Book Title: Mumukshu ane Micchami Dukkadam Author(s): Dharmguptavijay Publisher: Premsuri Jain Sahitya Prakashan Trust View full book textPage 5
________________ વિશદ રીતે વર્ણવી પાછળથી ૧૧ પ્રકારે “મિચ્છામિ દુક્કડમૂ'ના હૃદયસ્પર્શી પાઠો મૂક્યા છે. એમાં પણ પરમાત્માના વિશેષણને સ્પર્શતે ક્ષમાને ભાવ ખૂબજ સુંદર રીતે બતાવ્યો છે. પ્રસ્તુત ગ્રંથ કેવળ વાંચવા માટે ગ્રંથ નથી પણ સ્વાધ્યાય ગ્રંથ છે. પ્રભાતના પ્રથમ પ્રહરે–અને સાંજે સૂતી; વખતે–આ પુસ્તકને હાથમાં રાખી મુમુક્ષુ આત્માઓએ ભાવપૂર્વક દુષ્કૃતની ક્ષમા યાચવી નતમસ્તકે “મિચ્છામિ દુકકડમ” માગતા રહેવું. કષાયની કલુષિતતાને-ભવભ્રમણની ભેદી જાળનેઉછેદવા માટે આ પુસ્તકનું વાંચનમનન નિદિધ્યાસન અત્યંત જરૂરી છે. “ મિચ્છામિ દુક્કડમ'ના મર્મને સુંદર રીતે રજુ કરનાર મુનિરાજશ્રી ખરેખર ! આત્માભિમુખ બનેલા છે. ઉત્કટ. ત્યાગી-નિસ્પૃહી છે. સ્વયં જે ભાવેને જીવનમાં વણ શક્યા. છે એજ ભાવેને પુસ્તકમાં કલમ દ્વારા ઉતાર્યા છે. બને તેટલી વધુ વેળા આ પુસ્તકનું વાંચન નિયમિત કરવું હિતાવહ છે. દશાપોરવાડ સેસાયટી મુક્તિદ્વાર” જેન ઉપાધ્યાય પાલડી અમદાવાદ-૭ કા. શુ ૮ ૨૦૩૪ પન્યાસ રાજેન્દ્ર વિજય ગણી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34