________________
પરિશિષ્ટ ૭
આનુવંશિક સંસ્કાર કેટલાક કહે છે કે, બ્રાહ્મણને બાળક બ્રાહ્મણતર કરતાં પૂર્વ સંસ્કારને પ્રતાપે અધિક બુદ્ધિશાળી હોય છે અને તે જ કારણથી તે વિશેષ સાત્વિક હોય છે. આ કથનનો અર્થ એ છે કે, કુળમાં હજારો વર્ષથી અધ્યયન, અધ્યાપન અને સાત્વિક આચારની પરંપરા ચાલતી આવ્યાથી સ્વાભાવિક રીતે જ બ્રાહ્મણ બાળક વિશેષ બુદ્ધિશાળી અને સાત્વિક નીપજે છે. સ્પષ્ટ છે કે, માતા પિતાના ગુણ બાળકમાં ઊતરે છે, એ તત્વનો જ ઉક્ત વિધાનમાં આધાર લેવાયો છે, પણ એ તત્ત્વ સર્વ બાબત માટે સત્ય છે કે ? વિચારી વાચકને કહેવાની જરૂર નથી કે અનેક બાબતોમાં આ તત્ત્વ લાગુ પડતું નથી. દાખલા તરીકે ઘોડાની અને ઘડીની પૂછડી કાપી નાખવામાં આવે છે પણ તેની સંતતિ અર્ધા પૂછયુક્ત ઉત્પન્ન થતી નથી. ચીની સ્ત્રીઓ હજારો વર્ષથી પગનાં તળિયાં મારીમચડી પાટા બાંધી નાનાં બનાવી દેતી આવી છે; પરંતુ જન્મ લેતા ચીની બાળકના પગ બીજા બાળકના જેટલા જ હોય છે. તે કંઈ પૂર્વસંસ્કારના પ્રભાવે નાના બની જતા નથી. એક વિનોદી મિત્ર સંસ્કારતત્વની વિરુદ્ધ છે. તે પિતાના કથનના સમર્થન માટે કંઇક હાસ્યજનક એવું આપણું દેશનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org