Book Title: Nikolas Nikalbi Author(s): Gopaldas Jivabhai Patel Publisher: Parivar Prakashan Sahkari Mandir LtdPage 14
________________ આગળ રહી છે, અને રહો ! હિંદી વગેરે ભાષાઓમાં થયેલા તરજૂમાઓ જોતાં જ એ વાતની સૌ કોઈને ખાતરી થશે. અત્યારે કેટલાકો, ગુજરાતીના એ વિકાસને અંગ્રેજી ભાષાથી મળતી રોટીના લોભમાં આવી જઈ, પાછો પાડી દેવા પ્રવૃત્ત થયા છે; પરંતુ કેટલાક લોકોનું માત્ર પેટ, બહુજનો માટે હિતકર અને આવશ્યક બાબતોની ઉન્નતિ અને પ્રગતિની આડે હંમેશ આવી શકે, એમ કદી બન્યું નથી અને બનવાનું નથી. ગુજરાતના કરોડો પોતાની રોટી માત્ર અંગ્રેજી વડે નથી મેળવતા, એ હકીકત છે, અને કોઈ પણ આઝાદ પ્રજાએ મેળવી હોય, એવું બનેલું નથી. ગુલામ પ્રજાઓના કેટલાક માટીપગાઓ જ પોતાને ગુલામ બનાવનારની એવી ખુશામતથી ફાવી ગયેલા અને ફાવતા હોય છે, એ જુદી વાત! પરિવાર પ્રકાશન સંસ્થાએ આ એક સુંદર યશસ્વી પ્રવૃત્તિ ઉપાડી છે. તેમાં જોડાવાનો મને યત્કિંચિત્ લાભ મળ્યો, તેને હું મારું સદ્ભાગ્ય સમજું છું. ગોપાળદાસ જીવાભાઈ પટેલPage Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 436