Book Title: Nikolas Nikalbi
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahkari Mandir Ltd

Previous | Next

Page 12
________________ કરવું પડ્યું છે. પણ તેથી વાર્તા રસ, કાર્ય, અને પ્રવાહિતાની દૃષ્ટિએ વધુ ઘન અને તેજ બની છે, એમ લાગ્યું. ઉપરાંત, દરેક હપતા વખતે, “સત્યાગ્રહ”ના તંત્રીશ્રીની ઝીણવટભરી તપાસ અને સુધારણાનો જે લાભ મળ્યો છે, તેનું મૂલ્ય તો મૂળ લખનાર તરીકે હું જ જાણી શકું. વાર્તા જ્યારે સાપ્તાહિકમાં પ્રસિદ્ધ થતી હતી, ત્યારે બે પ્રકારના અભિપ્રાયો મળે જતા હતા. કેટલાક, જેમને ‘વાર્તા’ નામની વસ્તુ વિષે જ ચીડ હોય છે, તથા જેઓ પોતાના પૈસાની કિંમતના બદલામાં નક્કર માલ જ મળે એ જોવાની વૃત્તિવાળા હોય છે, તેઓએ આવી ‘હળવી વસ્તુને ‘સત્યાગ્રહમાં સ્થાન અપાતું રહેવા બદલ, અણગમો પ્રગટ કર્યો હતો. ત્યારે, બીજા કેટલાક વાચકોએ આવું ‘હળવું’ અપાતું રહે તથા થોડું વધુ અપાતું રહે, એવો ભાવ પણ દર્શાવ્યો હતો. પરંતુ, એક વર્ગ બતાવેલો અણગમો મને ખાસ કઠયો હતો: અંગ્રેજી ભણેલા, એટલે કે, અંગ્રેજીમાં આ નવલકથા વાંચી હોય કે વાંચી શકે તેમ હોય તેવા વર્ગ બતાવેલો અણગમો. તેઓનું કહેવું એમ હતું કે, અમે અંગ્રેજીમાં એ નવલકથા વાંચી છે કે વાંચી શકીએ છીએ; તો પછી અમને એ વાર્તા અમારા લવાજમના બદલામાં ગુજરાતીમાં વાંચવાની ફરજ શા માટે પાડવામાં આવે છે? જોકે, અંગ્રેજી ભણેલા બધા વાચકોએ, આ બધી નવલકથાઓ વાંચી જ હોય છે, એવું નથી. ડિકન્સ, હ્યુગો, ડૂમા વગેરેની મોટી મોટી નવલકથાઓ વાંચવાની ધીરજ સામાન્ય રીતે ઓછી જ બતાવાય છે, અને હવે તો ઇંગ્લેંડ અમેરિકાનાં બજારોમાં આ વાર્તાઓની આવૃત્તિઓ જ અદૃશ્ય થતી જાય છે! છતાં, આ પરદેશી નવલકથાઓને ગુજરાતી વાચકોને ફાવી શકે તેટલા વિસ્તારમાં ઉતારવામાં કોઈનો કશો ગુનો થતો હોય, એવું મને લાગતું નથી. અંગ્રેજી ભણેલા વર્ગો સામે મુખ્ય તહોમતનામું

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 436