તેને નાશ કરવાને લેકે પ્રવૃત્ત થવાનો સંભવ રહે છે. તેમજ એ પ્રવૃત્તિના ઉદરમાં બીજી રાજપદ્ધતિને ગર્ભ (ાય છે.
આ વર્ણન બંધનસ્વરૂપ રાજપદ્ધતિ સ્વાતંત્ર્યપ્રિય જનોને આવશ્યક કેમ લાગે છે તેટલા પૂરતું છે. હવે રાજપદ્ધતિમાં ફેરફાર કેમ થાય છે તે જોઈશું. જંગલી કિંવા અર્ધજંગલી અવસ્થામાં એકાદ બલવાન માણસ મહત્ત્વાકાંક્ષાથી પ્રેરાઈને એકાદ વખત રાજગાડીનાં ચક્ર ભળતા જ રસ્તા પર ચલાવે છે કિંવા લગામ અને ચાબુક બળજેરીથી પિતાના હાથમાં લે છે. આવા પ્રકારમાં સ્વાર્થ ભરેલું હોય છે, લોકોના નીતિવિકાસને કંઈ પ્રશ્ન નથી હતે. આવા પ્રકારનો વિચાર કરવા કરતાં લાંડ જેવા સુસંસ્કૃત દેશની રાજપદ્ધતિમાં પરિવર્તન કેવી રીતે થયું છે તે જોવાનું અધિક બોધપ્રદ થશે. કોઈ રાજ્ય સુરાજ્ય હોય છે તે તેની પ્રજાનાં જ્ઞાન, કલાકૌશલ્ય વગેરે વૃદ્ધિ પામે છે. જ્ઞાનની વૃદ્ધિ બે અર્થમાં સમજવાની છે. (૧) તેને પ્રચાર વિશેષ માણસોમાં થાય છે અને (૨) સૃષ્ટિ, ઈતિહાસ વગેરેનું ગૂઢત્વ અધિક સ્પષ્ટ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org