________________
વનસ્પતિને સંવેદના હેય છે?
૫૦૩ કે, વનસ્પતિ પર વિદ્યુત વગેરેના આઘાત થતાં તેમાં જે પરિવર્તન થાય છે તે વનસ્પતિના અંગ ઉપાંગ વગેરેમાં ઉત્પન્ન થયેલી ગતિ દ્વારા નક્કી કરવામાં આવે છે.
આ યંત્રની સહાયથી કરેલા અનેક પ્રયોગ પરથી દા. બસુએ જે કંઈ સિદ્ધાંત કાઢક્યા છે તેમાંના કેટલાક મઝાના છે અને તે નીચે આપ્યા છે. ભીમસા યૂડિકા (Mimosa Pudica) – લજામણી ઝાડને વિદ્યુતને એક આઘાત કરી “તારું આ સંબંધમાં શું કહેવું છે?” એ જાણે સવાલ કર્યો હોય તેમ તેને જવાબ મળવામાં પળનો સમે ભાગ પણ વ્યતીત થયો નહિ. એ જવાબ એટલે પ્રતિક્રિયાત્મક ચળવળનો પ્રારંભ. દેડકાના સ્નાયુમાંથી જવાબ મળવાને પણ એટલો જ વખત લાગે છે. મેટા વૃક્ષ તરફથી જવાબ મળવામાં વિલંબ થાય છે; એટલે માણસમાં જેમ લ માણસ સુસ્ત હોય છે તેવું જ આમાં પણ જણાય છે ! ભાંગ, દારૂ વગેરેના પાનથી જેમ માણસ સુસ્ત બને છે તેમ વૃક્ષ પણ બને છે. ઝેરની અસર માણસની માફક જ ઝાડ પર પણ થાય છે. એક ઝાડને કાચના ઘરમાં રાખી તેની ઉત્તમ બરદસ્ત ઉઠાવવામાં આવે (એટલે સુધી કે તેને આત્મસંરક્ષણાર્થે સહજ પણ શ્રમ પડે નહિ) તે તે દેખાવમાં સુંદર દેખાય છે, પણ આરોગ્ય તથા કલહમય પરિસ્થિતિમાં મૂઝવાની શક્તિ વગેરેમાં તે ઉતરતી પંક્તિનું જણાય છે. અર્થાત માણસમાં શ્રીમંતના બાળક જેવી તેની સ્થિતિ થાય છે એમ પણ કહેવાશે! બહારથી સુંદર પણ અંદર પિલાણવાળા એકાદ એદી વૃક્ષ ઘર વિદ્યુત વગેરેના પુષ્કળ આઘાત કર્યા પછી તેની સ્થિતિ સુધરવા લાગી હતી! આ પ્રયોગ વાંચીને શ્રીમંતના લાડકવાયા બાળકને તેના હિત માટે મુષ્ટિમોદક આપવાને કઈ વિચાર કરશે નહિ. કેમકે તેમ થાય તે લેખકના અર્થને અનર્થ જ થયો ગણાય.
એકંદરે વાત એ છે કે પ્રાણીમાં મજજાતંતુવિશિષ્ટ ક્રિયા – પ્રતિક્રિયા હોય છે તેમજ વૃક્ષમાં હોય છે. તેમની પણ આઘાત કરનારનો પ્રતિકાર કરવાની ઇચ્છા થાય છે, સુસ્તી આવે છે, ઝેર ચઢે છે, વૈભવ ગમે છે, ગરીબી કષ્ટ આપે છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org