________________
નીતિશાસ્ત્ર પ્રવેશ વગેરે વગેરે. લજામણી વૃક્ષના દષ્ટાંતથી વૃક્ષ શરમાય છે એટલું જ આપણે જાણતા હતા, પણ “બસુની શોધ પરથી વનસ્પતિને પ્રાણીના જેવી જ ચેતના શક્તિ હોવાનું જણાય છે.*
પણ આ પ્રયેગ પરથી તાવિક દ્રષ્ટિએ શું સિદ્ધ થાય છે? માણસના શરીરમાં ચાલતા વ્યાપાર જેવો જ વનસ્પતિમાં પણ વ્યાપાર ચાલે છે એટલું એ ઉપરથી સિદ્ધ થાય છે, પણ એથી આગળ વધીને કોઈ કહેશે કે તેનામાં મનુષ્યની માફક જ સંવેદના શક્તિ છે તે તે વાત ન્યાયસિદ્ધ થશે નહિ. આપણું શરીર એક મોટું કારખાનું જ છે. એમાં કેવા મહાન કારભાર ચપળતાપૂર્વક ચાલ્યા કરે છે. એ કારભાર જઈને મોટા મોટા રસાયનશાસ્ત્રવેત્તાઓની મતિ પણ આશ્ચર્ય થી દિન થાય છે, પરંતુ શરીરવંતર્ગત વ્યાપારનું ભાન – જ્ઞાન સાધારણ માણસને હોય છે કે ? પાચનક્રિયા, શ્વાસનક્રિયા વગેરે ની સાધારણતઃ આપણને કલ્પના પણ હેતી નથી. શાણપણની ક્રિયા થતાં ત્યાં તે ક્રિયાનું જ્ઞાન હોય છે જ એવું કંઈ હેતું નથી, સંવેદના પણ હોય છે એમ કંઈ નથી. વાંચતી વખત પુસ્તકમાંના નાના મોટા ટાઈપની માફક આપણું ચક્ષમાં ફેરફાર થાય છે એમ કહેવામાં આવે છે, પણ તેનું જ્ઞાન કે તેની સંવેદના કોઈ ને પણ હોય છે કે ? એવું જ કંઈ છે. બસુની શોધમાં – વનસ્પતિવ્યાપાર વિષે કેમ નહિ હોય ?
હા, એટલું માત્ર ખરું છે કે, આ પ્રશ્નનો નિર્ણય સ્વાનુભવથી થાય તે નહિ હોવાથી વનસ્પતિને સંવેદના હોય
* શરમાય છે એમ વિનદબુદ્ધિથી કહ્યું છે. બસુની પૂર્વે શાસ્ત્રો લજામણીની લાજની ઉપપત્તિ જડ વસ્તુના ગતિશાસ્ત્રના નિયમથી જ લગાડતા હતા. સ્પર્શને યોગથી લજામણના પાનામાંના પાણીને ચલન મળી તેના ઉછાળાને ધક્કો સંકુચિત થનારા તંતુ પર થવાથી પાન બંધ થઈ જાય છે, એવા પ્રકારની ઉ૫પત્તિ હતી.
'It was supposed that the application of a mechanical stimulus quenches the turgid issue, in consequence of which the water forced out delivers a mechanical blow to the contractible organ of the plant.'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org