Book Title: Nitishastra Pravesh
Author(s): Gordhandas Kahandas Amin
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 536
________________ નીતિશાસ્ત્ર પ્રવેશ વગેરે વગેરે. લજામણી વૃક્ષના દષ્ટાંતથી વૃક્ષ શરમાય છે એટલું જ આપણે જાણતા હતા, પણ “બસુની શોધ પરથી વનસ્પતિને પ્રાણીના જેવી જ ચેતના શક્તિ હોવાનું જણાય છે.* પણ આ પ્રયેગ પરથી તાવિક દ્રષ્ટિએ શું સિદ્ધ થાય છે? માણસના શરીરમાં ચાલતા વ્યાપાર જેવો જ વનસ્પતિમાં પણ વ્યાપાર ચાલે છે એટલું એ ઉપરથી સિદ્ધ થાય છે, પણ એથી આગળ વધીને કોઈ કહેશે કે તેનામાં મનુષ્યની માફક જ સંવેદના શક્તિ છે તે તે વાત ન્યાયસિદ્ધ થશે નહિ. આપણું શરીર એક મોટું કારખાનું જ છે. એમાં કેવા મહાન કારભાર ચપળતાપૂર્વક ચાલ્યા કરે છે. એ કારભાર જઈને મોટા મોટા રસાયનશાસ્ત્રવેત્તાઓની મતિ પણ આશ્ચર્ય થી દિન થાય છે, પરંતુ શરીરવંતર્ગત વ્યાપારનું ભાન – જ્ઞાન સાધારણ માણસને હોય છે કે ? પાચનક્રિયા, શ્વાસનક્રિયા વગેરે ની સાધારણતઃ આપણને કલ્પના પણ હેતી નથી. શાણપણની ક્રિયા થતાં ત્યાં તે ક્રિયાનું જ્ઞાન હોય છે જ એવું કંઈ હેતું નથી, સંવેદના પણ હોય છે એમ કંઈ નથી. વાંચતી વખત પુસ્તકમાંના નાના મોટા ટાઈપની માફક આપણું ચક્ષમાં ફેરફાર થાય છે એમ કહેવામાં આવે છે, પણ તેનું જ્ઞાન કે તેની સંવેદના કોઈ ને પણ હોય છે કે ? એવું જ કંઈ છે. બસુની શોધમાં – વનસ્પતિવ્યાપાર વિષે કેમ નહિ હોય ? હા, એટલું માત્ર ખરું છે કે, આ પ્રશ્નનો નિર્ણય સ્વાનુભવથી થાય તે નહિ હોવાથી વનસ્પતિને સંવેદના હોય * શરમાય છે એમ વિનદબુદ્ધિથી કહ્યું છે. બસુની પૂર્વે શાસ્ત્રો લજામણીની લાજની ઉપપત્તિ જડ વસ્તુના ગતિશાસ્ત્રના નિયમથી જ લગાડતા હતા. સ્પર્શને યોગથી લજામણના પાનામાંના પાણીને ચલન મળી તેના ઉછાળાને ધક્કો સંકુચિત થનારા તંતુ પર થવાથી પાન બંધ થઈ જાય છે, એવા પ્રકારની ઉ૫પત્તિ હતી. 'It was supposed that the application of a mechanical stimulus quenches the turgid issue, in consequence of which the water forced out delivers a mechanical blow to the contractible organ of the plant.' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606