________________
५०
નીતિશાસ્ત્રપ્રવેશ મનથી ભિન્ન છે એમ માનવું યોગ્ય – યુક્ત છે એમ કેમ કહેવું નહિ ?
ઉપર કહ્યું હતું કે, વનસ્પતિને આપણા જેવું જ સુખ દુઃખ છે એમ માનીએ તે કુમળી કાકડી કાપી ખાવી એ નિર્દયતાભર્યું ગણાશે. ફળાહાર (અન્નાહાર) નિર્દય ઠર્યા પછી જીવનસંધ કેમ કરીને ચાલશે ? કદાચિત નીવો નીવર્સ નવેમ્ કહી વનસ્પતિના સુખ દુઃખ તરફ દુર્લક્ષ કરાશે. પણ એમ કરવા કરતાં વનસ્પતિને સુખ દુઃખ નથી એમ કહેવું એ એક રસ્તે ઠીક છે. આ કેટી એવી નથી કે વ્યવહારદષ્ટિએ અમુક એક વિચાર સવડ અને સમાધાનકારક છે માટે તેને બરો માન. લેખકનું કહેવું છે. એટલું જ છે કે, વનસ્પતિને સુખ દુઃખ થાય છે એ વાત ન્યાયસિદ્ધ નથી એ વ્યવહારદષ્ટિએ સારું છે. વનસ્પતિને પણ સુખ દુઃખ સંવેદના છે એમ યોગ્ય કારણથી આવતી કાલે સિદ્ધ થશે તે વ્યવહારને એ સિદ્ધાંત ગમે તેટલે ખૂંચતો હશે તે પણ તેને સવીકાર જ જોઈશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org