________________
૩૧૪
નીતિશાસ્ત્ર પ્રવેશ છે કે, પિતાનાં બીજ, શુક્ર કે પ્રકૃતિમાંના ગુણ બાળકને મળે છે; પણ આ જન્મમાં પિતાને જે શિક્ષણ મળે છે કિંવા ટેવ પડે છે તેથી ઉત્પન્ન થયેલા ઉપાર્જિત ગુણ (Acquired characters) બાળકમાં ઊતરે છે એવો નિર્વિવાદ પુરા નથી. બીજગર્ભ કિંવા પ્રકૃતિ જ ગુણ બાળકમાં સંક્રાંત થાય છે. દાખલા તરીકે, કેટલીક વખત પિતા પુત્રનું રૂપ સરખું હોય છે, પણ પિતા કરતી હશે કિંવા ગણિતમાં પુષ્કળ શ્રમ લઈ નિપુણ બન્યું હશે તો પુત્રમાં કસરતને વિશેષ પ્રેમ નજરે પડશે કે શરીર અધિક સુલભતાથી પુષ્ટ બનશે કે ગણિત સારું ગણી શકશે એમ કંઈ કહી શકાય નહિ; અથવા એવું કંઈ નથી હોતું બીજગર્ભ ગુણની સંક્રાંતિનાં દષ્ટાંત લાખ છે, પણ ઉજત અથવા આજન્મસંપાદિત ગુણ બાળકમાં આનુવંશિક સંસ્કાર દ્વારા ઊતરે છે એ વિષેનું નિર્વિવાદિત દષ્ટાંત એકકે નથી. આ સંબંધમાં બીજાં જે કેટલાંક દષ્ટાંત દર્શાવવામાં આવે છે, (દાખલા તરીકે, દારૂડિયાનાં બાળક દારૂડિયાં બને છે, ગરમીને ઉપાર્જિત ગુણ આપણને લાગુ પડે છે વગેરે) તેની ઉપપત્તિ કેટલાક શાસ્ત્રજ્ઞ અન્ય રીતે લગાડે છે.
જીરાફના પૂર્વજોને ગરદન લંબાવવાની ટેવ પડી અને એ ટેવનો, “અનુવાંશિક સંસ્કારથી તેની પ્રજાને સ્વાભાવિક રીતે લાભ મળ્યો' એ કથન અસિદ્ધ છે. ડાવનને ઉપાર્જિત ગુણ બાળકમાં સંક્રાંત પામે છે એ તત્ત્વ માન્ય છે, પણ તે જાતિ વિકાસની જે ઉપપત્તિ કહે છે તેમાં આ તત્ત્વ કરતાં અન્ય એક તવનું અધિક મહત્ત્વ છે. જીરાફની ઉત્પત્તિ ક્રમે ક્રમે થવા વિષેનું લાભાર્કનું કથન ડાવીને ગ્રાહ્ય ગણશે, પણ તે કહેશે કે, જીરાફના પૂર્વજોમાંના કેટલાકની ગરદન “કુદરતી રીતે જ' લાંબી હતી; બીજધર્મથી (ટેવથી નહિ) એવી લાંબી ગરદનવાળાં મૃગનાં બાળકે પણ અન્ય કરતાં લંબગ્રીવ હતાં; તે કાળની પરિસ્થિતિ લંબચવ મૃગને અનુકૂળ હોવાથી તે સિવાયનાં મૃગ જીવનકલહમાં પાછળ પડ્યાં; અર્થાત તેમને વિશેષ બાળક થઈ શક્યાં નહિ અને થયાં
* પરિશિષ્ટમાં આ વાદગ્રસ્ત પ્રશ્નને અધિક વિસ્તારથી વિચાર છે.
કર્યો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org