________________
વનસ્પતિને સંવેદના હોય છે? છે કે નથી હોતી એ બેમાંથી એકે વાતને નિર્ણય નિશ્ચયાત્મક રીતે થઈ શકે તેમ નથી. આપણે વનસ્પતિના પેટમાં પેસીને તેમને શું થાય છે તે જોઈ શકીએ તેમ નથી. વનસ્પતિને પૂછીએ પણ તેમને વાચા નથી, ત્યારે સંવેદના છે કે નહિ તે કહેવાને ખાતરીભર્યો આધાર છે ? સઘળો આધાર અનુમાન ઉપર જ રાખવું પડે તેમ છે માટે અનુમાન શું કહે છે તે જોઈએ.
મગજ અને જ્ઞાનને કિબહુના સંવેદનાને પણ નિકટ સંબંધ છે એવો શાસ્ત્રોનો અભિપ્રાય છે. નિદ્રામાં ચક્ષુ, કાન વગેરે દ્રિ જાગૃત જ હોય છે; પરંતુ મગજ નિદ્રિત હોવાથી તે ઇનિી નાડી દ્વારા મોકલેલા તાર મગજ વાંચતું નથી એવી સમજ છે. જ્યારે મગજ પર જ્ઞાન અને સંવેદનાનો આધાર હોય તે મગજહીન વનસ્પતિમાં તેનો અભાવ હોવાને ઘણે જ સંભવ છે.
એનો અર્થ એવો નથી કે જડ પદાર્થમાં અને પશુપક્ષી તથા વનસ્પતિમાં કંઈ તફાવત નથી. પશુ કે વનસ્પતિને આત્મા નથી એમ કહેવાને લેખકને આશય નથી. આત્મા છે જ, પણ આત્મા અને મનુષ્યની વિવેચકબુદ્ધિ કિંવા સંવેદનાશક્તિમાં ફરક છે. હાલના શોધક માનસશાસ્ત્રજ્ઞ કહે છે કે, માણસને બે આત્મા કિંવા બે મને છે. પછી ભલે આત્મા કે મનની બે અવસ્થા કહે. નિદ્રામાં જે મન જાગ્રત હોય છે કિંવા હિનોટીઝમમાં અથવા મેમેરિઝમમાં જે મન સાંભળે છે બોલે છે, લખે છે તે મને અને અગ્રતાવસ્થાનું વિવેચક તાર્કિક મન એ બને જુદાં છે,– નિદાન મનની ભિન્ન અવસ્થા તો છે જ; કારણ, તેની શક્તિ અને તેના વ્યાપાર તદ્દન ભિન્ન જણાય છે. કેટલાકનું કહેવું એવું છે કે, હિનેટીક કિંવા કૅમેરિક બેભાન હતાં જે મન કે મનેવસ્થાને વ્યાપાર ચાલતો હોય છે તે મન કે મનેવસ્થા મગજ પર આધાર રાખતી નથી. આ મન તાર્કિક મનથી ભિન્ન છે એવું જેમ માનવામાં આવે છે તેમજ વનસ્પતિ કિંવા પશુનાં મન કિંવા તેમના આત્મા તાર્કિક જ્ઞાન સંવેદનાત્મક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org